જીવનમાં માતા પિતા નું સ્થાન સૌથી ઉપર હોય છે, તે જ છે જે આપણને નિ:સ્વાર્થ પ્રેમ કરે છે. આ વાત નો ભાવાર્થ આ વાર્તા ના માધ્યમ થી જાણીશું 

દર્શન નામના વ્યક્તિ ની વાત છે, જ્યારે તે કોલેજમાં હતો ત્યારે તેને એક છોકરી ખૂબ જ ગમતી હતી, તે છોકરી એટલી સુંદર હતી કે તે દર વખતે તેના વિશે જ વિચાર કર્યા કરતો હતો. ધીમે ધીમે દર્શન ની તે છોકરી સાથે વાતચીત શરૂ થઈ ગઈ પરંતુ માત્ર એક વર્ગના મિત્ર તરીકે.

પાંચ દિવસ પછી તે છોકરીનો જન્મ દિવસ હતો. દર્શન એ દિવસની રાહ જોવા લાગ્યો કારણ કે દર્શન તે છોકરી ને રાત્રે બાર વાગ્યે

હેપી બર્થ ડે કહેવા માંગતો હતો. તેને વિચાર્યું હતું કે બર્થડે વિશ કરી ને તુરંત જ હું મારા દિલની વાત તેને જણાવી દઈશ.દર્શન છોકરી ને ખુબ જ પ્રેમ કરતો હતો અને ગમે તે રીતે તે છોકરી ને ખુશ કરવા માંગતો હતો. અને તેની સુંદર મુસ્કાન દેખવા માંગતો હતો.

જ્યારે તે છોકરી ની બર્થ ડે નો દિવસ આવ્યો ત્યારે તેને રાત્રે બાર વાગ્યે ફોન કર્યો પરંતુ તે છોકરીનો  ફોન વ્યસ્ત આવતો હતો. દર્શને વારંવાર તેને ફોન કર્યો પરંતુ તે છોકરીનો ફોન વ્યસ્ત જ આવતો હતો. ત્યારબાદ રાત્રે બે વાગ્યે પણ ફોન કર્યો પરંતુ તેને ફોન ઉઠાવ્યો નહીં.

કદાચ તેના ઘણા બધા મિત્રો હશે મારી જેમ ઘણા બધા છોકરાઓ તેને હેપ્પી બર્થ ડે બોલવાની રાહ જોતા હશે. હું તેની માટે કંઈ છું જ નહીં તેવું દર્શને વિચાર્યું.

તે દિવસ પછી દર્શને ક્યારેય તે છોકરીને ફોન કર્યો નહીં, અને નહીં તો ક્લાસમાં તે છોકરી સાથે વાત કરવાની કોશિશ કરી.

દર્શન ની જિંદગીમાં એક છોકરી બીજી પણ છે

અમુક દિવસ પછી તેની પણ બર્થ ડે હતી પરંતુ દર્શન ને કોઈ ચિંતા હતી જ નહિ , દર્શન દર વખતે તેની બર્થ ડે ભૂલી જતો હતો. તે દર્શન ને દરરોજ ફોન કરતી અને તબિયત પણ પૂછતી પરંતુ દર્શન ને કોઈ ચિંતા હતી જ નહીં.

જ્યારે પણ તેમનો બર્થ-ડે આવતો ત્યારે દર્શન ભૂલી જતો પરંતુ રાતના દસ વાગે ફોન કરીને તેમને દર્શન ને જણાવ્યું કે આજે તેમનો બર્થ-ડે છે અને તે છોકરી બીજી કોઈ જ નહીં પરંતુ દર્શન ની મમ્મી હતી.

તે દિવસે દર્શન ખૂબ જ રડ્યો,તેને વિચાર્યું હતું કે પોતાને જે છોકરી ગમે છે તેને ખુશ કરવા માટે અને તેની ખુશી જોવા માટે આખી રાત જાગતો રહ્યો, પરંતુ તે પોતાની જ મમ્મી નો જન્મદિવસ  ભૂલી ગયો. તે માં જેને દર્શન સૌથી વધુ પ્રેમ કરે છે,  જે આખી જિંદગી તેની સાથે રહેશે, અને કોઈ પણ છોકરી થી વધારે તે માત્ર એને જ પ્રેમ કરશે. પરંતુ દર્શન તેમનો જ જન્મદિવસ ભૂલી ગયો.

મિત્રો, પોતાના માતા-પિતા નો જન્મદિવસ જરૂરથી યાદ રાખો અને તેમને જરૂર થી શુભેચ્છા પાઠવો, કારણ કે તેમનો પ્રેમ શરત વગર નો હોય છે. તે સૌથી વધુ આ દુનિયામાં તમને પ્રેમ કરે છે. તો તમે તેમના ચહેરા પર ખુશી લાવવા માટે એટલું તો કરી જ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “જીવનમાં માતા પિતા નું સ્થાન સૌથી ઉપર હોય છે, તે જ છે જે આપણને નિ:સ્વાર્થ પ્રેમ કરે છે. આ વાત નો ભાવાર્થ આ વાર્તા ના માધ્યમ થી જાણીશું ”

Leave a Comment