અમારું ચાર જણા નું ખુશ પરિવાર મમ્મી, પપ્પા, ભાઈ અને બધા ની જ લાડલી હું એટલે મીનાક્ષી. મારા પાપ ખૂબ જ કડક સ્વભાવ અને અનુસાસન પ્રિય હતા પણ હું જ્યારે જીદ કરતી ત્યારે તે બધુ જ ભૂલી જતા. અને મારા મમમી ખૂબ જ શાંત સ્વભાવ ના અને સીધા હતા. જ્યારે તે મને બોલતા તો એવું લાગતું કે તે મને લોરી સાંભળાવી રહ્યા છે. હું જોર થી હસી કાઢતી હતી” કે શું મમ્મી કમ સે કમ ગુસ્સો તો સરખો કર”તે હસી ને શાંત થઈ જતી હતી. ભાઈ ની તો હું જાન હતી બધા જ મારી ફરમાઇશ પૂરી કરવા માં લાગી જતા.
મારી બી. એ ની પરીક્ષા પૂરી થઈ અને મારા ફોઇ અને ફુવા એ મારા લગ્ન ની વાત કરી. ફુવા એ એક છોકરો બતાવ્યો અને કહ્યું કે” હું આ છોકરા ની ગેરેન્ટી લઉ છુ. ફુવા એ કહ્યું કે એક વર્ષ થી હું આ છોકરા ને ઓળખું છુ તે છોકરો સ્વભાવ માં તો સારો છે જ સાથે જ દેખાવ માં પણ સારો છે અને તેને એન્જિનીયરિંગ કર્યું છે. મીનું માંટે આના થી સારો છોકરો નહીં મળે. પપ્પા એ મારી સામે જોયું અને મને શરમ આવી”.
ગયા વર્ષે હું મારા ફોઇ ના ઘરે કાનપુર ગઈ હતી. ત્યાં એક ગૌતમ નામના છોકરા જોડે મારી મુલાકાત થઈ. તેનું વ્યક્તિવત થોડું હીરો જેવુ હતું મને એવું ન હતું કે તેના પ્રતે પ્રેમ હતો ફક્ત આકષણ જ હતું. હું મારા ઘરે પાછી આવી એટલે તે બધુ જ ભૂલી ગઈ.
પપ્પા, ભાઈ અને મમમી ફુવા ની વાત થી સહમત થયા અને તેમને ફુવા પર પૂરો ભરોસો હતો. મમ્મી એ મને પૂછ્યું” જો અમને તો બધુ જ સારું લાગે છે, તારી શું ઈચ્છા છે? અમે તારી મરજી વગર આગળ નહીં વધીએ.” ઈચ્છા તો એવ જ હતી કે તરત જ હા કહી દઉં પણ આટલા બધા વચ્ચે કેવી રીતે હા પાડુ? મે ગરદન જુકવી ને હા કીધું.”
ગૌતમ ના મમ્મી-પપ્પા બનારસ માં રહેતા હતા. એક અઠવાડિયા પછી તે કાનપુર આવા ના છે. ફોઇ એ કહ્યું કે હું પહેલા ગૌતમ ના વિચાર જાણી લઉ પછી તમે તેના મમ્મી પપ્પા ને મળવા આવજો. બે દિવસ પછી ફોઇ ફુવા તેમના ઘરે જતા રહ્યા મારા મન માં ઘભરાહટ થવા લાગી કે ગૌતમ શું જવાબ આપશે. ફોઇ એ જ દિવસે ગૌતમ ને ખાવા પર બોલાયો અને લગ્ન ની વાત કરી. તેને અચકાતા કહ્યું કે તમે આ વિશે પહેલા મમ્મી પપ્પા સાથે વાત કરો. ફોઇ એ કહ્યું કે તેમના સાથે તો અમે વાત કરીશું જ પણ પહેલા તારો વિચાર પણ જાણી લઈએ. ગૌતમે તો હા પાડી પણ એ પણ કહ્યું કે છેલ્લો વિચાર તો મારા મમ્મી અને પપ્પા નો જ રહેશે. ફોઇ એ ફોન કરી ને અમને ત્યાં બોલવ્યા, હું ખૂબ જ ખુશ હતી કે મારા સપના નો રાજકુમાર મને મળશે.
ગૌતમ ના મમ્મી અને પપ્પા સાથે વાત થઈ તેની મમ્મી ખૂબ જ વધુ ચપળ છે. તે વારે વારે એજ બોલતી કે ભણવાનું તો ઠીક છે કે ઘર ના કામો તો કરી લે છે ને? ગૌતમ ને બધુ અલગ અલગ ખાવાનો શોખ છે. અમે અમારી વહુ ને નોકરી નહીં કરાવીએ. નોકરી નો વિચાર મન માં પણ ન લાવતા.” પપ્પા ખૂબ જ શાંત સીધા અને સજ્જન વ્યક્તિ હતા. એક દમ ગૌતમ જેવા. અમે જ્યારે ત્યાં થી પાછા ફર્યા ત્યારે મમ્મી એ કહ્યું કે “ગૌતમ ની મમ્મી ખૂબ જ ચપળ છે મને થોડી ઘભરાટ થાય છે.” ફોઇ એ કહ્યું કે માં ને છોડો. છોકરો હીરો છે હીરો!વધુ વિચારશો નહીં મન પાકુ કરી લો.
અમે જેવા લખનઉ પહોંચ્યા ત્યાં જ ફોઇ નો ફોન આવ્યો કે બધાઈ હો. સોના ની બંગડી લઇશ. તે લોકો એ હા કહી દીધું છે. આ રવિવારે તે લોકો સગાઈ કરવા માંગે છે. પપ્પા એ કહ્યું કે તમને પણ બધાઈ હો, બંગડી સુ તમારે જે લેવું હોય એ લઈ લેજો. ફોઇ જોડે વાત કરી ને પપ્પા ખૂબજ ખુશ હતા. પણ માં નો ચહેરો થોડો ફિકો પડી ગયો હતો. હું સમજી ગઈ કે ગૌતમ ની મમ્મી થી તે પરેશાન છે. મે તેને હગ કરતાં કહ્યું કે ટુ ચિંતા ના કર, બધુ જ સારું થશે. તેમણે મને પૂછ્યું કે “ તુ તો ખુશ છે ને? મે કહ્યું કે હા” અને તેમના ગળે લાગી ગઈ.
ગૌતમ તેના મમ્મી પપ્પા સાથે અમારા ઘરે આવ્યો. ફોઇ અને ફુવા પહેલા જ આવી ગયા હતા. સગાઈ પૂરી થઈ અને અમે ફોઇ ના કહેવા પર ધાબા પર ગયા જેઠી અમે બંને એક બીજા ને સમજી શકીએ. અમારા બંને વચ્ચે વાતો થઈ અને ત્યાં જ ફોઇ એ અમને નીચે બોલાવી લીધા. લગ્ન ની તારીખ બે મહિના પછી ની નક્કી થઈ. ફોઇ એ કહ્યું કે ટુ જલ્દી જ મારી પાડોશી થઈ જઈશ. લગ્ન અને સગાઈ વચ્ચે ના સમયગાળા માં ગૌતમ ના ફોન આવતા. અમે એક બીજા વિશે ખૂબ જાણતા થયા અને સારા મિત્ર બની ગયા.
લગ્ન પછી 10 દિવસ હું સાસરી માં રહી ગૌતમ ની માં બિલકુલ પણ એવી ન હતી જેવી અમે તેમને પહેલી મુલાકાત માં જોઈ હતી. એક દિવસ તેમણે મને બેસાડી ને બધુ સમજાયું કે જો બેટા, ગૌતમ મારો એક માત્ર છોકરો છે, તે મારુ બધુ જ છે અને તારું પણ, હું તેને ખૂબ પ્રેમ કરું છુ અને તુ પણ કરીશ. આપણાં બંને ના સંબંધ જેટલા સારા હશે તેટલો જ તે ખુશ રહેશે. આપણાં બંને નો પ્રયત્ન એજ રહેવો જોઈએ કે તે ખુશ રહે. મે કહ્યું “તમને ક્યારે પણ ફરિયાદ નો મોકો નહીં મળે”તમે ભરોસો રાખો. તે ખૂબ થઈ ને બોલી” ચાલો તો એક હગ કરીએ” અમે બંને ગળે લાગ્યા અને બંને ની આંખો ભીની થઈ ગઈ.
અમે કાનપુર આવ્યા. ફોઇ એ ઘર ને સારું રાખવા માં મારી મદદ કરી. જ્યાં સુધી અમારું ઘર વ્યવસ્થિત ન થઈ જાય ત્યાં સુધી અમે ફોઇ ના ઘરે જ ખાતા હતા. એક દિવસ ફોઇ એ કહયું કે ફુવા નું ટ્રાન્સફર જાસી માં થયું અને તેઓ થોડા દિવસ માં ત્યાં જતા રહેશે.
ફોઇ ત્યાં થી જતા રહ્યા હું અને ગૌતમ તેમને મૂકવા સ્ટેશન ગયા. ત્યારે રસ્તા માં ફોઇ એ મને ગળે લગાવી અને કહ્યું કે બંને જણા સારી રીતે રહેજો. ગૌતમ ખૂબ સારો છોકરો છે તે તને હમેશા ખુશ રાખશે.
ગૌતમ ની સાથે મારી જિંદગી શરૂ થઈ. તેમણે ખૂબ પ્રેમ અને માંન આપ્યું અને મને આગળ વધવા માંટે પ્રોત્સાહન આપ્યું. તેમની સહાય થી મે એમ.એ નું ફોમ ભર્યું અને જલ્દી જ ભાઈ ના લગ્ન પણ નક્કી થયા. છ મહિના પછી ભાઈ ના લગ્ન થયા. ભાભી સાથે મળી ને એવું લાગ્યું કે અમારી ખૂબ જ જામશે.
છ મહિના વિત્યા અને ભાઈ ના લગ્ન નો દિવસ આવ્યો. અમે એક અઠવાડિયા પહેલા જ ત્યાં પહોંચ્યા. ધીરે ધીરે ઘર મહેમાનો થી ભરવા લાગ્યું અને પછી ફોઇ ફુવા પણ ત્યાં આવ્યા હું ફોઇ ને ગળે લાગી. તેમણે ધીમે થી કાન માં પૂછ્યું કે “કોઈ ખુશ ખબરી નથી?”પછી તો વાત જ થવા લાગી ભાઈ ના લગ્ન થઈ ગયા અમારા ઘર માં એક નવું સદસ્ય આવી ગયું. બધા જ મહેમાન પોત પોતાના ઘરે જતા રહ્યા અમે પણ કાનપુર આવી ગયા. મે ગૌતમ ને કહ્યું કે બધા ના મોઢા પર એક જ પ્રશ્ન હતો. તેમણે ગંભીર સ્વર માં કહ્યું કે અત્યારે તેની માંટે જલ્દી છે, પહેલા એમ. એ તો પૂરું કરી લો. “
લગ્ન થી પાછા ફરતા હજી ત્રણ મહિના પણ નથી અને ત્યાં મમ્મી નો ફોન આવ્યો કે તુ ફોઇ બનવાની છે. હું ખૂબ જ ખુશ થઈ . પરીક્ષા પૂરી થતાં જ હું મમ્મી પાસે ગઈ. આ વખતે તો મમ્મી એ પૂછી જ લીધું કે ટુ ક્યારે આપવાની છે ખુશ ખબરી?મે કીધું કે ભણતર પૂરું થયા પછી જ અમે બાળક નું વિચારીશું. 15 દિવસ માં તો મારા અને ભાભી વચ્ચે તો ખૂબ જ ગાઢો સંબંધ થઈ ગયો. મારી ફરમાઇશ પૂરી કરવામાં તો મારા ભાભી એ બધા ને માત આપી દીધી. ત્યાં થી પાછા ફરતા અમે ફોન પર પણ લાંબી લાંબી વાતો કરતાં. મમ્મી કરતાં ભાભી જોડે મારી વધુ વાતો થતી.
મારુ એમ. એ નું એક વર્ષ પૂરું થયું. સારા નંબર સાથે પાસ કર્યું. ગૌતમ પણ ખુશ હતા તેઓ એવું ઇચ્છતા હતા કે હું પછી બી. એડ પણ કરું. નોકરી કરવી ન કરવી મારી પર હતું. તેઓ એવું કહેતા દરેક પાસે એવી ડિગ્રી હોવી જોઈએ કે જેથી ભવિષ્ય માં તે કામ કરી શકે. મે બીજા વર્ષ નું ફોમ પણ ભરી દીધું.
એક દિવસ સવારે ભાઈ નો ફોન આવ્યો કે “તુ ફોઇ બની ગઈ છે, છોકરો થયો છે” ભાઈ ની ખુશી નો પાર ન હતો અમે તરત લખનઉ પહોંચી ગયા. ભત્રીજા ને હાથ માં લઈ ને હું ખૂબ જ ખુશ હતી. અમે પાછા કાનપુર જતા રહ્યા અને 2-3 મહિને તેને મળવા જતી.
મારી પરીક્ષા નજીક આવી રહી હતી. એટલે હું બધુ જ ભૂલી ને તૈયારી માં લાગી. પરીક્ષા પૂરી થતાં જ હું મારા ભત્રીજા પાસે પહોંચી ગઈ. હું આખો દિવસ તેની પાસે જ રહેતી અને મારા અંદર ની માં પણ જાગી ગઈ. હું પણ માં બનવા માંગતી હતી. મારી ઈચ્છા હતી કે હું એક સારી પત્ની અને માં બનાવા માંગતી હતી.
લગ્ન ના બે વર્ષ થઈ ગયા. આ વખતે જ્યારે માજી આવ્યા ત્યારે તેમણે કહ્યું કે ભણવા-લખવાનું બહુ થયું. હવે હું દાદી બનવા માગું છુ. એમ. એ પૂરું થતાં જ ગૌતમ બી. એડ નું ફોમ લઈ આવ્યા. મે અચકતા કહ્યું કે “મને નોકરી નો શોખ તો છે જ નહીં અને માજી પણ ન હતા જ ઇચ્છતા કે હું નોકરી કરું. અમે બંને કઈક બીજું જ ઈચ્છીએ છીએ. ગૌતમ એ પણ હસતાં કહ્યું કે” હું પણ એજ ઈચ્છું છુ”.
ભાઈ એ છોકરા ના જન્મ દિવસ પર એક પાર્ટી નું આયોજન કર્યું. હું અને ગૌતમ ત્યાં પહોંચ્યા. ફોઇ પણ ત્યાં આવી ગયા હતા. મને જોઈ ને બોલ્યા કે હજી તારો ખોળો નથી ભરાયો? તારી ભાભી ને હવે બીજું આવશે. ફોઇ ના આવા શબ્દો સાંભળી ને મને રડું આવી ગયું અને મે આશ્ચર્ય સાથે ભાભી સામે જોયું. તેમણે હા માં જવાબ આપ્યો. હું ખુશી થી ગળે લાગી અને કહ્યું કે આ વખતે મારે ભત્રીજી જોઈએ.
મહિના ના મહિના વીતવા લાગ્યા પણ મારા ઘરે આશા ની કોઈ કિરણ ચમકી નહીં. હું ઉદાસ થતી ત્યારે ગૌતમ મનોબળ વધારતા. ફરી એક વાર ભાઈ નો ફોન આવ્યો અને કહ્યું કે છોકરી થઈ છે. ભાઈ ના આવાજ માં ઉદાસી હતી હું જણાતી હતી કે આ ઉદાસી છોકરી થઈ એની ન હતી. પણ એ ઉદાસી મારી માટે હતી. મારા લગ્ન એમની પહેલા થયા અને હજી પણ મારો ખોળો સુનો હતો.
હોસ્પિટલ માં ભત્રીજી ને ભાઈ ના ખોળા માં મૂકતાં કહ્યું કે” હવે મારી જગ્યા આ લેશે” ભાઈ એ છોકરી ને ઘોડિયા માં સુવડાવી અને કહ્યું કે તારી જગ્યા કોઈ નહીં લઈ શકે. ભાઈ નો અવાજ રૂંધાઈ ગયો અને તે ભાવુક થઈ ગયો. પછી મે પોતાની જાત ને સંભાળી, ખુશી ના અવસર પર ભાવુક થવું સારું નથી. મમ્મી એ કહ્યું ક કોઈ ડોક્ટર ને બતાવી જો. મે ફીકી સ્માઇલ આપી.
એક દિવસ ગૌતમે મને કહયું કે તુ બી. એડ નું ફોમ ભરી દે. કોઈ ખુશ ખબરી હશે તો ભણવાનું છોડી દેજે. આખો દિવસ શું કરીશ. કઈક કરીશ તો મન પણ વ્યસ્ત રેહશે.આંખ માં આસું ની સાથે મે કહ્યું કે” માજી ને શું કહીશ, ગૌતમે કહ્યું કે તેની ચિંતા છોડી દે.
મારુ બી. એડ પણ પૂરું થઈ ગયું પણ મારો ખોળો સુનો જ રહ્યો. મે ગૌતમ ને કહયું કે આપણે ડોક્ટર જોડે જવું જોઈએ, એવું ન થાય કે પછી ત્યાં જવા માં પણ મોડું થઈ જાય. તેઓ આ વાત થી સહમત ન હતા પણ મારી ખુશી માંટે તે રેડિ થયા. ડોક્ટર એ અમારા બંને ના ઘણા બધા રિપોર્ટ કરાવ્યા હવે ફક્ત રિપોર્ટ આવે તેની જ રાહ જોતાં હતા સાથે માજી પણ તેની રાહ જોઈ રહ્યા હતા.
દવાખાનું ગૌતમ ના ઓફિસ જતા રસ્તા માં જ આવતું હતું એટલે તેઓ રિપોર્ટ લઈ ને આવવાના હતા. હું સવાર થી રિપોર્ટ ની રાહ જોતી હતી. ગૌતમ ના આવતા જ મે પૂછ્યું “ શું થયું રિપોર્ટ મળી? શું હું માં બની શકીશ? ગૌતમે ઉદાસ ચહેરે કહ્યું કે રિપોર્ટ આવતા અઠવાડિયે મળશે અને બેગ પકડાવતા તેમણે મને ચા મૂકવા કહ્યું.
ચા લઈ ને હું ગૌતમ જોડે ગઈ તો તેઓ કોઈ ની જોડે ફોન પર ગુસ્સા માં વાત કરતાં હતા, શું? બીજા લગ્ન કરી લઉ?માં કમી મારા માં છે એના માં નહીં. એટલે રિપોર્ટ આવી ગઈ છે ગૌતમ મારા થી જૂઠું કેમ બોલ્યા?માં ને કહેવા કરતાં પહેલા મને કહવું હતું. ગૌતમે કહ્યું કે ત્યાં કેમ ઊભી છે?અહિયાં આવ. ગૌતમ ને મે પૂછ્યું કે તમે મારા થી જૂઠું કેમ બોલ્યા?બધુ સારું થઈ જશે ને? ગૌતમે મને ગળે લગાવતા કહયું કે મારો વિશ્વાસ કરો જલ્દી જ બધુ ઠીક થઈ જશે.” હવે આપણે આ વિશે વધુ વાત નહીં કરીએ”
ઘણો સમય વીતી ગયો એક દિવસ કબાટ સાફ કરતાં મને રિપોર્ટ મળી ગઈ. તેને ગૌતમ ને કહ્યું કે હું માજી ને ફોન કરી ને બધુ જ સાચું જ કહી દઉં છુ કે તમારા બીજા લગ્ન કરવી દે. ગૌતમે ફોન ખેચતા કહ્યું કે હવે પછી આ વાત ન થવી જોઈએ. વાયદો કર કે રિપોર્ટ ની વાત કોઈ ને નહીં કરે. તમે આવું કેમ કરો છો? મારી કમી ને તમારી કમી છે એમ કહો છો.”? રિપોર્ટ ની વાત કરતાં જ બધા મને બીજા લગ્ન માટે દબાણ કરશે, તને ઊંધી વાતો કરશે જે મને મંજૂર નહીં હોય. હું પુરુષ છુ એટલે કોઈ કઈ જ કહી નહીં શકે. તેમણે હાથ લંબાવી ને વાયદો માંગ્યો કે હું આ વાત કોઈ ને નહીં કહું. મે બેમને તેમનો હાથ પકડ્યો.
મારી માંટે જાણે સમય થમી ગયો છે પણ તે ખૂબ જ જડપી ચાલતો હતો. મારી ભત્રીજી 2 વર્ષ ની થઈ ગઈ હતી અને મારા ભાભી ફરી થી માં બનવા ના હતા. માં ખૂબ બીમાર હતી હું તેને જોવા લખનઉ ગઈ. આ વખતે ભાભી ના ચહેરા પર તે રોનક ન હતી જે પહેલા બે વાર માં હતી. મે ભાભી ને પૂછ્યું કે, “બધુ સારું છે ને? ભાભી એ કહ્યું કે હું ત્રીજું બાળક નથી ઇચ્છતી, ત્રણ બાળકો પાળવા સહેલું કામ નથી.” ભાભી એ કહયું કે જો છોકરો થયો તો ઠાઈક છે પણ જો છોકરી થઈ તો તમારા ભાઈ ની કમાઈ પૂરી નહિ પડે. મે ભાભી ને કહયું કે “છોકરી થઈ તો મને આપી દેજો. ભાભી એ હસતાં કહ્યું કે છોકરો થાય કે છોકરી તમારી જ હશે.” મે ભાભી ને કહ્યું કે “પક્કું ને? આ બાળક મારુ જ હશે”? તેમણે કહ્યું “હા, હા તમારું જ હશે. ભાઈ એ બધી જ વાત સાંભળી લીધી અને તે આ વાત પર સહમત થયા. કાનપુર આવી ને મે ગૌતમ ને બધી જ વાત કરી ગૌતમ ખૂબ જ ખુશ થઈ ગયા. કોઈ બીજા નો છોકરો દતક લેવા માં તેમને કોઈ વાંધો ન હતો.
હું મહિના માં 10-12 દિવસ ભાભી જોડે રહેવા લાગી. માં ની તબિયત સારી હતી પણ તેમના માં પહેલા જેવી તાકાત ન હતી. હું ભાભી નું ધ્યાન રાખતી અને તેમની જોડે ડોક્ટર પાસે જતી. ભાભી જોડે રહી ને હું એ બધુ જ ફીલ કરતી જેનાથી ભગવાને મને દૂર રાખી.
જેમ જેમ સમય નજીક આવ્યો તેમ તેમ હું ત્યાં વધુ દિવસ પસાર કરવા લાગી. ગૌતમે મને ક્યારે પણ ન રોકી. એક દિવસે સવારે ભાઈ એ મને જગાડી અને કહ્યું કે જલ્દી થી તૈયાર થઈ જા આપણે દવાખાને જવાનું છે. મે ગૌતમ ને ફોન કર્યો અને તૈયાર થઈ ને ભાભી જોડે પહોંચી ગઈ. ભાભી નો હાથ પકડી ને મે પૂછ્યું કે”ભાભી બાળક મને આપશો ને?” ભાભી એ પાપણ ના ઇશારા થી હા પાડી.
થોડી તકલીફ પછી ડોક્ટર એ આવી ને કહ્યું કે છોકરી થઈ છે અને બંને સ્વસ્થ છે. તે સમય કાઢવો થોડું મુશ્કેલ હતો. ગૌતમ એ કાન માં આવી ને કહ્યું કે” માં બનવા બદલ ખૂબ અભિનંદન. મે કહ્યું કે તમને પણ અભિનંદન”
એક અઠવાડિયા સુધી ભાભી હોસ્પિટલ માં હતા. બાળક ને અલગ રૂમ માં રાખેલ હતું. ભાઈ ભાભી નું ધ્યાન રાખતા. હું પણ ભાભી ને તેમના ખબર અંતર પૂછતી. હું બાળક ના રૂમ ની બહાર ઊભી રહી ને તેને જોયા કરતી.
ભાભી અને બાળક બંને ઘરે આવ્યા. ભાભી ની તબિયત થોડી સારી ન હતી એટેલ બાળક ની સંભાળ હું જ રાખતી. મારા અંદર ની મમતા જાગી ગઈ. ભાભી બાળક ને દૂધ પીવડાવતી. બસ આજ કામ હું ના કરી શકી.
ભાભી ધીરે ધીર ઠીક થવા લાગી. તે બાળક નું બધુ જ કામ કરવા લાગ્યા. ક્યારેક તે મને એવું જ જાતવતી કે તે જ માં છે આ બાળક ની. હું તેમને પૂછતી કે “ભાભી બાળક તમે મને આપશો ને”? તેમણે દબાયેલા અવાજ માં કહયું કે “તમારી જ છે” હું ત્યારે જ સમજી ગઈ કે તેમને કોઈ ઈચ્છા નથી. હું જલ્દી જ જલ્દી બાળક ને અહિયાં લઈ જવા માંગતી હતી. પણ માજી એ કહ્યું કે પૂજા પહેલા ન લઈ શકાય.
પૂજા ના એક દિવસ પહેલા ગૌતમ પણ આવી ગયા. તેઓ ખૂબ જ ઉત્સુક હતા. મે બધા ને કહ્યું કે પૂજા માં છોકરી(ગુડિયા) જોડે અમે બંને બેસીએ. માં એતો ના પાડી દીધી કે પૂજા માં તો ભાઈ ભાભી જ બેસશે. પછી તે તમને સોંપી દેશે. ભાભી ગુસ્સા મા બોલી કે ગુડિયા હજી ઘણી નાની છે તેને માં ની જરૂર છે. ત્યાં આવેલા બધા જ લોકો ભાભી નું આ રૂપ જોઈ ને ચોંકી ગયા. મે શાંતિ થી કહ્યું કે “ભાભી મે ડોક્ટર જોડે વાત કરી લીધી છે” ભાભી એ ગુસ્સા માં કહ્યું કે ડોક્ટર ને ખબર કે મને(માં) ને ખબર. “મે મારા જીવ ને જોખમ માં નાખી ને તેને જન્મ આપ્યો છે અને તેને દૂધ પીવડાવું છુ.”
મે ઘણી વિનમ્રતા થી કહ્યું”ભાભી તમે શાંત થઈ જાવ”. અમે ગુડિયા ને બે-ત્રણ દિવસ પછી જ લઈ જઈશું. ભાભી એ કહ્યું કે શું બે ત્રણ દિવસ માં એને એના માં ની જરૂર નહીં પડે.?હું બાળક ને નહીં આપું. તમે જ્યારે ચાહો ત્યારે તેને રમાડી શકો છો”. આ સંભાળી ને મારા પગ નીચે થી જમીન ખસી ગઈ. મારી આંખ આગળ અંધારા આવી ગયા. મારી આંખ માં આસું સાથે મે ગૌતમ ની સામે જોયું ત્યારે તેમની આંખો પણ ભીની થઈ ગયેલી હતી.
મને એવું લાગ્યું કે આ સમયે ભાભી જોડે વાત કરવાનો કોઈ ફાયદો નથી. ગૌતમ ભાભી ની વાત થી ખૂબ જ પરેશાન હતા. તેમણે મને કોઈ પણ વાત ન કરવા માંટે કહ્યું. અમે બાળક જોડે રહવા માટે તૈયાર હતા. મે પણ મન બનાવી લીધું છે. હું પણ પીછે હટ નહીં કરું.
સવારે હું ભાભી ના રૂમ માં ગઈ અને પૂછ્યું કે” તમે ગુડિયા ને ક્યારે આપશો મને?” ભાભી એ કહ્યું ક્યારે પણ નહીં. મે આજીજી કરતાં કહ્યું કે આવું ન કરશો, હું નહીં રહી શકું ગુડિયા વગર. મહિના ભર તેની સાથે રહી ને તુ મરી જઈશ વિચાર તો મારુ શું થશે?ભાભી એ કહ્યું. મે ભાભી ને કહયું કે મે તમને ગુડિયા વિશે વારે વારે પૂછ્યું હતું તમે દર વખતે હા જ પાડી હતી. તમે તમારા વાયદા થી ફરી રહ્યા છો” ભાભી કહે છે કે”હું કયા ના પાડુ છુ. આજે પણ એ તમારી જ છે પણ ભત્રીજી ના રૂપ માં” “ જો તમે મારુ અને તમારા ભત્રીજા ઑ નું સારું ઈચ્છો છો તો આ વિચાર છોડી ને તમારા ઘરે જતા રહો”. મે ગુડિયા ના માથે હાથ ફેરવ્યો અને હું ત્યાં થી જતી રહી. પાછળ થી ભાભી એ બૂમ પાડી ને કહ્યું કે” જ્યાં સુધી તમારું બાળક માંટે નું ભૂત ઉતરી ના જાય ત્યાં સુધી પાછા ન આવતા.”
રડતાં રડતાં હું રૂમ ની બહાર આવી ત્યારે ગૌતમ તેમના મમ્મી અને તેમના ભાઈ ત્યાં જ ઊભા હતા. ગૌતમે મારો હાથ પકડ્યો અને અમે ત્યાં થી ચાલી નિકડ્યાં. ભાઈ એ રસ્તો રોકવાની કોશિશ કરી. પણ ગૌતમે હાથ જોડી ને ભાઈ અને મમ્મી થી વિદાય લીધી. મારી આંખો આસું થી ભરાયેલી હતી પણ આસું બહાર ન આવ્યા. માં અને ભાઈ ની પણ હિંમત ના થઈ કે તેઓ મને રોકી શકે.
અમને પાછા આવી ને એક અઠવાડિયુ થઈ ગયું. હું ના તો ખાતી, ન તો બોલતી, એક દમ સૂમ થઈ ગઈ હતી. મને ગુડિયા પ્રતે ખૂબ જ લગાંવ થઈ ગયો હતો. ભાભી ને તો છોકરી જોઈતી ન હતી, તો પણ તેઓ કેમ આ રીતે બદલાઈ ગયા. પછી મે નક્કી કર્યું કે આજ પછી હું કોઈ પણ બાળક ને દત્તક નહીં લઉ, કોઈ બાળક ને પ્રેમ નહીં કરું. કોઈ ની પર પણ મારી મમતા નહીં લુટાવું. જે વસ્તુ મને ભગવાને જ નથી આપી એ મને મારા ભાભી શું આપવાના?
એક દિવસ ભાઈ અમને મળવા આવ્યા. મારી હાલત જોઈ ને કહું જ દુખી થયા. જતા સમયે મને ગળે લગાવી ને કહ્યું કે” હું તો ક્ષમા માગવાને પણ લાયક નથી, જલ્દી થી સારી થઈ જા નહીં તો પોતાને માફ નહીં કરી શકું”.
ગૌતમ ના કહેવા પર મે સ્કૂલ ની નોકરી ચાલુ કરી. સ્કૂલ થી આવી ને સાંજે હું ગરીબ બાળકો ને મફત ભણાવતી. દિવસ ભર વ્યસ્ત રહેતી, ગૌતમ નો પ્રેમ જ મારા માટે પૂરતો હતો. મે બાળક નો વિચાર છોડી દીધો. આ ઘટના ના એક મહિના પછી મારી માં મરી ગઈ. તેઓ આ આચકો સહન ન કરી શક્યા. હું અને ગૌતમ તેમના અંતિમ દર્શન માંટે ગયા. માં નું પાર્થિવ શરીર આગળ ના રૂમ માં હતું. હું ત્યાં જ બેસી ગઈ. અમે નમ આંખો થી વિદાય આપી. તેના બે જ વર્ષ માં પપ્પા નું હાર્ટ ફેલ થી મૃત્યુ થયું. પછી તે ઘર થી અમારો સંબંધ તૂટી ગયો.
મમ્મી ને છોડી ને ગયા ને બે વર્ષ થઈ ગયા. હું અને ગૌતમ બાળક વગર જ ટેવાઈ ગયા. જો કે ભાભી ની વાતો હજી મારા કાન માં ગુંજતી હતી. એ પછી ના મે ભાભી ને ફોન કર્યો કે એમનો આવ્યો. ભાઈ જોડે વાત થઈ જતી હતી અને ક્યારેક મળવા પણ આવતો. મે ક્યારે પણ એનએ ગુડિયા વિશે ન પૂછ્યું ન તો એણે મને કશું કીધું.
એક દિવસ રાતે અમે સુવા જતા હતા અને દરવાજા પર ઘંટી વાગી. મે દરવાજા પર જોયું તો પપ્પા જી ની સાથે માજી હતા અને તેમના હાથ મોટી મોટી ગોળ મટોળ આંખો વાળી લગભગ 6 મહિના ની એક બાળકી હતી. તેને લેવાનું મને ખૂબ જ મન થયું. મે ઉત્સુકતા થી પૂછ્યું કે” કોણ છે આ?”ગૌતમ પણ ત્યાં આવી ગયા. મમ્મી બોલ્યા કે “મારા કાકા ના છોકરા ની પૌત્રી છે. તેમના છોકરા અને વહુ નું એક્સિડેંટ માં મોત થઈ ગઈ. મારા ભાઈ ને એક જ છોકરો હતો એ પણ ભગવાને લઈ લીધો. એ તો આ ઉમર માં ટેની સંભાળ નહીં રાખી શકે. પૌત્રી ની માસી ને આ હક આપવામાં આવ્યો પણ તેના સાસરી વાળા માનતા ન હતા. મે મારા ભાઈ(મમ્મી ના ભાઈ) ને સલાહ આપી કે કાનૂની રીતે આ પૌત્રી ને તમને સોંપી દે” બાળક ને માં-બાપ મળી જશે અને તમને બાળક.
મે મમ્મી જોડે થી બાળકી ને લઈ લીધી.મારુ વર્ષો જૂનું સપનું આજે પૂરું થયું. હું આજે એક બાળકી ની માં બની ગઈ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team