લીવર આપણાં શરીર નો મહત્વ નો અંગ છે. માટે જ આપણે લીવર નુ ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ, જેનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે. પણ તેની માટે એ પણ જરુરી છે કે આપણાં શરીર માં રહેલ લીવર નું મહત્વ અને તેને સ્વસ્થ રાખવા માંટે ના ઉપાય વિશે પણ ખબર હોવી જોઈએ. ચાલો જાણીએ લીવર થી જોડાયેલ કેટલીક ખાસ વાતો..
લીવર નું કામ
- તે વસા, કાર્બોહાયડ્રેટ, અને પ્રોટીન ના મેટાબોલીસમ માં મહત્વ નો ભાગ ભજવે છે.
- તે બાઈલ નું નિર્માણ કરે છે, જે ડાઇજેશન માટે ખૂબ જ જરુરી છે.
- તે વસા માં રહેલ વધુ પડતાં ગ્લુકોઝ કે શુગર ને પોતાની કોશિકાઓ માં ગ્લાયકોજન ના સ્વરૂપ માં સંગ્રહ કરે છે.
- લીવર એમીનો એસિડ બનાવે છે. જે પ્રોટીન નું નિર્માણ કરવામાં અને સંક્રમણ સાથે લડવા માટે ખૂબ જ જરુરી છે.
- તે લાલ રક્ત કોશિકા ઓ ના નિર્માણ માટે જરુરી માત્રા માં આયરન નું સ્ટોરેજ કરે છે.
- લીવર નું કાર્ય કોલેસ્ટ્રોલ અને બીજા રસાયણો ને નિર્માણ કરવાનું પણ છે.
- લીવર શરીર ના વ્યર્થ પદાર્થ ને યુરિયા માં પરિવર્તિત કરે છે, જે યુરીન દ્વારા બહાર નીકળી જાય છે.
- તે લોહી ના બેક્ટેરિયા અને ટોક્સિક ને પણ બહાર કાઢે છે.
- તે વિટામિન, વસા, કોલેસ્ટ્રોલ, અને બાઈલ ને સ્ટોર કરે છે.
આવી રીતે થઈ શકે છે લીવર થી જોડાયેલ સમસ્યા
લીવર ની બીમારી ને હેપીટીક રોગ કહે છે. તેમા લીવર થી જોડાયેલ બધી જ સમસ્યા ઓ ને સિમ્મીત કરવામાં આવે છે. લીવર ની પ્રમુખ બીમારી ને..
- હેપેટાઈટિસ
- ફેટી લીવર
- પીળિયો
- લીવર કેન્સર
- લીવર સિરોસીસ
- લીવર ફેલિયર ના નામ થી ઓળખવામાં આવે છે.
અનહેલ્થી લીવર ને આ રીતે ઓળખો
- થાક લાગવો
- સતત વજન ઓછું થવું
- ઊલટી જેવુ થવું
- ચક્કર આવવા
- બ્લડ માં બિલીરૂબિન ની માત્રા વધવા ને કારણે સ્કીન નો કલર પીળો થવો.
- પેટ ના ડાબા ભાગ ના ઉપર ની બાજુ એ દુખાવો થવો.
ધ્યાન રાખવી આ વાતો ને
- આલ્કોહોલ અને સ્મોકીંગ થી દૂર રહેવું.
- બોડી ના વચ્ચે ના ભાગ માં ચરબી ન વધવા દો.
- એવી વસ્તુ નું સેવન વધુ કરવું કે જેમા ફાઇબર, વિટામિન,એંટિઑક્સીડન્ટ્સ અને મિનરલ્સ વધુ હોય.
- સમય સમય પર બ્લડ ટેસ્ટ કરાવતા રહેવું. જેનાથી લોહી માં વસા, કોલેસ્ટ્રોલ,અને ગ્લુકોઝના સ્તર ની ખબર પડતી રહે.
- હેપીટાઈટિસ એ ઓ બી ની વેકસીન જરૂર થી લેવી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. અને ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો આપને વિનંતી છે કે કોઈ પણ સ્ટેપ લેતા પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે
Author: FaktGujarati Team