શું તમે covid-19 થી આ સાત લાઇફ લેશન્સ વીશે શીખ્યા?

Image Source

ક્યારેક ક્યારેક સફળતા તરફ આગળ વધતા સમયે કેટલીક એવી પરિસ્થિતિઓ આવી જાય છે જે આપણને ઘણા જીવનના પાઠો શીખવી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ જીવન એક સીધી લાઈન ની જેમ નહીં પરંતુ ઝીગઝેગ મોશનમાં ચાલે છે.

જીવનમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. ક્યારેક ખુશીઓ આવે છે અને આપણે જીવનનો આનંદ લેવા માંડીએ છીએ તો ક્યારેક મુશ્કેલીઓ આવે છે અને આપણે દુઃખી થઈ જઈએ છીએ.

આવું દરેક લોકો સાથે થાય છે. પરંતુ જ્યારે આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે બેસી રહેવું ન જોઈએ, પરંતુ આવેલી મુશ્કેલીઓ નો સામનો કરી તેને દૂર કરવી જોઈએ.

પરંતુ સૌથી મોટી વાત એ છે કે મુશ્કેલીઓ આપણને કંઈક શીખવી જાય છે. એક સારો અને સફળ વ્યક્તિ એ છે જે પોતાના જીવનમાં આવનારી મુશ્કેલીઓથી કંઈક ને કંઈક શીખે છે.

ક્યારેક-ક્યારેક એવી મુશ્કેલીઓ પણ આવે છે જે ફક્ત આપણા જીવનમાં જ નહીં પરંતુ સમગ્ર સમાજ, સમગ્ર દેશ કે સમગ્ર વિશ્વમાં એક સાથે આવે છે.

આવી સમસ્યાઓને આપણે દૂર તો કરી લઈએ છીએ પરંતુ આવી મોટી સમસ્યાઓથી આપણે મોટી શીખ પણ લેવી જોઈએ.

2020 મા covid 19 અથવા કોરોના એક ખૂબ મોટી ગ્લોબલ પ્રોબ્લેમ બની ચૂકી છે. દુનિયાએ કોરોનાનો દટીને સામનો કર્યો અને તેને હરાવવા માટે વેક્સિન પણ તૈયાર કરી.

અંતે આપણે આ જંગ જીતી જઈશું. આટલી મોટી સમસ્યાનો સામનો હાલની જનરેશનને પહેલી વાર કર્યો. બધાને કંઈકને કંઈક નુકસાન થયું.

પરંતુ સવાલ એ છે કે અંતે અમે અને તમે આ મહામારીથી શું શીખ્યા?

મેં આ વિશે ઘણું વિચાર્યું અને કેટલાક એવા ઉત્તમ જીવનના પાઠો નોંધ્યા જેના વિશે તમારે પણ જાણવું જોઈએ.

મિત્રો, આજે હું તમને 7 ખાસ જીવનના પાઠો જણાવીશ જે દરેકે પોતાના જીવનમાં શીખવા જોઈએ. આ જીવનના પાઠો તો આજે આપણે નહીં શીખીએ તો આવનારૂ આપણું ભવિષ્ય મુશ્કેલીઓ આવવા પર વિખેરાય શકે છે.

તો પછી રાહ કોની છે, ચાલો હું તમને જીવનના પાઠો વિશે જાણવું, જે તમારા જીવને વધુમાં વધુ સુરક્ષિત રાખશે.

Image Source

1. એક ઇમરજન્સી ફન્ડ ચોક્કસપણે હોવો જોઈએ:

  • ઈમરજન્સી ફંડ એક એવો પણ હોય છે જેમાં આપણે અમુક પૈસા ભેગા કરીને રાખીએ છીએ અને આ પૈસાનો ઉપયોગ ત્યારે કરીએ છીએ જ્યારે કોઈ મોટી સમસ્યા આવી જાય છે.
  • 2020 એ આપણને આ શીખ આપી છે કે ઇમરજન્સી ફન્ડ તો આપણે દરેકે રાખવો જોઈએ. નોકરી જતા રહેવા પર કે અચાનક પૈસાની ખૂબ જરૂરત આવવા પર કે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં આ ફંડ ની ઉપયોગીતા સમજાય છે.
  • મુશ્કેલીઓ કહીને નથી આવતી, અચાનક આવે છે. તેથી આપણી પાસે ઈમરજન્સી ફંડ હોવો જ જોઈએ.

 

2. ઘરનો સામાન નહીં પરંતુ તમારી આવડતો વધારો:

  • લોકો પાસે પૈસા આવે છે ત્યારે તેઓ તે પૈસાનો ઉપયોગ કેટલીક વસ્તુઓ ખરીદવામાં ખર્ચે છે. જે લોકો નોકરી કરે છે અને એક જ સ્ત્રોતમાંથી પૈસા કમાય છે, તેમના માટે આ બિલકુલ પણ સમજદારીભર્યું કામ નથી.
  • 2020 વિશ્વ વ્યાપી આપણને શીખવે છે કે પોતાની નોકરી ગયા પછી તેવા લોકો જ યોગ્ય રીતે પોતાનું જીવન જીવી શક્યા જેમની પાસે કંઈક સારી આવડતો હતી. પોતાની કેટલીક સારી આવડતો ને કારણે તેઓ પોતાના જીવન ને સામાન્ય રીતે ચલાવી શક્યા.
  • તેથી તમારી પાસે મહિનાની જેટલી પણ પૈસાની આવક હોય તેમાંથી અમુક ભાગ ચોક્કસપણે કંઈક નવી આવડત શીખવા માટે કરવો.
  • ધ્યાન આપવા જેવી બાબત એ છે કે તમારી આવડત પર લગાવેલા પૈસા તમારા ખર્ચમાં નથી આવતા પરંતુ તે એક રોકાણ હોય છે જે સમય આવ્યે તમને ખૂબ મોટું વળતર આપે છે.

Image Source

3. સમસ્યાઓમાં પણ તકો છુપાયેલી હોય છે:

  • ભલે પરિસ્થિતિઓ આપણી સાથે હોય કે આપણી વિરુદ્ધ હોય, તકો હંમેશા આપણી ચારે તરફ જ રહે છે. જો આપણે આપણી ચોતરફ જે થઈ રહ્યું છે તેના પર ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરીએ અને તેમાંથી પોતાના માટે તકની શોધ કરીએ તો આપણને કોઈ એવી તક ચોક્કસ મળે છે જે આપણું જીવન બદલી શકે છે.
  • 2020ના કોરોના સમયગાળામાં ઘણા લોકોએ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ ઘણી એવી તકો શોધી કાઢી જે નવી અને ક્રિએટિવ હતી.
  • ઓનલાઇન ટિચિંગ, ઓનલાઇન માર્કેટિંગ, ઓનલાઇન બિઝનેસનો એવો બૂમ આપણે જોયો જેમાં ક્રિએટિવિટીની સાથે સાથે મોટી તકો અને સંભાવનાઓને ઘણા લોકોએ શોધી અને પોતાનું જીવન જ બદલી નાખ્યું.
  • ઘણા નવા કારોબાર ખુલ્યા, શેર માર્કેટને લોકોએ નજીકથી જાણ્યું. જે લોકો પાસે ડિજિટલ તકો હતી તેઓએ હજારો અવસરો શોધ્યા.
  • આગળ આવનારા ઘણા નવા નવા સ્ટાર્ટઅપના અવસર પણ આ જ કોરોનાની દેન હશે.

4.પૈસા કમાવવા માટેના એકથી વધુ સાધનો હોવા જોઈએ:

  • આજકાલના વાતાવરણમાં જ્યારે જાણ ના હોય કે ક્યારે વૈશ્વિક સમસ્યાઓ આવી જાય, તેવી સ્થિતિમાં આપણે દરેકે પૈસા કમાવાના એકથી વધુ સાધનો અપનાવી લેવા જોઈએ.
  • મલ્ટીપલ કમાણીના રસ્તાઓ બનાવવા એ પૈસાદાર બનવા માટે જ નહીં પરંતુ આ એક આજકાલ જરૂરિયાત બની ચૂકી છે.
  • જો કોઈપણ કારણોસર કમાવવાની એક રીત બંધ થઈ જાય તો બાકી રીતોથી પૈસા આવતા રહે છે અને આપણી પૈસાની કોઈપણ સમસ્યાથી બચી શકીએ છીએ.
  • Covid-19 આપણને સારી રીતે શીખવી આપ્યું છે કે કંઈ પણ થાય પરંતુ આપણી પાસે પૈસા કમાવવા માટે ઓછામાં ઓછા બે સાધનો તો હોવા જ જોઈએ.
  • જો તમારી પાસે એક રસ્તો એક્ટિવ ઈનકમનો હોય તો તમારી બાકી કમાવવાનો રસ્તો પેસીવ ઈનકમ નો બનાવવો જોઈએ.

5. તમારા ભવિષ્ય માટે પૈસા બચાવો અને રોકાણ કરો:

  • જો તમારી કમાણી ખૂબ સારી હોય અને તમે મલ્ટીપલ કમાણી ના સ્ત્રોતો પણ બનાવ્યા છે, પરંતુ તમે તમારા કમાયેલા પૈસા માંથી બચત નથી કરતા કે પછી તે પૈસાનું રોકાણ નથી કરતા તો તેનો કોઈ ફાયદો થશે નહિ.
  • તમારે પૈસાની બચત અને પૈસાના રોકાણને તમારી ટેવ પાડવી જોઈએ.
  • અહીં હું તમને સલાહ આપવા ઈચ્છું છું કે તમે તમારી મહિનાની કમાણીના ઓછામાં ઓછા ૨૦ ટકા રોકાણ કરો.
  • મુશ્કેલીના સમયમાં આ જ રોકાણ તમારા સૌથી વધારે ઉપયોગમાં આવશે. પહેલા લોકો સોનું ખરીદીને રાખતા હતા, જેથી ખરાબ સમયે તે તેઓને ઉપયોગી થઈ શકે.
  • આજના સમયમાં રોકાણની ઘણી રીતો છે, જ્યાં તમે તમારા જોખમ મુજબ રોકાણ કરી શકો છો.

6. પોતાના સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિ નું ધ્યાન રાખવું:

  • આપણા પૂર્વજોના સમયમાં આ દુનિયામાં તેવા લોકો જ જીવી શકતાં હતા જેઓ પોતાના સ્વાસ્થ્યનું અને પોતાની રોગપ્રતિકારક શક્તિનું ધ્યાન રાખતા હતા અને પોતાને રોગો સામે રક્ષણ મેળવવા માટે તૈયાર કરતા હતા.
  • સમયની સાથે મેડિકલ વિભાગ એ પ્રગતિ કરી અને આજે આપણે ઘણા રોગોનો સારી રીતે સામનો કરી શકીએ છીએ. પરંતુ નવા નવા રોગો નું આવવું, આપણી ખાણીપીણી યોગ્ય ન રહેવી, કેટલાક રોગોનો ઉપચાર દુનિયામાં ક્યાંય પણ ન હોવું એ એક ખૂબ મોટી સમસ્યા છે.
  • તેનું પરિણામ એ છે કે હવે આપણે દવાઓ પર આધાર ન રાખતા પોતાના સ્વાસ્થ્યને ઉત્તમ રાખવાની જવાબદારી લેવી પડશે અને પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધુ મજબૂત બનાવવી પડશે.

7. પોતાના જીવનની જવાબદારી જાતે લેવી જોઈએ:

  • આજે હું ઘણા લોકોને બીજા પર દોષ આપતા જોઉં છું. કોઈ સરકારને દોષ આપે છે તો કોઈ વધતી કિંમતોને દોષ આપે છે.
  • કોઈ કહે છે કે લોકડાઉન ખોટું રાખ્યું હતું તો કોઈ કહે છે કે કોરોનાને કારણે આજે અમે મુશ્કેલીમાં છીએ.
  • પરંતુ આ રીતે વાંક કાઢવાથી શું કઈ ફાયદો થશે?
  • સત્ય એ છે કે, 2020એ આપણને શીખવ્યું કે આપણે પોતાની જવાબદારી જાતે જ લેવી જોઈએ. આપણે જાતે જ આગળ વધીને અમુક એવા કાર્યો કરવા જોઈએ કે જેથી આપણે સમસ્યાઓનો સામનો સરળતાથી કરી શકીએ.
  • આપણે જાતે જ પોતાના જીવનની જવાબદારી લેતા જાતે જ પોતાના માટે અમુક એવા નિયમો બનાવવા પડશે જે આપણા માટે કોઈ સમસ્યાઓ આવવા પર આપણને ઝડપથી તેના સમાધાન તરફ લઈ જવામાં આપણી મદદ કરી શકે.

મિત્રો, આ ઉત્તમ જીવનના પાઠો વિશેનો લેખ તમને કેવો લાગ્યો? આ ખાસ જીવન સાથે જોડાયેલો લેખ પસંદ આવ્યો હોય તો તમે તેને શેર કરી શકો છો.

આ ઉપરાંત તમે કોમેન્ટ કરી શકો છો અથવા ઈ-મેલ પણ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment