જેટલું આપણા દેશમાં લોકો વાસ્તુશાસ્ત્રમાં માને છે. તેટલુજ વિદેશોમાં લોકો તેમના ધર્મ પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં માનતા હોય છે. ફેગશુઈને ચીની વાસ્તુશાસ્ત્ર તરીકે ઓળખાય છે. તેમા મુખ્યત્વે સકારાત્મત ઉર્જા ચી પર વધારે ધ્યાન આપવામાં આવે છે. તે સિવય તેમા ચુંબકીય ઉર્જાનો પ્રયોગ પણ કરવામાં આવે છે. જેને યિન તેમજ .યાંગ તરીકે ઓળખવવામાં આવે છે.
ફેગશુઈ ઉર્જાને નિયત્રિત કરવાના સિદ્ધાંત પર કામ કરે છે. તેમા ઘણી સારી વસ્તુઓનો પ્રયોગ કરીને ઉર્જાને સારી કરવામાં આવે છે. જેમકે ડ્રેગન, ફીનિક્સ, કાચબો, લાફિંગ બુદ્ધા. આ બધાનું મહત્વ હવે માત્ર ચીન સુધી સીમિત નથી રહ્યું કારણકે અમેરિકા અને એશિયામાં પણ હવે ઝડપથી આ વસ્તુઓનું મહત્વ ફેલાઈ રહ્યું છે.
ભારતીય વાસ્તુશાસ્ત્ર અને ફેગશઈ વચ્ચેનું અંતર
ભારતીય વાસ્તુ શાસ્ત્ર પાંચ તત્વો પર કામ કરે છે. આપણા વાસ્તુશાસ્ત્રમાં ભૂમિ પરીક્ષણ પણ આવી જાય છે. શરૂઆત ભૂમીથી થાય છે. સાથેજ અંત પણ ભૂમીથી થાય છે. આપણું વાસ્તુ શાસ્ત્ર દિશા, ઉર્જા તેમન સૂર્ય પ્રકાશ પર આધારિત છે. આ બધાજ સિદ્ધાંતો વસ્તુઓ કરતા વધારે પરિવર્તન, રંગ અને મંત્રો સાથે કામ કરતા હોય છે.
શું ભારત માટે ફેંગશુઈના સિદ્ધાંત કારગર છે ?
સાંમાન્ય રીતે ભારતીય વાસ્તુશાસ્ત્ર ભારતના પરિવેશ પર નિર્ભર રહે છે. એજ રીતે ફેંગશુઈ પણ ચીનના પરિવેશ અને નિર્માણ પર આધારિત છે. ચીનનો પરિવેશનો ભારતના પરિવેશ પર કોઈ ખાસ અસર નથી પડતો. એજ માટે ફેંગશુઈની વસ્તુઓ તેમજ સિદ્ધાંતોનો ભારતમાં પ્રયોગ કરવાથી કોઈ ખાસ લાભ નથી થતો. પરંતુ આજે અમે તમને ફેંગશુઈ સાથે જોડાયેલી અમુક ખાસ વસ્તુઓ વીશએ વિગતવાર માહિતી આપીશું
લાફિંગ બુદ્ધા
લાફિંગ બુદ્ધા ખરેખરમાં એક દુદાંળો વ્યક્તિ છે. જેનું પેટ મોટુ હોય છે. સાથેજ તેના હાથમાં ધનની થેલી રહેલી હોય છે. એવું માનવામાં આવે છે.કે લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવતી હોય છે. પરંતુ તેના કરતા વધારે સારુ છે કે તમે ઘરમાં ગણપતિની મૂર્તી પણ રાખી શકો છો. જેના કારણે ઘરમાં શ્રદ્ધા, ભક્તિ અને સમૃદ્ધિ રહેશે. મહત્વનું છે કે જો તંમે ઘરમાં પીળા રંગના ગણેશજીની મૂર્તી રાખશો તો તમને વધારે ફાયદો મળી રહેશે.
બાગુઆ
બાગુઆ દર્પણ અષ્ટકોણીય હોય છે. જેને સામાન્ય રીતે લોકો ઘરના મુખ્ય દ્વારા પર લગાવાતા હોય છે. એવું માનવામાં આવે છે કે તેને મુખ્ય દ્રાર પર લગાવાથી ઘરમાં ક્યારેય પણ નકારાત્મક ઉર્જા નથી રહેતી. વાસ્તવિકતા એ છે કે ચીન અને જાપાન જેવા દેશોમાં આ વસ્તુ કામ લાગે છે. પરંતુ ભારતમાં કોઈ કામની નથી. જેથી તમે તમારા ઘરની બંને બાજુ જો લાલ રંગના સ્વસ્તિક લગાવશો તો તે વધારે સારુ રહેશે.
ડ્રેગન, ફિનિક્સ, કાચબો અને દેડકો
આ બધીજ વસ્તુઓને ફેંગશુઈમાં ઘણી મહત્વની માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આને ઘરમાં રાખવાથી સુરક્ષા મળી રહે છે. કાચબો રાખવાથી ધનની પ્રાપ્તિ થતી હોય છે. એવું પણ માનવામાં આવે છે. પરંતું ભારતમાં જંગલી જાનવરોના ચીત્ર કે તેમની આકૃતિને રાખવી સારી માનવામાં નથી આવતી. જેથી કોઈ પણ પશું ગમે તેટલો સારો હોય તેમની પ્રકૃતિ જંગલી હોય તો તેમને ઘરમાં ન રાખવા જોઈએ,
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team