આપણે આપણા ડેઇલી રૂટિનની વાત કરીએ તો રસોઈનો સામાન રસોડાની સાથે બધા ફ્રીઝમાં રાખે છે. તેવામાં ભુખ લાગે ત્યારે દરેક વ્યક્તિ સૌથી પહેલા ઘરના ફ્રીઝ ને ખોલે છે. પરંતુ રસ્તા પર રહેતા નિરાધાર અને ગરીબ લોકોને ભોજન ન મળવાને કારણે ઘણા દિવસ સુધી ભૂખ્યા રહે છે. તેવામાં જોર્ડનના એક વ્યક્તિએ તે લોકો માટે બ્લુ ફ્રીઝ રાખ્યું છે. આ ફ્રીઝમાંથી કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે ખોરાક લઈ શકે છે. સાથેજ અન્ય લોકોની મદદ કરવા માટે તેમાં બાકીના લોકો ખોરાક અથવા જરૂરિયાતનો સામાન મૂકી શકે છે. તો ચાલો તેના વિશે વિસ્તારમાં જાણીએ….
સ્પોર્ટ ફાઉન્ડેશનના સ્થાપક અહાન ખાનનું લોકાર્પણ:
જોર્ડનની ‘વુમનસંગ સ્ટ્રીટ’ પર હોકી એકેડમીની બહાર એક બ્લુ ફ્રીઝ પડ્યું છે. તેને સ્પોર્ટ ફાઉન્ડેશનના સ્થાપક અહાન ખાને લોકોની સેવા માટે રાખ્યું છે. આ ફ્રીઝ મા પડેલા સામાનની વાત કરીએ તો તેમાં બિસ્કીટ, નુડલ્સ અને ભોજનના પેકેટ મળી આવે છે. આ ઉપરાંત મોજા અને ટુવાલના પેકેટ પણ તેમાં જોવા મળશે. આવી સ્થિતિમાં ગરીબ, નિરાધાર અને જરૂરિયાત મંદ લોકો કોઈ પરેશાની વગર તેમાંથી વસ્તુ કાઢીને ઉપયોગ કરી શકે છે.
ફિલ્મથી આઈડિયા મળ્યો:
એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ મુજબ, અહાન ખાનને આ ફ્રીઝનો આઈડિયા એક ફિલ્મમાંથી મળ્યો હતો. તેણે પિકચરમાં એક સીન જોયા પછી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો નિર્ણય કર્યો. લોકો માટે બ્લુ કલરનું એક સામૂહિક ફ્રીઝ લાવીને ત્યાં રાખી દીધું.
લોકોને ફ્રીઝ તેમના ઘર જેવું જ લાગે:
આ ફ્રીઝ વિશે અહાનાનું કેહવુ છે કે જે રીતે આપણે આપણા ઘરમાં જમવા માટે ફ્રીઝને ખોલીએ છીએ. તેવીજ રીતે લોકો પણ તેને પોતાનું સમજે. સાથેજ તે કહે છે કે આ રસ્તા પર ચાલતા દરેક લોકો તેનો સમુદાય છે. આવી સ્થિતિમાં આ તેમનું ઘર હોવાને કારણે ફ્રીઝનો ઉપયોગ કરી શકે છે. તેઓ ફક્ત તેને ખોલે અને પોતાની ભૂખને શાંત કરે છે, સાથેજ જો કોઈની પાસે વધારે સામાન હોય તો તે આ ફ્રીઝમાં રાખીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકે છે.
બ્લુ ફ્રીઝની ઘણી ચર્ચા છે :
આ બ્લુ ફ્રિઝની ઇન્ટરનેટ પર ઘણી ચર્ચા થઈ રહી છે. તેમાં યેઉંગ નામના વ્યક્તિએ બિસ્કીટ, ઇન્સ્ટન્ટ નુડલ્સ અને નાસ્તાથી ભરેલી પ્લાસ્ટિકની બેગ રાખીને કહ્યું કે, ‘ જીવનમાં સારું કામ કરવા માટે મોટા વ્યક્તિ હોવું જરૂરી નથી. કોઈ નાનું કામ કરીને પણ આપણે આપણા અંદરની દયા ભાવના બતાવી શકીએ છીએ. સાથેજ વિશ્વમાં આપણું યોગદાન આપી શકીએ છીએ.
૨૪ કલાક ફ્રીઝ ભરેલું રહે છે:
આ ફ્રીઝની વાત કરીએ તો તેમાં જરૂરિયાતથી વધારે જમવાનું મળશે. તેવામાં જો ગરીબ અને જરૂરિયાતમંદ છે તે લોકો કોઈ સંકોચ વગર તેમાંથી સામાન લઈને તેમની ભુખને શાંત કરી શકે છે. તેથી આ ફ્રીઝ હંમેશા ભરેલું રહે છે. બધા લોકો પોતાના અનુસાર તેમા ખાદ્ય ચીજો મૂકી જાય છે. આવી સ્થિતિમાં ૨૪ કલાક આ ફ્રીઝ ગરીબ અને ભૂખ્યા લોકોની સેવામાં લાગી રહે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team