કોરોના મહામારીમાં હાલ મોટા ભાગના લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારી રહ્યા છે. પરંતુ સાથે સાથે વર્ક ફ્રોમ હોમ પણ કરી રહ્યા છે. જેના કારણે મોડી રાત સુધી લોકો જાગતા હોય છે. રાતે સારી ઉંઘ લેવી આપણા શરીર માટે ખુબ જરૂરી છે. જર્મનીના શોધકર્તાઓનું માનવું છે કે જો તમે રાતે પર્યાપ્ત માત્રામાં ઉંઘ લેશો તોજ તમારા ઈમ્યુનીટી સેલ્સ યોગ્ય રીકે કામ કરી શકે છે.
ઈમ્યિનીટી સેલ્સ જો યોગ્ય પ્રમાણમાં કામ નહી કરે તો તમને તાવ, કેન્સર અને હર્પીસ જેવી બિમારીઓ થઈ શકે છે. એક સર્વેમાં એવું સામે આવ્યું કે જે લોકો પૂરતા પ્રમાણમાં ઉંઘ નથી લેતા તે લોકો સંક્રમણની ઝપેટમાં જલ્દી આવી રહ્યા છે. સાથેજ તેઓ બિમાર પણ જલ્દી પડી જાય છે. પરંતુ જે લોકો પુરતા પ્રમાણમાં ઉંઘ લે છે તે લોકો જલ્દી સાજા થઈ રહ્યા છે.
રાતે સુતી વખતે આપણી ઈમ્યુનીટી સિસ્ટમ સાઈટોકિન્સ નામનું પ્રોટીન છોડે છે. જે પ્રોટીન તમારી ઉંઘ વધારવામાં તમને મદદ કરે છે. સાથેજ તેના કારણે તમને તણાવથી પણ રાહત મળી રહેતી હોય છે. જેથી તમારે સાઈટોકિન્સને વધારવાની જરૂર છે. પરંતુ ઉંઘની અપૂરતી માત્રાને કારણે સાઈટોકિન્સ શરીરમાં જલ્દી ઉત્પન્ન નથી થઈ શકતું.
બ્રિટેનમાં 38 વર્ષથી લઈને 73 વર્ષના લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું અને રિસર્ચમાં એવું સામે આવ્યું કે રાતે જે લોકો વધારે સમય સુધી જાગતા હતા. સાથેજ જે લોકો પુરતા પ્રમાણમાં ઉંઘ પણ નહોતા લેતા તેમનું સ્વાસ્થ્ય સારુ ન હતું. ત્યારે આજે અમે તમને જણાવીશું કે રાતે મોડા સુધી જાગવાથી તેમજ પૂરતા પ્રમાણમાં ઉંઘ ન લેવાથી આપણાને કેટલા અને કયા ક્યા નુકશાન થઈ શકે છે.
જલ્દી બિમાર થશો
એક સર્વેમાં એવું સામે આવ્યું કે જે વ્યક્તિઓ રાતે મોડા સુધી જાગતા હોય છે. તેમની સરખામણીએ વહેલા સૂવા વાળા લોકો વધારે જીવતા હોય છે. આ ઉપરાંત મોડી રાત સુધી જાગવાથી તમારા શરીરમાં ડાયાબિટીઝ તેમજ શ્વાસને લગતી સમસ્યાઓ થતી હોય છે. સાથેજ હ્રદયને લગતી સમસ્યા પણ સર્જાય છે અને નીયમીત રીતે મોડા જાગવાથી ઉંઘ પણ પૂરી નથી આવી શકતી
ચિડિયાપણું
જે લોકો રાતે મોડે સુધી જાગતા હોય છે. તે લોકોને બેચેની વધારે રહેતી હોય છે. સાથેજ તેમના સ્વભાવમાં ક્યાકને ક્યાક ચીડિયાપણું પણ આવી જાય છે. તેઓ ક્યાય પણ એકાગ્ર નથી રહી શકતા સાથે તેમને માથામાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે. ઉપરાંત તેમને ભૂખ પણ ઓછી લાગે છે અને તેમની સ્કિન પણ જલ્દી ખરાબ થઈ જાય છે. ઘણી વખત મોડે સુધી જાગનારા લોકોને માગ્રેનની સમસ્યા પણ રહેતી હોય છે.
એંટીબોડીનો અભાવ
ખાસ કરીને જે લોકો મોડે સુધી જાગતા હોય છે. તેમના શરીરમાં એંટીબોડી ઓછી ઉત્પન્ન થાય છે. જેથી જો તમે ઉંઘ લેવાનું રાખશો તો તમારા શરીરમાં જલ્દી એન્ટીબોડી પણ તૈયાર થશે. જેના કારણે તમે કોરોના સંક્રમણથી પણ બચી શકશો.
માનસીક તાણ
જે લોકો મોડે સુધી જાગતા હોય છે. તે લોકો જ્યારે સવારે વહેલા ઉઠે ત્યારે તેમને આસપાસનું વાતાવરણ નથી ફાવતું જેના કારણે તેઓ માનસીક તાણ અનુભવતા હોય છે. જો તમે યોગ્ય સમય પર ભોજન કરવાનું અને યોગ્ય સમય પર સુવાની આદત પાડશો તો તમે ક્યારેય પણ માનસીક રીતે તાણ પણ નહી અનુભવો. માનસીક તાણ ન રહે તે માટે તમે રોજ રાતે વહેલા સુવાનું રાખો અને સવારે ઉઠીને તમે કસરત કરવાનું રાખો જેથી તંમે માનસીક તાણ નહી અનુભવો.
વાળ ખરાબ થવા
રાતે જો તમે મોડા સુધી જાગતા હશો તો તમારા વાળ પર તેની ગંભીર અસર થઈ શકે છે. મોડે સુધી જાગતા લોકોના વાળ જલ્દી સફેદ થઈ જતા હોય છે. સાથેજ આંખ નીચે ડાર્ક સર્કલ પણ આવી જાય છે. ઉપરાંત વાળ ખરવા પણ લાગે છે. માટે જો તમે તમારો ચહેરો અને તમારા વાળ સારા રાખવા માગો છો. તો તમે વહેલા સુવાની આદત પાડો જેથી તમને ફાયદો રહેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team