બાળકો સાથે વધારે સખત વર્તન કરવાથી નુકસાન પણ થઈ શકે છે!

Image Source

ઘણીવાર બાળકોને ના પાડવા છતાં પણ તે કામ કરે છે, જેની તેને મનાઈ હોય છે. તેમના આવા વર્તનથી ઘણી વાત માતા-પિતા ચિંતિત થઈ જાય છે અને તેની સાથે સખત વર્તન કરે છે. નિષ્ણાંતોનું માનીએ તો માતા પિતા નું આવરણ બાળકોને બદમીજાજ બનાવી દે છે. ઘણીવાર માતા-પિતા પોતાના મોટા થતાં બાળકોની સમસ્યાઓને સમજી શકતા નથી. પરિણામે બાળકો અને માતા-પિતાના સંબંધો વચ્ચે અંતર આવી જાય છે.

તેઓ દરેક બાબતનો વિરોધ કરવા લાગે છે. કિશોર વયે બાળકોમાં આ બદલાવ અચાનક થતો નથી,પરંતુ માતા-પિતા આ બાબતને સમજી શકતા નથી અને તેમની સાથે સખત વર્તન કરવા લાગે છે. તેની યોગ્ય રીત એ છે કે માતા-પિતા ધીરજપૂર્વક કામ લે, જેથી બાળકો તમારી વાત સાંભળે અને તેનું પાલન પણ કરે.

Image Source

સ્પર્ધા ન કરે:

ઘણી વાર માતા-પિતા પોતાના જ બાળકો વચ્ચે સ્પર્ધા કરે છે. એકબીજાની સરખામણી કરવા લાગે છે. ક્યારેક બાળકોને ઝડપથી હોમવર્ક કરવામાં સ્પર્ધા કરાવે છે, તો ક્યારેક ઝડપથી ખાવા-પીવાની વસ્તુઓમા, તમારા આ પ્રકારના વ્યવહારથી બાળકોમાં હીન ભાવના આવી જાય છે અને તમને ખબર પણ રહેતી નથી. તેના આત્મવિશ્વાસમાં ઉણપ આવે છે, જેનાથી બાળક બહાર પણ હળવા મળવા અને લોકો સાથે વાત કરવામા અચકાય છે.

Image Source

ગુણવત્તાયુક્ત સમય આપો:

ભલે તમે નોકરી કરતા હોય કે ધંધો, બાળકો સાથે સમય વિતાવવો ખૂબ જરૂરી હોય છે. બાળકો પણ ઇચ્છે છે કે તેમને માતા-પિતાનું વધુમાં વધુ સાનિધ્ય મળે. આવું ન થાય તો પણ બાળકો ચીડિયા થઈ જાય છે.

બાળકો સાથે ટીવી જુઓ:

બાળકો નાના હોય કે મોટા, માતા-પિતાએ બાળકો સાથે બેસીને ટીવી જોવી જોઈએ. તેનાથી તમે જાણી શકો છો કે બાળકો ટીવીમાંથી શું સારું કે ખરાબ શીખી રહ્યા છે. બાળકો કઈ વસ્તુઓથી અપડેટ થઈ રહ્યા છે. તેમને તેવા પ્રોગ્રામ જોવા દો, જે જ્ઞાનવર્ધક છે.

વાતચીત વધારો:

બાળકોને પણ તમારી વાતચીતમાં શામેલ કરો. તેમની સ્કૂલ વિશે વાતો કરો અને તેની પ્રવૃત્તિઓ વિશે પૂછો. વાતચીતનો અવકાશ જેટલો વધશે, તેટલું જ બાળકો તમારી સાથે ખુલ્લા મનથી દરેક મુદ્દા પર વાત કરી શકશે.

કારણકે કિશોર વયે ઘણા બાળકો પોતાની અંદર થઈ રહેલા હાર્મોનલ પરિવર્તન વિશે જણાવી શકતા નથી. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે તેના સંબંધિત અમુક બાબતો પહેલાં જ જણાવી દો, જેથી તેઓ ભટકી ન જાય. ઘણીવાર બાળકોને જ્યારે આ સંબંધિત જવાબોમાં નથી ત્યારે તેઓ ઇન્ટરનેટ, ટીવી અને મિત્રોની મદદ લે છે, જે ખૂબજ જોખમી છે. તેનાથી બાળક ડિપ્રેશનમાં જતું રહે છે અને હતાશાથી બાળકનો માનસિક અને શારીરિક વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી. તેથી તેની જે કંઇ પણ સમસ્યા હોય તેને ધ્યાનપૂર્વક સાંભળો અને તેને ઉકેલવામાં મદદ કરો. જો સલાહકારની જરૂર હોય તો તેની મદદ પણ લો.

Image Source

તમારા બાળકને સમજો:

તમારું બાળક શું ઈચ્છે છે, તેની રુચિ કઈ વસ્તુમાં છે, તેને જાણવાનો પ્રયત્ન કરો. પાડોશીનું બાળક શું કરી રહ્યું છે અને શું નહીં, તે વાતથી વધારે જરૂરી છે કે તમારું બાળક શું ઈચ્છે છે? જે વસ્તુમાં તેની રુચિ હોય તેને પ્રોત્સાહન આપો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment