જીવનસાથીને ખુશ રાખવા આ ટીપ્સ અજમાવી જોઈએ…જાણો બધીજ ટીપ્સ વીશે

Image Source

દંપત્તિ વચ્ચે ઝઘડો થવો સામાન્ય બાબત છે. દરેક સંબંધોમાં ઝઘડા થતાજ હોય છે. જેથી ઝઘડાઓને ક્યારેય પણ મન પર ન લેવા જોઈએ. ગુજરાતીમાં એક કહેવત છે કે ઘર હોય ત્યા વાસણ ખખડે એટલે ઘરમાં પતિ પત્ની વચ્ચે નાની મોટી બોલાચાલીતો થયા કરે. પરંતુ ઝઘડાઓમાં પત્ની જલ્દી માની જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતી પણ આવે છે કે પતિ પણ જલ્દી નથી માનતા.

મૂળ વાત ઝઘડાની નથી પરંતુ મૂળ વાત એ છે કે તમારે તમારા જીવનસાથીને  જો ખુશ રાખવો હોય તો તેને કઈ રીતે તેને ખુશ રાખી શકો. ત્યારે આજે અમે તમને ઘણી બધી ટીપ્સ આપીશું જે વાંચીને તમે જરૂરથી તમારા જીવનસાથીને ખુશ રાખી શકશો.

Image Source

ભૂલ થઈ હોય ત્યારે માફી માગવાનું રાખો

જ્યારે પણ ઝઘડો થાય ત્યારે એ વાત જરૂરી નથી કે સામે વ્યક્તિ આપણી પાસે જઈને વાત કરે. તમે તેની પાસે જઈને માફી માગી શકો છો. તમારી ભૂલ હોય કે ના હોય પરંતુ માફી માગવાથી સંબંધોમાં મધુરતા વધારે આવતી હોય છે.

ફરી વખત એક જેવી ભૂલ ન કરો

સંબંધોમાં હંમેશા એકની એક વાતને લઈને ઝઘડા થાય ત્યારે તે સંબંધો પહેલા જેવા નથી રહેતા. માટે તમારાથી જે ભૂલ થઈ હોય તે ભૂલને ફરી વખત ક્યારેય પણ ન કરતા. કારણકે એકની એક વસ્તુ પર ઝઘડા થવાને કારણે સંબંધો પર ગંભીર અસર પડે છે.

સમાધાન કરાવનું રાખો

પતિ પત્ની વચ્ચે ગમે તેટલો ઝઘડો થાય પરંતુ તે ઝઘડામાં નમી જવાનું રાખો. જે વ્યક્તિ સાથે તમારે આખી જીંદગી વિતાવાની છે. તે વ્યક્તિ સામે નમવામાં તમારે શરમ ન રાખવી જોઈએ. માટે જે પણ મુદ્દે ઝઘડો થયો હોય તમારે તે ઝઘડો ભૂલીને આગળ વધવાની ભાવના રાખવી જોઈએ.

સામેથી વાત કરવાનું રાખો

જો તમારા જીવનસાથી સાથે તમારો ઝઘડો થયો છે. તો એવી ભાવના ન રાખો કે તે તમારી પાસે આવે અને તમારી સાથે વાત કરે. તમે જાતે જઈને તેની સાથે વાત કરી શકો છો.

શાયરી સંભળાવી શકો છો

સંબંધોમાં જ્યારે પણ તણાવ વધી જાય ત્યારે શાયરી એકબીજાને કહેવાથી ઘણો ફરક પડે છે. સાંભળવમાં તમને જરૂરથી થોડુંક અલગ લાગશે. પરંતુ એક વખત પ્રયાસ કરી જોજો જ્યારે પણ ઝઘડો થાય ત્યારે જીવનસાથીને શાયરી કહીને તમે તેને મનાવી શકો છો.

Image Source

લવ લેટર આપો

હાલ સોશિયલ મીડિયાના સમયમાં પ્રેમપત્રનો જમાનો જતો રહ્યો છે. પરંતું પ્રેમપત્રમાં જે લાગણી સ્પર્શ થતી હોય છે. તેટલી તમે ટેક્સ્ટ મેસેજમાં નહી મોકલી શકો. જેથી જ્યારે પણ ઝઘડો થાય ત્યારે બધી વસ્તુ ભૂલીને એક વખત લવ લેટર આપજો જેથી તમારો ઝઘડો આગળ નહી વધે.

Image Source

સરપ્રાઈઝ આપો

જ્યારે પણ તમારા જીવનસાથીને કોઈ બાબતે કંટાળો આવતો હોય ત્યારે તેને હળવાશમાં ન લેશો. આ તમારા માટે તક છે કે તમે તેને સરપ્રાઈઝ આપી શકો છો. સરપ્રાઈઝ દરેક વ્યક્તિને ગમતા હોય છે. જેથી તમે તેને સરપ્રાઈઝ આપીને તેનો મૂડ સારી કરી શકશો.

અલગ રીતે માફી માગો

સામાન્ય રીતે આપણે બધા સોરી કહીને માફી માગવાનું રાખીએ છે. પરંતું ખરેખરમાં જ્યા સુધી સામે વાળા વ્યક્તિને ન લાગે કે ભૂલનો અહેસાસ થયો છે. ત્યા સુધી તમારુ સોરી કશું કામનું નથી માટે બને ત્યા સુધી થોડીક અલગ રીતે માફી માગવાનું રાખો કે જે તમારા જીવનસાથીને પસંદ આવે.

Image Source

જીવનસાથીની પસંદનું ધ્યાન રાખો

તમારા સાથીને કયા કપડા ગમે  છે. કયું ખાવાનું વધારે પસંદ છે તે વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ તમારો સાથી તમારાથી રીસાઈ જાય ત્યારે તમે તેની પસંદની વસ્તુ કરવાનુ રાખો જેથી તેનો મૂડ પણ પહેલાની જેમ સારો થઈ જશે. સાથેજ તેને ઘણી ખુશી પણ રહેશે.

જીવનસાથીનું ધ્યાન રાખો

જ્યારે પણ તમારા સંબંધોમાં ઝઘડા ચાલી રહ્યા હોય ત્યારે તમારા જીવનસાથી પર તમારે પુરતુ ધ્યાન આપવું જોઈએ. તે ખુશ રહે તે વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. જો તેને ખબર પડશે કે તમે તેનું ધ્યાન રાખી રહ્યા છો. તો તમારા સંબંધો જરૂરથી મજબૂત થશે.

વેકેશન પ્લાન કરો

જ્યારે તમારો જીવનસાથી એકજ જગ્યાએ કંટાળી જાય ત્યારે તમે વેકેશન પ્લાન કરી શકો છો. વેકેશન પ્લાન કરવાને કારણે તમને એક ફ્રેશ સ્ટાર્ટ મળશે સાથેજ તમારા જીવનસાથી સાથે તમે સારો એવો સમયપણ પસાર કરી શકશો.

મનની વાત મનમાં ન રાખો

સંબંધો જો તમારે મજબૂત રાખવા હોય ત્યારે ક્યારેય પણ તમારે મનની વાત મનમાં ન રાખવી જોઈએ. ખાસ કરીને તમે એ વાતનો પુરવો આપો કે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો. આવું કરવાથી તમારા બંને વચ્ચે પ્રેમ વધશે.

Image Source

એકબીજાને સમય આપી વાતો કરો

આજની ભાગદોડ વાળી જીંદગીમાં લોકો પોતાના કામ પ્રત્યે વધારે ધ્યાન આપે છે. પરંતુ આપને જણાવી દઈએ કે કામ પ્રત્યે ધ્યાન આપવાની સાથે સાથે તમારે તમારા જીવનસાથીને પણ સમય આપવો જોઈએ. સાથેજ એકબીજા સાથે જૂની વાતો યાદ કરવી જોઈએ.

કોઈ પણ મુદ્દાને ગંભીર ન બનાવો

જ્યારે પણ તામારા જીવનસાથી સાથે તમારે કોઈ મુદ્દાને લઈને ઝઘડો થાય. ત્યારે તે મુદ્દો ગંભીર ન બને તે વાતનું ધ્યાન રાખવું. બને ત્યા સુધી કોઈ પણ મુદ્દાને લેટ ગો કરવાની ભાવના રાખો. જેથી સંબંઘો પાછા પહેલા જેવા થશે . પરંતુ મુદ્દો જો વધારે ગંભીર થયો તો સબંધો પણ પહેલા જેવા નહી રહી શકે.

Image Source

ભરોસો ક્યારેય ન તોડો

સંબંધોમાં ઝઘડા થવા સામાન્ય બાબત છે. પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારા જીવનસાથીનો તમારા પરથી ભરોસો ક્યારેય તૂટવો ન જોઈએ. કારણકે સંબંધોમાં ભરોસો હોય તોજ સંબંધો ટકતા હોય છે. માટે ક્યારેય પણ કોઈ વાતે ખોટું બોલીને તમારા જીવનસાથીનો ભરોસો ન તોડતા.

Image Source

એકબીજાનું સાંભળવાનું રાખો

સંબંઘોમાં ઝઘડા થવા કોઈ મોટી વાત નથી. પરંતુ તે ઝઘડા શા માટે થાય છે. તે વાતનું ધ્યાન રાખો બને ત્યા સુધી તમે એકબીજા જોડે વાત કરો એકબીજાનું સાંભળો જેથી કરીને તમે તમારા સબંધને પહેલાની જેમ મજબૂત બનાવી શકશો.

Image Source

હાસ્યસ્પદ સ્મિત આપો

ઘણી વખત ઝઘડો થયા પછી એક બીજાની સામે પણ લોકો નથી જોતા. પરંતુ તેવું કરવાને બદલે એકબીજાને હાસ્યસ્પદ સ્મિત આપો. જેથી કરીને તે ઝઘડો પ્રેમમાં ફેરવાઈ જશે.

Image Source

પરિસ્થિતી પ્રમાણે વર્તન રાખો

જીવનસાથી પ્રત્યે તમારું વર્તન ખુબજ મહત્વનું છે. હંમેશા તમે ગુસ્સો કરો પ્રેમ કરો કે પછી બોલાચાલી થાય તે પરિસ્થિતીને જોઈને કરો. કારણકે પરિસ્થિતીને અનુકુળ જ્યારે કઈ ન થાય તો સંબંધોમાં પ્રેમની જગ્યાએ અંતર વધી જાય છે.

Image Source

એકબીજાને ખાસ બનાવો

દરેક વ્યક્તિ એવી ઈચ્છા રાખે છે કે તે તેના જીવનસાથી માટે ખાસ બને. જેથી તમે તમારા જીવનસાથીને એ વાતનો વિશ્વાસ અપાવો કે તે તમારા માટે ખાસ છે. સાથેજ એ વાતનો વિશ્વાસ અપાવો કે તમારા જીવનમાં તેનું ઘણું મહત્વ છે.

Image Source

એકબીજાના સુખદુખમાં સહભાહગી બનો

ક્યારેય પણ તમારા જીવનસાથીને કોઈ વાતનું દુખ હોય તો હંમેશા તેનો સાથ આપજો. ક્યારેય તેની તે વસ્તુની અવગણના ન કરો. સાથેજ સુખમાં પણ તેનો સાથ આપો. જેથી તેને અનુભવ થશે કે તમે તેના માટે કેટલુ મહત્વ રાખો છો.

Image Source

લાગણી જાહેર કરો

તમારા પાર્ટનરને લઈને તમારા મનમાં શું લાગણી છે તે તેના સુધી પહોચવી ઘણી જરૂરી છે. જેથી હંમેશા તમે તમારી લાગણીને જાહેર કરો. દરેક સમયે તેના પ્રત્યે તમને કેટલો પ્રેમ છે. તે પ્રેમ જાહેર કરો. જેથી તમારા વચ્ચે પ્રેમ વધશે..

જીવનસાથીની સમસ્યા સમજો

સંબંધોમાં હંમેશા સમયને લઈને સમસ્યા રહેતી હોય છે. જેથી તે સમસ્યા વધી જાય તે પહેલા તમારા જીવનસાથી તમારે પ્રત્યે શું આશા રાખે છે તે જાણો. તેની જે સમસ્યા હોય તે સમસ્યાનું નિરાકારણ લાવો જેથી તમાકા સંબંધ પહેલા જેવા મજબૂત રહેશે.

