આ ૧૦ દેશનાં પેટ્રોલ ભાવ જોતા ચક્કર આવી જાય એમ છે – માનવામાં ન આવે તેવી કિંમત અહીં છે…

પેટ્રોલના ભાવ હાલનાં સમયમાં આસમાને છે. દિન પ્રતિદિન વધી રહેલા પેટ્રોલના ભાવ આજે વિકટ સમસ્યા બની બેઠા છે. પરંતુ શા માટે પેટ્રોલનાં ભાવ આટલા ઊંચા રહે છે? કારણ કે સરકારને સૌથી વધુ ટેક્સ ક્રૂડથી જ મળે છે. પણ શું બીજા બધા દેશોમાં પણ પેટ્રોલનાં ઊંચા ભાવ એ સમસ્યા છે? એ પ્રશ્નનાં જવાબમાં એક જ શબ્દ છે માત્ર “ના”. વિશ્વનાં અમુક દેશોમાં તો પેટ્રોલ પાણી જેવાં ભાવે મળે છે. તો ચાલો જાણીએ એ ક્યાં દેશ છે જ્યાં પેટ્રોલ નજીવા ભાવથી મળી રહ્યું છે.

૧. વેનેઝુઆલા

આખી દુનિયાનું સૌથી સસ્તું પેટ્રોલ વેનેઝુઆલામાં મળે છે. અહીં પેટ્રોલની કિંમત એટલી સસ્તી છે કે સાંભળતા વિશ્વાસ જ ન આવે. વેનેઝુઆલામાં છેલ્લા ૨૦ વર્ષથી પેટ્રોલનાં ભાવમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી. અહીં પેટ્રોલનો ભાવ ૦.૧ ડોલર છે. જેની કિંમત ભારતીય રૂપિયામાં ૧.૫ થી ૨ રૂપિયા જેટલી થાય છે. છે ને અવિશ્વસનીય..!!!

૨. સાઉદી અરેબિયા

સાઉદી અરેબિયા સમગ્ર વિશ્વમાં ક્રુડ સપ્લાય કરે છે. સાઉદી અરેબિયામાં પેટ્રોલની કિંમત ૦.૪૭ સાઉદી ચલણ જેટલી છે. જેનું ભારતીય મુલ્ય ૮ રૂપિયા જેટલું થાય છે.

૩. લીબીયા

લીબીયામાં પણ પેટ્રોલની કિંમત ડોલરમાં હિસાબે નક્કી થાય છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત ૦.૧૪ ડોલર છે. જેનું ભારતીય મુલ્ય ૯ રૂપિયા જેટલું થાય છે.

૪. ઈજીપ્ત

ઈજીપ્ત એટલે કે મિસરમાં પણ પેટ્રોલની કિંમત ખુબ ઓછી છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત ૩.૬ ઈજીપ્તિયન પાઉન્ડ છે. એટલે કે ફક્ત ૧૩ રૂપિયા જેટલી કિંમતમાં એક લિટર પેટ્રોલ.

૫. અલ્જીરિયા

અલ્જીરિયામાં પેટ્રોલ ૪૦.૩ અલ્જેરિયન દિનારનું એક લિટર મળે છે. જેની કિંમત ૨૩ રૂપિયાથી પણ ઓછી થાય.

૬. કુવેત

કુવેતમાં એક લિટર પેટ્રોલની કિંમત ૦.૧૧ કુવેતી દિનાર છે. જેની રૂપિયામાં કિંમત ૨૩ કે ૨૫ રૂપિયાની આસપાસ થાય.

૭. બહરીન

બહરીન પણ તેલની નિકાસ કરતાં દેશોમાંનો એક દેશ છે. બહરીનમાં એક લિટર પેટ્રોલની કિંમત ૦.૧૪ દિનાર છે. જેનું ભારત દેશનાં મુલ્ય મુજબ ૨૪ રૂપિયા જેટલું થાય છે.

૮. તુર્કેનિસ્તાન

તુર્કેનિસ્તાનમાં પણ એ જ પેટ્રોલનાં ભાવ ડોલરમાં નક્કી થાય છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત ૦.૪૪ ડોલર જેવી છે. જેને ભારતીય નાણા મુજબ ગણીએ તો ૨૮ કે ૨૯ રૂપિયા જેવું થાય છે.

૯. કતાર

કતારમાં પેટ્રોલની કિંમત ૧.૮૦ કતરી રૂપી જેટલી છે. જેને ભારતીય ચલણમાં ગણતા ૩૨ રૂપિયા જેટલી થાય છે.

૧૦. ઓમાન

ઓમાનમાં અત્યારે હાલમાં એક લિટર પેટ્રોલના ભાવ ૦.૩૦ આસપાસ હશે. જે ભારતનાં નાણા મુજબ ૩૩ રૂપિયા જેટલું થાય છે.

વિશ્વમાં આ ૧૦ દેશોમાં પેટ્રોલની આયાત-નિકાસ પર ઘણાં ખરા બંધનો હટાવાયા છે. જેનાં કારણે મોંઘાદાટ જમાનામાં પણ આટલી સસ્તી કિંમતથી ક્રુડ ઓઈલમાનું પેટ્રોલ મળે છે. એ પેટ્રોલનાં ભાવની ગણતરીએ ભારત હંમેશા ચર્ચામાં રહ્યું છે. ક્યાં એક કે બે રૂપિયા અને ક્યાં આપણા સીતેર થી પંચોતેર…!!! એક એક ટીપાનું મૂલ્ય સમજવા તો સાઉદી લોકોને પણ ભારતમાં આવવું પડે.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment