મેદસ્વિતાને લીધે ડાયાબિટીસનો ભય રહે છે. જો તમારા આહારમાં ફેરફાર કરવામાં આવે તો લાંબા સમય સુધી ટાઈપ 2 ડાયાબિટીસથી બચી શકાય છે.
ડાયાબિટીસ અને મેદસ્વીતા બંને એકબીજા સાથે જોડાયેલા છે, ડાયાબિટીસ અને મેદસ્વીતા બંને સામાન્ય સ્થિતિ છે, તે બંને એકબીજા સાથે ઘણી મળતી આવે છે. બંને રોગો એકબીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે, શું તમે તેના વિશે જાણો છો. ઓછા કાર્બોહાઈડ્રેટ્સ યુક્ત આહાર કઈ રીતે તમારા સ્વાસ્થ્યને ઉત્તમ બનાવશે. ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા ટાળો, ડાયાબિટીસ અને મેદસ્વી સામે લડવાનો આનાથી ઉત્તમ સમય નથી, શક્ય તેટલું જલ્દી સ્વસ્થ થવાનો નિર્ણય કરો.
મેદસ્વીતા અને ડાયાબીટીસ રોગચાળાના ચિહ્નો છે:
જે વ્યક્તિ મેદસ્વિતાથી પીડાય છે, તે ડાયાબિટીસથી પીડાતો હોય છે એટલે કે આ વૈશ્વિક ડબલ ખતરો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેદસ્વિતા અને ડાયાબિટીસનું સ્તર સમાનરૂપે વધી રહ્યું છે, જે ડબલ રોગચાળા રૂપે ઉભરી રહ્યું છે, જે ખરાબ સ્વપ્નની જેમ ગમે ત્યારે વિસ્ફોટ થઇ શકે છે.
આપણે આપણી જીવનશૈલીમાં બે પ્રકારની બીમારીઓ સામે લડી રહ્યા છીએ, જેમાં ડાયાબિટીસ બંને રોગોમાં ગંભીરતાનું ચિન્હ છે. તાજેતરમાં મેદસ્વીતા અને ડાયાબીટીસ આ રોગચાળાને ઉત્તેજન આપી રહ્યું છે. જેમાં ડાયાબિટીસ નામના રોગની વ્યાપકતા રૂપ લઇ રહી છે.
કોવિડ 19 મા મેદસ્વિતા અને ડાયાબિટીસથી બચવું:
ડાયાબિટીસના લીધે વિશ્વની દર છ સેકન્ડે આપણે કોઈને ગુમાવીએ છીએ અને એ પણ સાબિત થયું છે કે જે લોકો આ રોગ સામે લડી રહ્યા છે, તેમાં ૯૦ ટકા લોકોના શરીરમાં ચરબી વધારે હોય છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં તે જોવા મળ્યું છે કે આ રોગ વૃદ્ધો માટે જ નથી, આ રોગથી હવે બાળકો પણ પીડાઈ રહ્યા છે.
હાલમાં રોગચાળાની પરિસ્થિતિમાં, મેદસ્વીતા અને ડાયાબીટીસની કથળી રહેલી સ્થિતિ છે, આવા દર્દીઓ કોવિડ 19ની ઝપેટમાં આવવાની સંભાવના વધારે છે.
ઓછા કાર્બોહાઈડ્રેટ યુક્ત આહારનું સેવન કરો:
ડો. એથન સિમ્સે મેદસ્વિતાનું વર્ણન કરવા માટે પર્યાવરણીય પરિબળો સાથે એક જનીન અન્ય જનીનને અસર કરે છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે મેદસ્વિતાને લીધે ડાયાબિટીસનો ગંભીર ખતરો થઈ શકે છે. જેમ કે તેમણે મેદસ્વીતા અને ડાયાબીટીઝ વચ્ચેના ઊંડા સંબંધોની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે, તેમણે પ્રયોગ દ્વારા જાણવાનો પ્રયત્ન કર્યો છે કે જે વ્યક્તિ મેદસ્વિતાથી પીડિત નથી, જેમનું ક્યારેય વજન વધ્યું ન હતું, તેઓ મેદસ્વી થઈ ગયા છે.
