આ વાર્તામાં એક છોકરી પોતાની આપવીતી જણાવી રહી છે, જે અમે તમને જણાવીશું
સ્કૂલમાં રિસેષ નો સમય હતો, હું પોતાના ક્લાસ ની અમુક છોકરીઓ સાથે હતી. તે દરેક છોકરીઓ સ્કૂલની કેન્ટીન માંથી કંઈક ખાવાનું લેવા નું વિચારતી હતી. જ્યારે તે લોકો કેન્ટીન ની પાસે પહોંચ્યા ત્યારે મેં કહ્યું કે, હું નહીં આવું કારણ કે મારી પાસે પૈસા નથી. તે બધી છોકરીઓ માંથી એક છોકરી એ મને કહ્યું કે થોડા પૈસા તો સ્કૂલમાં લઈને આવ્યા કર. આમ, આવું કહીને બધી છોકરીઓ જતી રહી ત્યારબાદ હું એક ખૂણામાં જઈને બેસી ગઈ.
તે દિવસ બાદ જ્યારે પણ સ્કૂલની રિસેસ પડતી હતી ત્યારે તે 30 મિનિટ મને ક્યારેય સારી નથી લાગી. હું હંમેશા એ જ વિચારતી હતી કે આ 30 મિનિટ ખૂબ જલ્દી પૂરી થઈ જાય.
રીસેસમાં હું હંમેશા સ્કૂલનાં કોઈ ખૂણામાં એકલી બેસી રહેતી હતી,અને રાહ જોતી હતી કે ક્યારે બેલ વાગે અને હું ક્લાસ ની અંદર જાઉં. સ્કૂલ પત્યા બાદ મારે પોતાના ઘરે ખૂબ જલ્દી જવું પડતું હતું કારણ કે મારી મમ્મી કામ પર જતી હતી, અને મારી નાની બહેનનું ધ્યાન રાખવું પડતું હતું.
ઘણી વખત તો મારી મમ્મી મારી નાની બહેન ને મારી સાથે જ સ્કૂલ લઈને આવતી હતી,જેથી હું તેને લઈને ઘરે જઈ શકું અને મારી મમ્મી કામ પર જઈ શકે.
મિત્રો, આજ છે એક ગરીબ ની સચ્ચાઈ ગરીબનો કોઈ જ મિત્ર હોતો નથી અને જો તેનો કોઈ મિત્ર હોય પણ છે તો તે પણ ગરીબ હોય છે.
એક ગરીબ ની જિંદગી ખૂબ જ મુશ્કેલી થી ભરેલી હોય છે. અને તેનાથી પણ મુશ્કેલ કામ હોય છે જ્યારે લોકો તેમને આડુ-અવળું કહે છે. દરેક દિવસ જાણે તેમને એક સંઘર્ષ જેવો લાગે છે અને એક ગરીબ દિવસ-રાત માત્ર એ જ વિચારતો હોય છે કે બીજા દિવસના ખાવાની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય.
મને ખબર જ નથી કે બર્થ ડે કેવી રીતે ઉજવી શકાય છે. મને તો એ પણ નથી ખબર કે બીજા બાળકો સાથે કેવી રીતે રમી શકાય છે, કારણ કે મેં મારો વધુમાં વધુ બાળપણનો સમય મારી બહેન ને સાચવવામાં જ પસાર કર્યો છે અને તેની દેખરેખમાં જ મારો વધારે સમય પસાર થતો હતો.
લોકોની એક ગેરસમજ હોય છે કે ગરીબ લોકોને ટેન્શન હોતું નથી. મને આજે પણ યાદ છે કે મારા પપ્પા દરરોજ એટલું ટેન્શન માં રહેતા હતા કે જો કોઈ તેમને બૂમ પાડે તો તે સાંભળતા પણ ન હતા. તે પોતાના વિચારોમાં અને પોતાની શોધમાં એટલા બધા ઊંડા ઉતરી જતા હતા કે તેમની આસપાસ શું થાય છે તે પણ તેમને ખબર રહેતી ન હતી. એવું નથી કે ગરીબને કંઈ ખબર પડતી નથી અથવા તો તે બેવકૂફ હોય છે, પરંતુ ખરેખર તો દર વખતે જમવાની વ્યવસ્થા જ ગરીબ વ્યક્તિ ને એવી બનાવી દે છે.
મારી પોતાની આ વાત લખતી વખતે મારી આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે. ભલે મારું બાળપણ ખૂબ ગરીબીમાં વિત્યુ હોય પરંતુ મારી કોઈને પણ ફરિયાદ નથી. અને તેની માટે હું મારા મા-બાપને પણ દોષી ઠેરવતી નથી.
વધુ પડતું ગરીબ હોવું તે પણ એક પ્રોત્સાહન નું કામ કરે છે, જેનાથી આપણે એ સ્થિતિમાંથી ગમે તે રીતે બહાર આવી શકીએ અથવા તો ગરીબીથી મનુષ્ય સંપૂર્ણ રીતે તૂટી જાય છે. આ તો વ્યક્તિ એ જ નક્કી કરવું પડશે કે તે શું ઈચ્છે છે જો કોઇ ગરીબ વ્યક્તિ પોતાના જીવનથી હાર માની લે છે તો પછી તે ક્યારેય ફરીથી ઉભો થઇ શકતો નથી.
મેં ક્યારેય હાર નથી માની, અને જિંદગીને એક પડકાર તરીકે જોયું છે ગરીબીમાંથી બહાર આવવું મુશ્કેલ જરૂર છે પરંતુ અશક્ય જરાય નથી.
આજે હું સરકારી નોકરી કરું છું પરંતુ જ્યારે પણ હું મારી બાળપણ ની જિંદગી વિશે વિચારું છું ત્યારે આંખમાંથી આંસુ તેની જાતે જ નીકળી જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team