અનુલોમ વિલોમ પ્રાણાયમ અને યોગાસન સ્વસ્થ રહેવાની સૌથી સરળ રીત છે. અમારા પર વિશ્વાસ રાખો, તમને ફક્ત એક અઠવાડિયાની અંદર ઘણો ફેરફાર જોવા મળશે.
યોગને તેના સ્વાસ્થ્યના ફાયદા માટે ઓળખવામાં આવે છે. તણાવના સ્તરને ઘટાડવા થી લઈને તમને આકારમાં રાખવામાં મદદ કરવા સુધી, યોગે પોતાને વારંવાર સાબિત કર્યું છે. ભાગ્યે જ કોઈ એવું હોઈ જે યોગ ન કરી શકે.
પ્રાણાયામ અભ્યાસ શ્વાસ લેવાની ટેકનિક પર આધાર રાખે છે અને અનુલોમ વિલોમ તેમાંથી એક છે. તે એક શ્વાસ લેવાની ટેકનિક છે, જે સંપર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઈ આડઅસર પણ થતી નથી.
તો, જ્યારે તમે નિયમિત રૂપે અનુલોમ વિલોમનો અભ્યાસ કરશો ત્યારે કેવા પરિવર્તનનો અનુભવ કરશો? શું તમે તે જાણવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છો? તો ચાલો જાણીએ.
૧. તે તમને સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે:
જ્યારે આપણે સારી ઉંઘ લઈએ છીએ,ત્યારે આપણે તાજગી અનુભવીએ છીએ. જેનાથી આપણને આપણા દૈનિક કાર્યો વધુ કાર્યક્ષમ રીતે કરવામાં મદદ મળે છે. જ્યારે તમે નિયમિત રૂપે અનુલોમ વિલોમ પ્રાણાયામનો અભ્યાસ કરો છો, ત્યારે તમને સૌથી મહત્વપૂર્ણ ફેરફાર દેખાય છે, તે તમારી સૂવાની રીતને સુધારે છે. તે પૈરાસિમ્પેથેટીક તંત્રિકા તંત્રને સક્રિય કરવામાં મદદ કરે છે અને તમારા શરીરને આરામ આપે છે.
૨. તમને ચમકતી ત્વચા મળશે:
આ શ્વસન વ્યાયામ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને જેમ જેમ ઓક્સિજન મળે છે, તેમ તમારી ત્વચા વધુ સારી થાય છે.
૩. મૂડ સુધારે છે:
અનુલોમ વિલોમ તમારા મૂડને શાંત કરે છે, ગુસ્સો ઓછો કરવામાં મદદ કરે છે અને તમારા ધ્યાનને ઉતમ બનાવે છે. જો તમે નિયમિત રૂપે આ આસન કરો, તો તમે વધારે ખુશ, શાંત અને તણાવમુક્ત રેહશો.
૪. માઇગ્રેનથી રાહત આપવામાં મદદ કરે છે:
માઇગ્રેન માટે સૌથી અસરકારક યોગાસન અનુલોમ વિલોમ છે. દરરોજ ૧૫ મિનિટ માટે આ આસન કરવાથી તણાવને ઓછો કરીને માઈગ્રેનના દુખાવાને દૂર કરવામાં મદદ મળે છે.
૫. અનેક રોગોથી મુક્તિ:
નિયંત્રિત શ્વાસ અભ્યાસ અસ્થમા, એલર્જીની સમસ્યા, કબજિયાત, ગેસ્ટ્રીક એસિડ, નસકોરા, હદય સ્વાસ્થ્ય અને ઘણા બધા સ્વાસ્થ્ય રોગોનો ઈલાજ કરવામાં મદદ કરે છે. જો તમે તેમાંથી કોઇપણ સમસ્યાથી પીડિત છો, તો જ્યારે તમે નિયમિત રૂપે આ આસનનો અભ્યાસ શરૂ કરશો, ત્યારે તમે એક મહત્વપૂર્ણ સુધારો મેળવશો.
૬. મનને શાંત કરવામાં મદદ કરે છે:
અનુલોમ વિલોમમાં શ્વાસ લેવાની ટેકનિક તણાવને પ્રબંધિત કરવામાં મદદ કરે છે, માનસિક સ્થિરતામાં સુધારો કરે છે, તમારા મનને શાંત કરે છે, ચિંતા અને હતાશા ઓછી કરે છે, અને તમારી મનોદશા સુધારે છે.
તો સ્ત્રીઓ, આ આસનને જરૂર અજમાવો અને તેના લભોનો આનંદ લો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team