એવા ઘણા લોકો છે જે બાહ્ય વસ્તુઓથી પોતાની અંદર ચુંબકીય શક્તિનો વિકાસ કરવા માંગે છે. તે માટે તેઓ ઘણા કોસ્મેટીક, મોંઘા કપડા અને શ્રૃંગારનો ઉપયોગ કરે છે, જેથી તેઓ આકર્ષક દેખાય. તમારી આ ટેવો અમુક સમય માટે આકર્ષણ જરૂર ઉભુ કરી શકે છે પરંતુ આકર્ષક વ્યક્તિત્વ મેળવવા માટે તે યોગ્ય ઉપાય નથી. અહીં નીચે, તમને કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે જે સમજાવે છે કે તમે કેવી રીતે લાંબા સમય સુધી તમારી કુદરતી શક્તિ જાળવી શકો અને લોકોને આકર્ષિત કરી શકો.
વ્યક્તિત્વના હિસાબે જોવા જઈએ તો માણસો બે પ્રકારના હોય છે.એક એવા હોય છે જેના આગમનથી ઓરડો પ્રકાશિત થઈ જાય છે અને બીજા લોકો એવા હોય છે જેના પ્રકાશથી ઓરડો પ્રકાશિત થાય છે. આપણામાંથી દરેકનું વ્યક્તિત્વ નિષ્ઠાવાન હોવું જોઈએ. અને આપણે પોતાના માટે તે નિર્ણય કરવો જોઈએ કે આપણે માણસોની બે શ્રેણી માંથી કઈ શ્રેણીમાં આવીએ છીએ?
તો ચાલો નીચે આપેલા ઉપાયોને જોઈએ, જેને અપનાવીને તમે તમારા વ્યક્તિત્વને સરળતાથી વધારી શકો છો અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી શકો છો. સફળતા મેળવવા માટે આજથી જ આ ઉપાયોને અનુસરો. થોડા દિવસોમાં જ તમને ચમત્કારી સકારાત્મક ફેરફાર જરૂર જોવા મળશે, જે તમને સફળતા અને ખુશીની ઊંચાઇ પર લઇ જશે.
સકારાત્મક ટેવોને પ્રોત્સાહન આપો:
સકારાત્મકતા આપણા માનસિક વલણ પર આધારિત છે, પરંતુ તેના પર તમારી સફળતા પણ આધારિત છે. એ તમારા મગજનો તે ભાગ છે જેમાં જો સકારાત્મકતા હોય તો તમે કોઈ પણ કામમાં સફળતા મેળવી શકો છો. સકારાત્મક વલણ રાખીને, તમે મુશ્કેલ કાર્ય પણ સરળતાથી કરી શકો છો. સારો અનુભવ થવો એ બાહ્ય વાતાવરણ પર નહીં પરંતુ તમારા આંતરિક વિચારો પર આધારીત છે. તમારી માન્યતાઓ તમારા વિચારોને વ્યક્ત કરે છે. હંમેશા તમારી આદતો અને તમારા વિચારો વિશે સાવચેત રહો. કારણ કે તમારા શબ્દો જ તમારી ટેવ બની જશે. જો તમારી ટેવો સકારાત્મક હશે, તો પછી તમે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો પણ હસતા હસતા કરી શકો છો. સકારાત્મક વિચારસરણી તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, સકારાત્મકતાથી જ તમારા જીવનમાં શાંતિ, સફળતા, સારું આરોગ્ય, સુખ અને બુદ્ધિ મળે છે. સકારાત્મક ટેવના કારણે તમારું દૈનિક જીવન વિકસિત થશે અને તમારા વ્યક્તિત્વમાં ચમત્કારિક ફેરફારો થશે.
હંમેશા દયાળુ રહેવું:
પ્રેમ અને દયા કુદરતી છે, પરંતુ આ ગુણ આપણામાંથી દરેક પાસે રહેલો હોય છે. તમારે દરેકને પ્રેમ આપવો જોઈએ. પ્રેમ ભગવાને જ બનાવ્યો છે. તમારો પ્રેમ લોકોના રંગ, રૂપ, જાતિ, જ્ઞાતિ, ધર્મ, નાગરીકતા અને અન્ય બાબતો જોઈને ન હોવો જોઈએ. પરંતુ તમારો પ્રેમ તો દરેક માટે એક સમાન હોવો જોઈએ. ફક્ત આ રાષ્ટ્રને જ નહીં પરંતુ સંપૂર્ણ બ્રહ્માંડને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો. પોતાને કરુણામય બનાવવાનો પ્રયત્ન કરો. કારણ કે તમારો પ્રેમ અને તમારી કરુણા જ તમારા વ્યક્તિત્વની સુંદરતા માટે મદદરૂપ સાબિત થશે.
પ્રામાણિક બનો:
નાનપણથી, અમારા શિક્ષકો અને અમારા માતાપિતા અમને કહેતા આવ્યા છે કે “પ્રામાણિકતા એ ઉત્તમ પ્રણાલી છે”. તેઓ દરેક સાચા છે. ખરેખર, પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. પરંતુ જેમ જેમ આપણે મોટા થયા છીએ તેમ અમે જોયું કે લોકો પ્રમાણિક ઓછા અને વધુ બેઇમાન બનવા માંગે છે. આજે, આપણામાંના દરેક થોડું થોડું જૂઠું બોલે છે અને સત્યને છુપાવે છે. તમે કોણ છો અને તમે કેવા છો તે જાણવાની સૌથી ઉત્તમ રીત તમારી પ્રામાણિકતા જ છે. જીવનમાં ભલે ગમે તેવા સંજોગો આવે , આપણે હંમેશાં પ્રામાણિક રહેવું જોઈએ. જે લોકો સરળતાથી જૂઠું બોલે છે તેમના જીવનમાં ક્યારેય સારી ચીજો થતી નથી. ખોટું બોલવું, છેતરપિંડી કરવી, ચોરી કરવી આ દરેક વસ્તુથી તમારું વ્યક્તિત્વ ઉત્તમ થવાને બદલે ખરાબ થતું જાય છે. પ્રમાણિક બનવા માટે, તમારે પહેલા પોતાને નિયંત્રિત કરવું જોઈએ. જે લોકો સરળતાથી જૂઠું બોલે છે, તેના માટે થોડું મુશ્કેલ જરૂર હોય છે, પરંતુ સતત પ્રયત્ન કરવાથી તેઓ પણ થોડા સમય પછી પ્રામાણિક બની શકે છે. પ્રામાણિક રહેવાથી તમારામાં વિશ્વાસ, પ્રેમ અને કરુણા ત્રણેયનો સંચાર થશે.
કૃતજ્ઞતાની આદત વધારો:
કૃતજ્ઞતા શક્યતાના દરવાજાની ચાવી કહેવાય છે. તેનો અર્થ ફક્ત લોકોને આભાર કહેવાથી નથી.જુદી જુદી પરિસ્થિતિઓમાં તમારે જુદી જુદી રીતે ધન્યવાદ કહેવું જોઈએ. કારણ કે જ્યારે દુનિયા જુએ છે કે તમારી પાસે જે કંઈ પણ છે, તે તમારા માટે કૃતજ્ઞ છે તો તેઓ તમને વધારે ખુશી આપવાનો પ્રયત્ન કરશે. જો કોઈ તમારી મદદ કરે છે, તો હંમેશા તેનો આભાર માનતા રહો. જો કોઈએ તમારા માટે કંઈક સારું કર્યું હોય, તો તે વ્યક્તિ સાથે તમારી ખુશી શેર કરો અને તેને આભારનો પત્ર મોકલો. દરરોજ પોતાનું કામ કરતી વખતે સમય સમય પર લોકોનો આભાર માનતા રહો. કેટલીકવાર તમારી પરિસ્થિતિ પર તમારું નિયંત્રણ હોતું નથી પરંતુ તમે પોતાના પર નિયંત્રણ જરૂર કરી શકો છો. હંમેશા લોકોનો આભાર માનવાનું વચન આપો. હંમેશા લોકોનો આભાર માનવાની તક શોધતા રહો. મારું માનવું છે કે સવારે ઉઠતા પહેલા સૌથી પહેલો વિચાર તમારા મનમાં કૃતજ્ઞતાનો જ આવવો જોઈએ, અને સાથે રાત્રે સૂતા પહેલાં પણ છેલ્લો વિચાર તમારા મનમાં કૃતજ્ઞતાનો જ આવવો જોઈએ.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team