જીવનસાથીની દેખરેખ રાખો

જીવનસાથી માટે તે વસ્તુ ઘણી મહત્વની છે કે તમે તેની ચીંતા કરો. તેની દેખ રેખ રાખો. દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેમનો સાથી તેમનું ધ્યાન રાખે. જો રોમેન્ટિક બનીને તમે તમારા જીવનસાથીનું ધ્યાન રાખશો. તો તે તમારા સંબંધ વધારે મજબૂત બનાવશે.

Image Source

પ્રેમ આપવાનું રાખો

દરેક સબંઘમાં પ્રેમ ઘણી મહત્વની વસ્તુ છે. તેમા પણ પતિ પત્ની વચ્ચે તો અપાર પ્રેમ હોવો જોઈએ. કોઈ પણ પરિસ્થિતી હોય તમે તમારા જીવનસાથીને પ્રેમ આપવાનું રાખો, તમે તેનો હાથ પકડીને પણ એક કીસ કરશો તો પણ તેને ઘણું ગમશે. માટે જીવનસાથીને પ્રેમ આપશો તો તમારા સંબંધો વધારે મજબૂત થશે.

જીવનસાથીને કેટલા જાણો છો તેવી તેને જાણ કરો

દરેક સબંધોમાં એ વસ્તુ ઘણી જરૂરી છે. કે વ્યક્તિ તમને કેટલો જાણે છે. તે ચીંતામાં છે પછી તેના મનમાં શું ચાલી રહ્યું છે. તે ઘણું મહત્વનું છે. માટે જીવનસાથીને તમે કેટલી હદ સુધી જાણો છો. તે વસ્તુનો પણ તમારે તેને અહેસાસ કરવો પડશે.

થોડીક છૂટછાટ આપવાનું રાખો

જીવનસાથીને ક્યારેય પણ તમારા પ્રમાણે રહેવાનું ન કહેશો. તેને બને તેટલી છૂટછાટ આપવાનું રાખો. શક્ય બને ત્યા સુધી તેને ખાવામાં કે કપડા પહેરવામાં છૂટછાટ આપો. તે વિજાતીય વ્યક્તિ સાથે  પણ વાત કરે તો તેને રોકવાની જગ્યાએ તેને છૂટછાટ આપો. કારણકે સંબંધોમાં જો તમે કોઈને બાંધીને રાખશો તો અંતર વધી જશે.

તેને બદલવાનો પ્રયત્ન ન કરો

કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ તેનો સ્વભાવ નથી બદલી શકતો. માટે શક્ય બને તો ત્યા સુધી તમે તમારા પાર્ટનરને બદલવાનો પ્રયત્ન ન કરતા કારણકે આવું કરવાથી તે કદાચ બદલાઈ પણ જશે. પરંતુ પહેલા જેવો નહી રહી શકે. સાથેજ તમારા સંબંધો વચ્ચે અંતર પણ વધી જશે.

ઓર્ડર આપવાની જગ્યાએ વિનંતી કરો

કોઈ પણ વસ્તુ જે તમને નથી ગમતી તેને લઈને ક્યારેય પણ તમારા જીવનસાથી પર ઓર્ડર ન કરતા. પરંતુ તેને પ્રેમથી સમજાવીને તે વસ્તુ વીનંતી કરીને કહી શકો છો. આવું કરવાથી સંબંધોમાં અંતર નહી વધે સાથેજ સંબંધો મજબૂત થશે

સારા ખરાબ સમયમાં તેનો સાથ આપો

ક્યારેય પણ તમારા પાર્ટનરને કામને લઈને કે ઘરને લઈને ચીંતા હોય ત્યારે તેનો સાથ આપવો તમારી ફરજ છે. સાથેજ તેનો સમય સારો હોય તો પણ તમે તેને એકલો ન મૂકી શકો. તમારે તેના સારા અને ખરાબ બંન્ને સમયમાં તેની પાસે રહેવાનું છે. જેથી તમારા સંબંધો પહેલા જેવા મજબૂત રહેશે.

મિત્રો સાથે ફરવા પ્રત્યે રોકટોક ન કરો

દરેક જીવનસાથીને તેના મિત્રો સાથે ફરવા માટે પણ સમય જોઈતો હોય છે. જેથી ક્યારેય પણ તેમના મિત્રો સાથે હરવાફરવા પર રોકટોક ન લગાવી જોઈએ. આવું કરવાથી તે પોતાની જાતને બંધાયેલી માનશે સાથેજ સંબંઘો વચ્ચે અંતર પણ મોટું થઈ શકે છે.

નાના પ્રયત્નો પણ આવકારો

જો તમારો જીવનસાથી કોઈ પણ મુદ્દે કોઈ સારો પ્રયાસ કરી રહ્યો છે. તો તેને ક્યારેય રોકશો નહી પરંતુ તેના તે પ્રયત્નને આવકારો. સાથેજ તેના કામમાં પણ તેનો સાથ આપો જેથી તે ખુશ રહેશે.

વખાણ કરો

દરેક વ્યક્તિને કોઈ તેના વખાણ કરે તે ઘણું પસંદ આવે છે. ખાસ કરીને જ્યારે તમારો જીવનસાથી તમારા વખાણ કરે તે તો બધાને ગમે છે. પાર્ટનરના તેની સામેજ વખાણ કરવાથી સંબંધોમાં મધુરતા આવે છે. સાથેજ પહેલા કરતા વધારે વિશ્વાસ બને છે.

દરેક મૂવમેન્ટ ઉજવવાનું રાખો

જીવનાસાથી સાથે તમે જે પણ ક્ષણો વીતાવો તે તમે પૂરા દીલથી ઉજવવાનું રાખો, આવું કરવાથી તેને પણ ખુશી મળશે. ભલે તમે 2 કલાક માટે પણ બહાર ફરવા માટે જાવ ત્યારે તમે તે મૂવમેન્ટને બધું ભૂલીને સેલીબ્રેટ કરવાનું રાખો

ખાસ સમયને વધારે ખાસ બનાવો

તામારા જીવનસાથી માટે તેનો જન્મદિવસ કે પછી લગ્ન અથવા સગાઈની તારીખ આ બધું ખાસ કહી શકાય. જેથી તમે તે દિવસે કઈક એવું કરો કે તે દિવસ તેના માટે વધારે ખાસ બની જાય . જેથી તમારા બંને વચ્ચે પ્રેમ વધશે.

પરિવારમાં રસ દાખવો

જીવનસાથી સામે તેના પરિવાર વિશે ક્યારેય પણ ખરાબ ટિપ્પણી ન કરો. કારણકે જેટલો પ્રેમ તે તમને કરે છે તેટલોજ પ્રેમ તે તેના પરિવારને પણ કરતો હોય છે. જેથી શક્ય બને ત્યા સુધી તમે તેના પરિવારમાં રસ દાખવો. જેથી તેના પ્રત્યે તમારું માન વધશે.

મજાક મસ્તી કરવાનું રાખો

સંબંધોમાં માત્ર ગંભીરતા રાખશો તો સબંધો પણ ગંભીર બની જશે. માટે હંમેશા એકબીજાને મિત્રોની જેમ રાખો જેથી સંબંધોમાં મસ્તી મજાક પણ થતા રહેશે. સાથેજ મસ્તી મજાક કરવાથી તમારા સંબંધો પણ મજબૂત બનશે.

પસંદગીનું ખાવાનું બનાવો

તમારા પાર્ટનરને શું ખાવાનું ગમે છે તે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. સાથેજ એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે તમારા પાર્ટનર માટે તમારે તમારે જાતે તેની પસંદગીનું ખાવાનું બનાવું જોઈએ કારણકે આવું કરવાથી તમારા પ્રત્યેનો તેનો પ્રેમ પણ જરૂરથી વધશે.

ક્યારેય ખરાબ વર્તન ન કરો

તમારા પાર્ટનર પ્રત્યે તમારે ક્યારેય પણ ખરાબ વર્તન ન કરવું જોઈએ. આવું કરવાથી તમારા સંબંધો ક્યારેય પણ મજબૂત નહી થાય. ખાસ કરીને તેના મિત્રોની સામે અથવા તેના પરિવારની સામે ક્યારેય તેની જોડે ખરાબ વર્તન ન કરો.

પરિવાર અને મિત્રો સામે વખાણ કરો

તમારે તમારા પાર્ટનરના પરિવારની સામે અને તેના મિત્રો સામે તેના વખાણ કરવા જોઈએ. આવું કરવાથી તમારા પ્રત્યે તેનો પ્રેમ વધશે. સાથેજ તમારા સંબંધો પણ વધારે મધુર બનશે.

રોમેન્ટિક સવાલ જવાબ કરો

સંબંધોમાં રોમેન્સ ઘણો જરૂરી છે. માટે જ્યારે પણ સમય મળે ત્યારે તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સવાલ જવાબ કરીને તેની સાથે રોમેન્સ કરી શકો છો. જે તમારા પાર્ટનરને જરૂરથી ગમશે. સાથેજ તમારા સંબંધો પણ વધારે મજબૂત થશે

ગોળ ગોળ વાતો કરવાનું ન રાખો

જ્યારે કોઈ વ્યક્તિ મુદ્દાની વાત ફેરવીને ગોળ ગોળ વાતો કરવાનું રાખે છે. ત્યારે તેને સૌથી વધારે ગુસ્સો આવતો હોય છે. માટે ક્યારેય પણ તમારા જીવનસાથી સાથે કોઈ પણ મુદ્દે ગોળ ગોળ વાતો કરવાનું ન રાખતા. હંમેશા કોઈ પણ મુદ્દે તેને સચોટ જવાબ આપવાનું રાખજો.

ભવિષ્યની યોજના એકબીજાને જણાવો

તમારા જીવનસાથીને ખુશ રાખવા માટે તમારે ભવિષ્યમાં શુ પ્લાન કરવાના છો તે વાતચીત કરવી પણ ઘણી જરૂરી છે. કામમાંથી થોડીક વ્યસ્તતા કાઢીને પોતાના ભવિષ્ય વીશે તેની સાથે બેસીને વિચારશો તે વધારે સારુ રહેશે.

જીવનસાથીનું મંતવ્ય પુછો

દરેક વ્યક્તિએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના જીવનસાથીનું મંતવ્ય પુછવું ઘણું જરૂરી છે. માટે કોઈ પણ મુદ્દે તમે વાતચીત કરો કે પછી નિર્ણય કરો. તમારા જીવનસાથીનું મંતવ્ય પુછવાનું રાખો તે તમારા માટે ઘણું જરૂરી છે.

ક્યારેય સરખામણી ન કરો

હંમેશા તમારા જીવનસાથીને બધાથી અલગ રાખજો. ક્યારેય પણ તેની કોઈની સાથે સરખામણી ન કરતા કારણકે આવું કરવાથી સંબંધોમાં અંતર વધી જાય છે. સાથેજ ઝઘડાઓ પણ થવા લાગે છે. માટે બને ત્યા સુધી તમારા પાર્ટનરની કોઈની સાથે સરખામણી ન કરતા.

વિજાતીય વ્યક્તિથી અંતર રાખો

દરેક વ્યક્તિને એવો જીવનસાથી ગમે છે જે તેના પ્રત્યે ઈમાનદાર રહે. પતિ પત્નીના સંબંધોમાં જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિનું આગમન થાય છે. ત્યારે તેનું પરિણામ ઘણી વખત ગંભીર આવતું હોય છે. માટે હંમેશા તમારા સાથી પ્રત્યે ઈમાનદાર રહેજો જે તમારા સંબંધો માટે ઘણું જરૂરી છે.

દરેક વસ્તુમાં ભાગીદાર બનો

નાનામાં નાની વસ્તુ હોય તો પણ તમારે જીવનસાથીનો ભાગીદાર બનવાનું. એકજ પ્લેટમાં ખાવાથી પણ પ્રેમ વધે છે. જેથી બને ત્યા સુધી તમારા જીવનસાથી સાથે દરેક વસ્તુમાં ભાગીદાર બનો. જેથી બંને વચ્ચેનો પ્રેમ વધારે મધુર બનશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment