ઉનાળાની ઋતુ પોતાની સાથે ઘણા પ્રકારની સમસ્યાઓ લઈને આવે છે. આ ઋતુમાં ઝળહળતા તડકા અને પરસેવાથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં થોડી ઘણી લાપરવાહી પણ સ્વાસ્થ્ય બગાડી શકે છે. આ ઋતુમાં ઘણી પ્રકારની સમસ્યાઓ અને ચેપનું જોખમ રહે છે. તો ચાલો જાણીએ ઉનાળાની ઋતુમાં કયા રોગોમાં વધારો થવાની સંભાવના છે.
હિટ સ્ટ્રોક -:
ઉનાળાની ઋતુમાં વધારે સમય સુધી તડકામાં રેહવાને કારણે હિટ સ્ટ્રોક એટલે લૂ લાગવી સામાન્ય રહે છે. લૂ લાગવાથી માથાનો દુખાવો, નબળાઈ, શરદી, સ્નાયુઓમાં દુખાવો, તાવ અને ઝડપી શ્વાસ જેવા લક્ષણો થાય છે.
ડાયરિયા -:
ડાયરિયા એટલે દસ્ત એક એવી સમસ્યા છે જે ખરાબ ખાણી પીણીથી થાય છે. હંમેશા ઉનાળામાં વધારે તળેલું, ગરમ મસાલાવાળુ અને જંક ફુડનું સેવન કરવાથી ડાયરિયા થઈ શકે છે.
ઓરી-:
ઉનાળામાં મોટા ભાગના લોકોમાં ઓરી એટલે કે શીતળાની બીમારી જોવા મળે છે. તેનાથી સંપૂર્ણ શરીરમાં ખંજવાળ, ફરફોલા, ફોલ્લીઓ થઈ શકે છે. આ ઉપરાંત તેના અન્ય લક્ષણોમાં તાવ અને ભૂખ ન લાગવીનો સમાવેશ થાય છે.
ફૂડ પોઇઝનિંગ -:
આ રોગ દૂષિત ખોરાકને કારણે થનારી સમસ્યા છે. ગરમી અને લૂને કારણે આ ઋતુમાં બેક્ટેરિયા સરળતાથી ઉત્પન્ન થાય છે જેના કારણે ખોરાક દૂષિત થાય છે. તેથી ઉનાળાની ઋતુમાં રાખવામાં આવેલ ભોજન અને બહારનો ખોરાક ટાળવો જોઈએ.
અસ્થમા -:
ઉનાળાની ઋતુમાં અસ્થમાના દર્દીઓને સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આ ઋતુમાં થનારા પ્રદૂષણથી અથવા અન્ય કારણોસર વાયરસના ચેપનું જોખમ વધે છે. તેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
ડીહાઈડ્રેશન -:
ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીનો અભાવ રહે છે જેનાથી વ્યક્તિ ડીહાઈડ્રેશનનો શિકાર બને છે. આ ઋતુમાં પરસેવાના માધ્યમથી શરીર દ્વારા ઘણુંબધું પાણી બહાર નીકળી જાય છે અને ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સ અનિયંત્રિત થાય છે. તેથી ઉનાળામાં પોતાને હાઈડ્રેટ રાખવું જરૂરી છે.
ફ્લુ -:
ઉનાળામાં લૂ વગેરેમાં ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા હોય છે. જેમાં મોસમી ફ્લૂ થવાનું જોખમ વધી જાય છે. તેમાં લોકોને તાવ, થાક, માથાનો દુખાવો વગેરે થઈ શકે છે.
મમ્સ -:
આ એક પ્રકારનો વાયરલ ચેપ છે. મમ્સમાં પેરાટાઈડ ગ્રંથિને ( કાન અને જડબાની વચ્ચે ) અસર થાય છે. આ બીમારીમાં ગાલની નીચેના ભાગમાં સોજા આવે છે.
શરદી- ઉધરસ -:
હંમેશા ઉનાળાની ઋતુમાં લોકો ઠંડી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે. ઘણીવાર સખત ગરમીથી છુટકારો મેળવવા માટે ખૂબ વધારે ઠંડુ જેમકે ઠંડા પીણા, ઠંડુ પાણી અથવા આઈસ્ક્રીમ ખાઈ લઈએ છીએ. તેનાથી તાવ અને ઉધરસ થવાનું જોખમ વધે છે.
માથાનો દુખાવો -:
ઉનાળાના સખત તડકામાં માથાનો દુખાવો થવો સ્વાભાવિક છે. આ ઋતુમાં શરીરમાં પાણીની ઉણપ રહે છે જે માથાના દુખાવાનું કારણ બને છે.
આંખોની સમસ્યા -:
ઉનાળામાં સૂર્યના તેજ કિરણો અને તડકો આંખને નુકશાન પહોચાડી શકે છે. તેનાથી ઘણા પ્રકારના બેક્ટેરિયલ અને વાયરલ ચેપ થઈ શકે છે. આ ઋતુમાં નેત્ર સ્તર દાહ વધારે થનાર એલર્જીક રીએકશન છે. તેનાથી આંખોમાં પાણી આવવું, ખુંચવું અને લાલાશ આવી શકે છે.
સનબર્ન -:
સખત તડકામાં લાંબા સમય સુધી રેહવાને કારણે સનબર્ન થાય છે. તેના કારણે ત્વચા પર ચાંભા પડી જાય છે. સૂર્યના તેજ કિરણોમાંથી નીકળતા યુવી કિરણો ત્વચા માટે હાનીકારક હોય છે. તેથી તડકામાં નીકળતા પેહલા સનસ્ક્રીન લગાવવાની સલાહ આપવામાં આવે છે.
ટાઇફોઇડ -:
ટાઇફોઇડ પણ દૂષિત ખાણીપીણીથી થતો રોગ છે. તેમાં પેટનો દુખાવો, તાવ, થાક, નબળાઈ, માથાનો દુખાવો વગેરે લક્ષણો શામેલ હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team