રાત્રે સુતી વખતે કરો આ વસ્તુઓનું સેવન, ઝડપથી ઉતરી શકે છે તમારું વજન

Image Source

ભૂખ લાગે ત્યારે આજની જીવનશૈલીમાં આપણે ઘરનું ખાવાનું ઓછું ખાઈએ અને ઓફીસમાં કે ઘરે બેસીને બહારથી ઓર્ડર કરીને મંગાવી લેતા હોઈએ છે. ખાસ કરીને વોકો બહારનું જંકફુડ ખાવાનું પસંદ કરતા હોય છે. જેના કારણે થોડાક વર્ષોમાં તમારું વજમ વધી જાય છે. પછી જીમમાં જઈને પણ તમારું વજન ઓછું નથી થઈ શકતું. ત્યારે આજે અમે તમને પાંચ એવી વસ્તુઓ વીશે જણાવાના છે. કે જે વસ્તુંઓનું સેવન તમે રોજ રાતે સુતા પહેલા કરશો. તો તમારું વજન જરૂરથી ઓછું થશે.

Image Source

ગ્રીક યોગર્ટ પ્રોટીન શેક

જો તમે જીમમાં જાવ છો. તો આ પ્રોટીન શેક તમારે પીવું જોઈએ. કેમકે જ્યારે તમે સુઈ જાવ છો. ત્યારે તમારી માંસપેશી આ પ્રોટીન શેક પીવાથી કામ કરતી રહેશે. અને માસપેશીમાં જેટલી પણ કેલરી છે તે બધીજ કેલરી બર્ન થશે. આ પ્રોટીન શેકને દૂધમાં નાખીને પીશો તો તમને ઉંઘ પણ સારી આવશે. સાથેજ નવી માંસપેશીઓ પણ આ પ્રોટીન શેકે કારણે બનશે. આ પ્રોટીન શેકમાં તમે મધ નાખીને પણ પી શકો છો. જેથી તમને સ્વાદ સારો લાગશે

Image Source

કેમોમાઈલ ટી

કેમોમાઈલ ચાને કારણે તમને ઉંઘ સારી આવતી હોય છે. સાથેજ તેના કારણે શરીરમાં ગ્લાઈસિનનું સ્તર પણ વધે છે. જેને એક રીતનું ન્યૂરોટ્રાંસમીટર તીરકે જાણવામાં આવે છે. આ ચા તમારી નસોને આરામ આપે છે.જેના કારણે તમને ઉંઘ સારી આવતી હોય છે. એક સર્વે પ્રામણે આ ચા પીવાને કારણે તામરું સુગર લેવલ પણ કંટ્રોલમાં રહેતું હોય છે. જેથી ઉંઘતા પહેલા તમારે એક કપ કેમોમાઈલ ટી જરૂર પીવી જોઈએ જેથી તમારું વજન ઓછું થશે.

તજ વાળી ચા

તજ આપણા શરીર માટે ઘણુંજ ગુણકારી છે. સાથેજ મોટા ભાગે ખાવામાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છે. તજવાળી ચામાં એંટીઓક્સિડેંટ અને એંટીબયોટિક ગુણ રહેલા હોય છે. જેના કારણે તે ચા સંપૂર્ણ રીતે ડિટોક્સ ડ્રિંક બની જતી હોય છે. આ ચા પીવાથી તમારી ચરબી ઓછી થસે સાથેજ જો તમને સ્વાદ જોઈતો હોય તો તમે મધ પણ આ ચામાં નાખી શકો છો.

પલાળેલી સૂકી મેથી

પલાળેલી મેથી આપણા સુગર લેવલને કંટ્રોલમાં રાખતી હોય છે. સામાન્ય રીતે સવારના સમયે તેનું સેવન કરવામાં આવે છે. પરંતુ તમે રાત્રીના સમ. પણ તેનું સેવન કરી શકો છો. પલાળેલી મેથીને કારણે પેટમાં ગરમી ઉત્પન્ન થતી હોય છે. જેના કારણ તમારું વજન ઓછું થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને કબજિયાત અને ગેસ જેવી સમસ્યા છે. તે લોકો આનું સેવન જરૂરથી કરવું જોઈએ.

હળદરવાળું દુધ

હળદર વાળું દૂધ પીવાને કારણે તમને શરદી ખાસી તેમજ અન્ય બિમારીઓથી રાહત મળી રહેતી હોય  છે. પરંતુ આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે હળદર વાળું દૂધ પીવાને કારણે તમારું વજન પણ ઓછું થશે સાથેજ તમારું પાચનતંત્ર પણ સુધરશે. હળદરમાં એંટીઓક્સિડેંટ તત્વો રહેલા હોય છે. જેના કારણે આપણા શરીરમાંથી નકામાં પદાર્થો દૂર થાય છે. સાથેજ દૂધમાં પણ કેલ્શિયમ અને પ્રોટીન રહેલા હોય છે. જે તમારું વજન ઓછું કરતા હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment