રસગુલ્લા એક સ્વાદિષ્ટ મીઠાઈ છે. જેના નામમાં જ રસ શામેલ છે. આ રસનો અર્થ મીઠો રસ છે, જ્યારે ગુલ્લાનો અર્થ નાના નાના ગોળા છે. રસગુલ્લા મીઠા રસથી ભરેલી ગોળ મીઠાઈ છે. તે ઉત્તર ભારતની પ્રખ્યાત મીઠાઈઓમાંથી એક છે, ફક્ત ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ ભારતમાં રસગુલ્લા સૌથી વધારે પસંદ કરવામાં આવતી મીઠાઈઓમાંથી એક છે. તેની શરૂઆત ઉત્તર ભારતથી થઈ હતી, જે આજે સંપૂર્ણ ભારતમાં પ્રખ્યાત છે. ખાસ કરીને ઓરિસ્સા અને બંગાળમાં ખૂબ ઉત્સાહથી ખાવામાં આવે છે. રસગુલ્લા ખાવામાં જેટલી સ્વાદિષ્ટ મીઠાઈ છે, તેને બનાવવી તેટલી જ સરળ છે. ખાસ કરીને નવરાત્રી, દિવાળી જેવા તહેવારો દરમિયાન આ મીઠી વાનગી તૈયાર કરીને પ્રસાદરૂપે લેવામાં આવે છે. ભારતમાં રસગુલ્લા વડીલોથી લઈને વૃદ્ધો સુધી દરેક ઉંમરના લોકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. રસગુલ્લાનું નામ સાંભળીને હવે રાહ કોની જોવાય છે? ચાલો જાણીએ કે રસગુલ્લાની રેસીપી ઘરે જ ખૂબ સરળતાથી કેવી રીતે તૈયાર કરી શકાય છે અને તમારા પરિવાર સાથે કેવી રીતે તેનો આનંદ માણી શકાય છે.
મુખ્ય સામગ્રી:
- ૧/૨ લીટર ઠંડુ દૂધ
મુખ્ય વાનગી માટે:
- ૧ કપ ખાંડ
- ૨ કપ પાણી
- જરૂરિયાત મુજબ લીંબુનો રસ
- ૧ નાની ચમચી મકાઈનો લોટ
બનાવવાની રીત:
સ્ટેપ 1.
સૌપ્રથમ એક મોટી વાટકી લો, તેમા દૂધ નાખો અને આ દૂધને રાંધવા માટે રાખી દો. દૂધ ને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી તેમાં એક ઉફાણ આવે નહિ. હવે તેમાં લીંબુનો રસ નાખો, લીંબુનો રસ નાખવાથી દૂધ ફાટી જશે. જો તમારી પાસે લીંબુનો રસ ન હોય તો તમે તેની બદલે સરકાનો પણ ઉપયોગ કરી શકો છો. સરકાની મદદથી તમે ફાટેલું દૂધ બનાવી શકો છો.
સ્ટેપ 2.
જ્યારે દૂધ ફાટવા લાગે ત્યારે બેથી ત્રણ મિનિટ સુધી તેને યોગ્ય રીતે પાકવા દો. હવે તેમાંથી પાણી કાઢીને તેનું પનીર બનાવી લો. હવે તેમાં વધુ પાણી નાખો અને પનીરને ચમચીથી હલાવતા રહો. આમ કરવાથી પનીરમાની સરકાની ખટાશ સંપૂર્ણ રીતે નીકળી જશે.
સ્ટેપ 3.
હવે એક મલમલ અથવા સુતરાઉ કપડું લો અને તેમાં તૈયાર થયેલું પનીર નાખો. પછી તેને પંદરથી વીસ મિનિટ સુધી બાંધીને ટાંગી દો, જેથી તેમાં રહેલું પાણી સંપૂર્ણ રીતે બહાર નીકળી જશે.
સ્ટેપ 4.
એક કડાઈ લો અને તેમાં બે કપ પાણી નાખો, પછી તેમાં ખાંડ નાખો અને ચમચીની મદદથી ખાંડ અને પાણીને યોગ્ય રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકળવા દો. આ રીતે, ખાંડના સીરપમા એક સુસંગતતા આવી જશે.
સ્ટેપ 5.
હવે પનીરનો વારો છે. પનીરને મલમલ અને સુતરાઉ કપડામાંથી અલગ કરી લો અને તેમાં મકાઈનો લોટ ભેળવો. અને તેને સરખી રીતે ગૂંથીને તેનો નરમ દોહ તૈયાર કરો. અહીં તમારે તેને યોગ્ય રીતે ગુંથવાનું છે, તમે તેને જેટલું સરખી રીતે ભેળવશો તેટલુ આ દોહ વધારે નરમ થશે. હવે આ સરખી રીતે તૈયાર કરેલા દોહમાંથી નાના નાના બોલ્સ બનાવી લો. હવે આ બોલ્સને શુગર સિરપમાં ડૂબાડી દો.
સ્ટેપ 6.
રસગુલ્લાને શુગર સિરપની અંદરજ ૧૦થી ૧૫ મિનિટ સુધી પકાવો. તેને ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી રસગુલ્લા આકારમાં મોટા થઈ જાય. હવે તે સરખી રીતે પાકી જશે અને તેનો આકાર પણ મોટો થઇ જશે અને તેમાં સંપૂર્ણ રીતે શુગર સીરપ ભળી જશે. તમારા સફેદ રસગુલ્લા તૈયાર છે. જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને નરમ પણ છે. તમે ઈચ્છો તો તેને ગરમ કે ઠંડા પણ પીરસી શકો છો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team