જો તમારી ત્વચા ખૂબ વધારે સંવેદનશીલ છે, તમે વેક્સિંગને લીધે થતો દુખાવો, બળતરા અને ખંજવાળથી પરેશાન રહો છો તો આ ટિપ્સ તમને ખૂબ વધારે કામ આવી શકશે.
શું તમે પણ તે લોકોમાં શામેલ છો, જેને વેક્સિંગથી ડર લાગે છે? ખંજવાળ અને બળતરાને લીધી તમે પાર્લરમાં વેક્સ કરાવવા માંગતા નથી અને હેર રિમૂવર કે રેઝર થી કામ ચલાવી રહ્યા છો? તો મારો વિશ્વાસ કરો, અહીં આપેલી ટીપ્સથી તમે વેક્સિંગની મજા માણી શકશો અને મુલાયમ ત્વચા સાથે ખૂબ સુંદર પણ દેખાશો.
ઘણીવાર વેક્સિંગ કર્યા પછી ખંજવાળ અને બળતરા થવા લાગે છે. કેટલીકવાર ફોડલીઓ પણ થાય છે.એસ્ટ્રિજન્ટથી થોડી રાહત મળે છે, પરંતુ તે પણ થોડા સમય માટે. કલાકમાં જ ત્યાં સોજા અને લાલ ચાંદા પડી જાય છે. ખરેખર, આ ત્વચાની એલર્જીને લીધે થાય છે.
આ એલર્જી ઘણી વખત એટલી વધી જાય છે કે તે કાયમ માટે ખંજવાળની સમસ્યા બની જાય છે. કેટલાક લોકોને વોટ્સ સાથે પણ બહાર આવે છે. તેનાથી બચવા માટે, વેક્સ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો:
પરીક્ષણ ખૂબ જ જરૂરી છે:
જ્યારે પણ તમે વેક્સિંગ માટે પાર્લર પર જાઓ છો ત્યારે પહેલા વેક્સનું પરીક્ષણ કરો. કોઈપણ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા, તમે તેને ત્વચા પર લગાવીને જુઓ છો, તો વેક્સિંગ કરતી વખતે આ બેદરકારી કેમ? સામાન્ય રીતે બે પ્રકારના વેક્સ હોય છે – સખત વેક્સ અને નરમ વેક્સ.
સખત વેક્સ ડીપ રુટેડ વાળ માટે સારું માનવામાં આવે છે, કારણ કે તે ખૂબ નીચા તાપમાને પીગળે છે. જ્યારે તમે તેને લગાવો છો, ત્યારે તે સરળતાથી ત્વચા પર ફેલાય જાય છે. જો તમારા વાળનો ગ્રોથ વધારે છે, તો સખત વેક્સ તમારા માટે સારું રહેશે.
કુદરતી વેક્સનો ઉપયોગ કરો:
ત્વચાની એલર્જીથી બચવા માટે કુદરતી વેક્સનો ઉપયોગ કરો. ઇટાલિયન વેક્સ ચોક્કસપણે તમારા માટે નવું હશે, પરંતુ તેના ઘણા ફાયદા છે. તે નાજુક અને નરમ ત્વચાવાળા લોકો માટે એક સારો વિકલ્પ છે. ઇટાલિયન વેક્સ, વેક્સિંગ પછી થતી ખંજવાળ અને બળતરાથી ત્વચાને રાહત અપાવે છે.
તે સંપૂર્ણપણે કુદરતી છે. તે સામાન્ય વેક્સની સરખામણીમાં થોડું ખર્ચાળ છે. તે ઓલિવ ઓઇલ અને ગ્લિસરિનને ભેળવીને બનાવવામાં આવે છે. તે એક લિપોસોલ્યુબલ વેક્સ એટલે કે ઘુલનશીલ વેક્સ છે. તેની વિશેષતા એ છે કે તે પીડારહિત હોય છે. સાથે તેનાથી કેમિકલ રિએક્શન થવાની સંભાવના ઓછી રહે છે.
સામાન્ય ત્વચા માટે ટાઇટેનિયમ, શુષ્ક ત્વચા માટે ચોકલેટ અને સ્ટ્રોબેરી, ખૂબ વધારે શુષ્ક ત્વચા માટે નાળિયેર અને ઓલિવ ઓઈલ અને સંવેદનશીલ ત્વચા માટે મધનું દૂધ, એલોવેરા અને ગ્રીન એપલ ના વિકલ્પો છે.
હોમ મેડ વેક્સ:
હોમ મેડ વેક્સ બનાવવા માટે તમારે વધારે ઝંઝટ કરવાની જરૂર નથી. ઘરે તમે બે રીતે વેક્સ તૈયાર કરી શકો છો. એક ખાંડમાંથી અને બીજું બી વેક્સ અને રોજીન માંથી. જો તમને વેક્સ થી ત્વચાની એલર્જી છે તો ઘરે વેક્સ કરો.
શુગર વેક્સ:
જો તમારી પાસે વેક્સ મશીન છે, તો કાર્ય સરળ થઈ જાય છે. ફૂલ આર્મ વેક્સિંગ માટે ૨૦૦ ગ્રામ ખાંડ, એક મોટું લીંબુ અને 2 કપ જરૂરી છે. હવે પહેલા વેક્સિંગ મશીન અથવા પેનમાં પાણી નાખો. પાણી ગરમ થાય કે તરત ખાંડ ઉમેરો. તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે પીગળી જાય અને ચાસણી બની જાય.
બી વેક્સ અને રોઝીન:
કોસ્મેટિક શોપ કે બ્યુટી શોપ પરથી બી વેક્સ અને રોઝિન સરળતાથી મળી જાય છે.બી વેક્સ બિન ઝેરી હોય છે. તેનાથી તમને અને પર્યાવરણને નુકસાન પહોંચતું નથી. તેને ઓનલાઈન પણ ખરીદી શકો છો.
તેના માટે મશીનમાં ૧/૪ કપ બી વેક્સ અને બે ચમચી રોઝીન ઉમેરો. જ્યાં સુધી તે પીગળીને વેક્સ ન બની જાય ત્યાં સુધી તેને હલાવતા રહો. બી વેક્સ થી ત્વચા તંદુરસ્ત તો રહેશે જ, સાથે હેર ગ્રોથ પણ ઓછો થશે.
સ્કિન ફ્રેન્ડલી સ્ટ્રીપ્સ:
વેક્સની પસંદગી પછી સ્ટ્રિપ્સ આવે છે. સ્ટ્રિપ્સ હંમેશા ડેનિમના ઉપયોગ કરવા. આ બજેટ્સ ફ્રેન્ડલી તો હોય જ છે, સાથે રીસાયકલ પણ થાય છે. તમે તેને ધોઈને ફરીથી ઉપયોગ કરી શકો છો.
જ્યારે ડિસ્પોઝેબલ સ્ટ્રીપ્સનો ઉપયોગ કરવો સરળ હોય છે. પરંતુ પર્યાવરણ અને તમારા ખિસ્સા માટે સારું નથી. ડેનિમના સ્ટ્રીપ્સ હંમેશા સ્કિન ફ્રેન્ડલી હોય છે. તેના સતત ઉપયોગથી તે મુલાયમ બને છે.
હેર ટ્રિમ કરો:
જો તમારા વાળ લાંબા અને સખત છે તો તેને ટ્રિમ કરી લો. ડીપ રૂટેડ વાળમાં મોટાભાગે વેક્સ પછી વાળ તૂટે છે અને ફોડલીઓ થઈ જાય છે. આ સમસ્યાથી બચવા માટે વાળને ટ્રીમરથી ટ્રિમ કરી લો. ત્યારબાદ વેક્સ કરો.
ત્વચાને ટોન કરો:
ઘરે ટોનર તૈયાર કરો. ગ્રીન ટીને રાત્રે
પાણીમાં પલાળીને રાખો. બીજા દિવસે તેને ગાળીને બોટલમાં ભરી લો. પ્રીઝર્વ કરવા માટે લીંબુનો રસ ઉમેરો. ગ્લિસરિન, ગુલાબજળ અને લીંબુના ટોનરનો પણ ઉપયોગ કરી શકાય છે.
વેક્સિંગ પહેલાં ટોનરથી મસાજ કરો. તેનાથી તમને વેક્સિંગ કર્યા પછી ખંજવાળ નહીં આવે. વેક્સિંગ કર્યા પછી એલોવેરા જેલ લગાવો. એલોવેરા બળેલી ત્વચાને મટાડે છે.
થોડી સૂચનાઓ:
આ બાબતોને ધ્યાનમાં રાખશો તો વેક્સિંગ કર્યા પછી તમને ત્વચા પર ફોલ્લીઓ થવાની સમસ્યા નહીં થાય. એક સાથે ક્યારેય વધુ પડતું વેક્સ ન લગાવવું. તેના કારણે, ત્વચા બર્ન થવાની સંભાવના રહે છે. સ્પેટ્યુલામાં થોડું વેક્સ લઈને લગાવવું.
વેક્સ લગાવતા પહેલા હંમેશા જોવું કે તે ક્યાંક વધુ ગરમ તો નથી. વેક્સ હંમેશા હેર ગ્રોથની ડિરેક્શનમાં લગાવવું. વેક્સ લગાવ્યા પછી સ્ટ્રીપ ને હેર ગ્રોથની વિરુદ્ધ ડિરેક્શન તરફ ખેંચવુ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.