એક અધ્યયન મુજબ, અમને એ સંકેત મળ્યો છે કે જે લોકોને શરીરની ચરબી હોય છે તે લોકોને ડાયાબિટીઝ થવાનું જોખમ વધારે હોય છે. લો ફૂડના સ્થાપક શ્રી સુદર્શન ગેંગરેડે, ડાયાબિટીઝ અને મેદસ્વીતા વચ્ચેના જોડાણ વિશે જણાવ્યું છે કે ઓછી ચરબી અને ઓછા કાર્બોહાઇડ્રેટ યુક્ત આહાર લેવાથી આપણે ડાયાબિટીઝ અને મેદસ્વીતા બંનેને નિયંત્રિત કરી શકીએ છીએ.
જીવનશૈલીમાં પરિવર્તન એ ડાયાબિટીસનું જોખમ વધારે છે:
BMI વાળા કોઈપણ વ્યક્તિ, જે ૩૦ વર્ષથી ઉપર છે, તેને મેદસ્વી માનવામાં આવે છે. જીવનશૈલીમાં પરિવર્તન અને લીધે આપણે વજન ઘટાડવા માટે ઘણી રીતો અપનાવી પડે છે, ફાર્માકોથેરાપી અથવા સ્નાયુઓના સમૂહને ઘટાડવા અને વજન ઓછું કરવા માટે શલ્ય ચિકિત્સા પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કેટલાક અભ્યાસોએ દાવો કર્યો છે કે વધારે વજન ઘટાડવાથી ગ્લુકોઝ હોમિયોસ્ટેસિસમાં ક્રમિક સુધારો કરવામાં મદદ મળી છે. વ્યક્તિઓની જીવનશૈલીમાં પરિવર્તનને કારણે ડાયાબિટીસનું જોખમ વધે છે, જો તમારા આહારમાં પરિવર્તન કરવામાં આવે તો લાંબા સમયે ટાઇપ 2 ડાયાબિટીસથી બચી શકાય છે.
ટાઇપ 2 ડાયાબિટીસના વિકાસમાં કાર્બોહાઇડ્રેટ ચયાપચય મા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને આ ત્યારે થાય છે જ્યારે તમારું શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરવામાં નિષ્ફળ જાય અથવા ઇન્સ્યુલિન સ્ત્રાવ ખરાબ થાય.
ખાણી પીણીમા સુધારો લાવવો:
જ્યારે તમે ખાંડ કે કાર્બોહાઈડ્રેટ યુક્ત ખાદ્ય પદાર્થોનું વધારે સેવન કરો છો, ત્યારે શુગર અને ઇન્સ્યુલીનના સ્તરમાં વૃદ્ધિ થાય છે. જેમ ઇન્સ્યુલિનનું સ્તર વધે છે તેમ તમારા શુગરના સ્તરમાં પણ અચાનક ઘટાડો થાય છે. જ્યારે ઈન્સ્યુલીનના હોર્મોન્સ સંપૂર્ણ રીતે ચરબીના સંગ્રહ માટે જવાબદાર છે. જો તમે તમારી ખાણીપીણીમાં સુધારો નહિ લાવો તો તમારું શરીર વધુપડતી શુગર અને કાર્બોહાઇડ્રેટને ચરબી રૂપે સંગ્રહ કરે છે. જે મેદસ્વીતા તરફ દોરે છે.
પ્રોટીનયુક્ત આહારનું સેવન કરવું:
જ્યારે તમે ઓછા કાર્બોહાઈડ્રેટ યુક્ત આહારમાં વધારે પ્રોટીન અને ચરબીનું સેવન કરો છો, તો લાંબા સમય સુધી તમે ભૂખનો અનુભવ કરતા નથી. આ ઉપરાંત, ઓછા કાર્બોહાઈડ્રેટ યુક્ત આહાર તમને સ્વસ્થ બનાવી રાખવા માટે પ્રોટીન યુક્ત આહારનું સેવન કરવા ઉપર ભાર મૂકે છે. જેનાથી તમે ડાયાબિટીસ અને હૃદયરોગથી દુર રહો છો.
ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ:
આ વાત હંમેશા ધ્યાનમાં રાખો કે તમારા આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ડોક્ટર તમને વધુ સારી રીતે જણાવી શકશે તે કયો આહાર તમારા માટે સારો છે. ઓછા કાર્બોહાઈડ્રેટ યુક્ત આહારનું સેવન કરવાથી ડાયાબિટીસની દવાઓ અને ઈન્સ્યુલીનના ડોઝ ઘટાડવામાં મદદ મળશે. સાથે નિયમિત રીતે શારીરિક પ્રવૃત્તિઓ, સારી ઊંઘ, વ્યાયામ અને તણાવમુક્ત રહેવાથી આ રોગો તમારી પાસે આવશે નહિ.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team