મમ્મી, જ્યારે પણ જુઓ તમે મને વાંચવાનું જ કહો છો, અંતે હું ક્યાં સુધી વાંચતો રહું. દિવસ-રાત વાંચવું એ મારા માટે શક્ય નથી. જ્યારે જુઓ ત્યારે વાંચો વાંચો અને વાંચો! અંતે, કોઈને પણ આખો સમય વાંચવાનું મન થતું નથી. તમને આ વાત ક્યારે સમજાશે? ક્યારે તમે કહેશો કે થોડો આરામ કરી લે? છેવટે તમને ક્યારે સમજાશે કે દરેક સમયે વાંચી શકાતું નથી. તમને ક્યારે સમજાશે કે વાંચતી વખતે વચ્ચે થોડો આરામ પણ જરૂરી છે. પરીક્ષાને જીવન અને મૃત્યુનો સવાલ બનાવી દીધો છે તમે. હું તો ખૂબ પરેશાન થઈ ગયો છું તમારા આ વ્યવહારથી, આમ કહેતા દરવાજાને જોશથી બંધ કરીને બહાર નીકળી જાય છે, અંબરીશ.
અંદરથી મમ્મી નો અવાજ આવે છે. અરે! જુઓ, કેવું મારી સામે બોલે છે. તે ખૂબ મારી સામે બોલવા લાગ્યો છે. શું આપણે તેને આવું શીખવ્યું છે? વડીલો સામે કેમ વાત કરવી તે પણ તને નથી ખબર. સમય ખૂબ જ ખરાબ આવ્યો છે. આપણે પણ બાળકો હતા.અમે તો અમારા માતા-પિતા સાથે ક્યારેય પણ આવી રીતે વાત નથી કરી. જુઓ….. હવે ગુસ્સામાં બહાર નીકળી ગયો છે. ક્યારે આવશે, ખબર નહીં. બાળકોને વાંચવાનું શું કહ્યું, આખું ઘર માથે ચડાવ્યું છે. ન જાણે ક્યારે સમજ આવશે આ બાળકોને, કહેતા તેમણે દરવાજો બંધ કરી દીધો.
સ્માર્ટ પેરેન્ટિંગ માટેની ટીપ્સ:
અંબરીશ જેવા હજારો બાળકો દરરોજ પોતાના માતા-પિતાને આવા સવાલો પુછાતા હશે? કેટલાને જવાબ મળતો હશે? શું દરવાજા પર ગુસ્સો કરીને દરેક આવી રીતે ઘરની બહાર નીકળી શકતા હશે? કે પછી માતા-પિતા આવી રીતે બાળકોને હંમેશા પોતાનું ઉદાહરણ આપીને શાંત કરવાનો પ્રયત્ન કરતા રહેશે? શું માતા-પિતા ક્યારેય બાળકોને સમજી શકશે? તેમની લાગણીઓને, તેમની જરૂરિયાતોને, તેમના સવાલોને? શું વાંચનની સાથે સાથે થોડી રમત અને થોડો આરામ જરૂરી નથી, જેવું અંબરીશ પોતાની મમ્મીને કહી રહ્યો હતો? શું અંબરીશના સવાલોથી તેની મમ્મી અને આવા હજારો બાળકોના માતા-પિતા ક્યારે એકલા બેસીને જવાબ શોધશે? જો જવાબ હા છે, તો ચોક્કસપણે બાળકોનું ભવિષ્ય સુધરશે. અને જો જવાબ ના હોય છે, તો તેમણે આ વિશે વિચારવું પડશે.
બાળકોમાં પરીક્ષાને લઈને થોડી ચિંતા હોય જ છે, માતા-પિતા પણ આ તણાવનો શિકાર બની જાય છે. કયું બાળક નિષ્ફળ થવા ઈચ્છશે? તે પણ સારા નંબર સાથે પાસ થવા ઈચ્છશે. જેથી તેને સારી સ્કૂલ અને કોલેજ – વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મળી શકે. આ માટે દરેક બાળક પોતાની તરફથી સૌથી ઉત્તમ પ્રયાસ કરવાનો પ્રયત્ન કરે છે. આવા સમયે બાળકોને માતા-પિતાનો સહકાર જોઈએ છે. તેને વધારે પ્રેમની જરૂર હોય છે, કારણકે આ સમયે તે ખૂબ જ મુશ્કેલ માર્ગમાંથી પસાર થઇ રહ્યો છે.
આ સમયે બાળક થોડું ચિડિયું થઈ જાય છે, કારણ કે તેના પર પરીક્ષાનું દબાણ હોય છે. માતા-પિતાની ફરજ બને છે કે બાળકને તે દબાણ માંથી બહાર કાઢે. તેમની માનસિક સ્થિતિને સમજે. તેની અંદર ચાલતા વિચારોને સમજે. તેને આરામદાયક બનાવવાનો પ્રયત્ન કરો. તમારો સ્નેહ ભર્યો હાથ તેના માથા પર ફેરવો. તેમને હિંમત આપો કે ધીમે ધીમે અને ધીરજપૂર્વક કામ કરવાથી દરેક મુશ્કેલીનો સામનો કરી શકાય છે. બાળકોને તમારા અનુભવથી વાંચવાની રીત જણાવો. વચ્ચે વચ્ચે ચા, કોફી, રમવા અને આરામ માટે પ્રેરિત કરો. બાળક વધારે તણાવમાં ન જતું રહે, તે માટે તેની સાથે વાત કરતા રહો. બાળકોને સમય આપો. પ્રેમથી સમજાવો. બાળકો ની પ્રશંસા કરો. અને જુઓ, તમારો બદલાયેલો વ્યવહાર, તમારા બાળકમાં કેવો બદલાવ લાવે છે. એકવાર કરીને જુઓ તો ખરા.
પેરેન્ટિંગ માટેની હકારાત્મક ટિપ્સ:
આ ઉપરાંત, માતા-પિતા પોતાના બાળકો ની સરખામણી બીજા બાળકો સાથે કરે છે. પરીક્ષા સમયે કે પરિણામ પછી આ પ્રકારની સરખામણી કોઇ પણ રીતે વ્યાજબી કહેવાથી નથી. આ બાબત દરેક માતાપિતાએ સમજવી પડશે કે દરેક બાળકનું બૌદ્ધિક સ્તર જુદું જુદું હોય છે. દરેક બાળકની કોઈ પણ કામ કરવાની કે સમજવાની ક્ષમતા પણ એકબીજાથી જુદી હોય છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ માતા-પિતા બીજા બાળકો સાથે પોતાના બાળકની સરખામણી કરે છે, ત્યારે તેનામાં ગૌણ ભાવના આવવાની સંભાવના ઘણી વધી જાય છે.
જો એક વાર બાળકના મનમાં ગૌણ ભાવના આવી જાય, તો તેને કાઢવી ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. સરખામણીથી બાળકો માતા-પિતાથી આંતરિક અને બાહ્ય બંને રૂપે દૂર થઈ ગઈ જાય છે. માતા-પિતાએ આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આ દરેક બાબતનો અર્થ એવો નથી કે બાળકો માતા-પિતાની કહેલી વાતો પર ધ્યાન ન આપે. તેનો અર્થ એવો પણ નથી કે બાળકો ધ્યાન આપીને ન વાંચે કે પોતાની મનમાની કરે. બાળકો એ પણ જાણવું જોઈએ કે માતા-પિતા કેવા સંજોગોમાં તેમને ભણાવી રહ્યા છે. માતા-પિતા કેવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરે છે, જેથી તેમના બાળકોને શિક્ષણમાં કોઈ મુશ્કેલી ન પડે. એક સમયનું ભોજન ન કરીને પણ માતા-પિતા બાળકોની ફી ભરે છે. તેઓ કહે છે તે તેમની ફરજ છે, તો શું બાળકોની તેના માતા-પિતા પ્રત્યે કોઈ પર જ નથી બનતી? ચોક્કસપણે બને છે.
પરીક્ષા સમયે જરૂરી છે કે માતા-પિતા અને બાળકો બંને પોતાના કર્તવ્ય અને ફરજને નિભાવે. માતા-પિતા બાળકોની લાગણીઓને સમજે અને બાળકો પોતાના કર્તવ્ય બોધને. તેઓએ સમયની નાજુકતા ને સમજવી પડશે. વડીલ હોવાના સંબંધે માતા પિતાની જવાબદારી ચોક્કસપણે વધારે બને છે. શું આપણે અંબરીશ જેવા હજારો બાળકોને પરીક્ષાના તણાવમા ઘરની બહાર જતા અટકાવી શકીશું?જુઓ ક્યાંક…..મોડું ન થઈ જાય…!
सलीके से गर बच्चों की परवरिश कर ली,
समझो आने वाली नस्लों की हिफाज़त कर ली।
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team