સ્ત્રીઓ જ્યારે માતા બને છે ત્યારે ઘણીવાર તેના શરીર પર સ્ટ્રેચ માર્ક્સ દેખાય છે. સ્ટ્રેચ માર્ક્સને લીધે સ્ત્રીઓના શરીરના ઘણા અંગો ખરાબ દેખાવા લાગે છે. સ્ટ્રેચ માર્કસની સમસ્યાને લીધે સ્ત્રીઓ ઘણી વાર પરેશાન રહે છે. સત્ય એ છે કે બાળક પછી સ્ત્રીઓની સૌથી મોટી ચિંતા સ્ટ્રેચ માર્ક્સના ઉપચારની હોય છે. અહીં અમે તમને સ્ટ્રેચ માર્ક્સ સાથે જોડાયેલી બધી જાણકારી જણાવીશું. તમે જાણશો કે સ્ટ્રેચ માર્ક્સ શું હોય છે, સ્ટ્રેચ માર્ક્સ થવાનું કારણ શું છે, અને તમે સ્ટ્રેચ માર્ક્સના ઉપાય માટે કયા ઘરેલું ઉપચારો કરી શકો છો.
આયુર્વેદમાં સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ઘણા ઉપાયો જણાવ્યા છે. ચાલો દરેક વિશે જાણીએ.
સ્ટ્રેચ માર્ક્સ શું હોય છે?
સ્ટ્રેચ માર્ક્સ ત્વચા પરનું રંગહીન નિશાન હોય છે જે ત્વચા ફાટવાને કારણે થાય છે અને સમયની સાથે સાથે તે ઓછા તો થાય છે પરંતુ સંપૂર્ણ રીતે અદ્રશ્ય થતા નથી. સ્ટ્રેચ માર્ક્સ ઘણીવાર વજન વધવા જેવા ગર્ભાવસ્થા, સ્નાયુઓના નિર્માણ કે મેદસ્વિતાને કારણે થાય છે.
સ્ટ્રેચ માર્ક્સ થવાના કારણો:
- સ્ટ્રેચ માર્ક્સ ફક્ત સ્ત્રીઓને જ નહીં પરંતુ પુરુષોને પણ થઈ શકે છે. પુરુષોમાં સ્ટ્રેચ માર્ક્સનું મુખ્ય કારણ મેદસ્વિતા હોય છે પરંતુ આ ઉપરાંત જે લોકો જીમમાં વ્યાયામ કરે છે તેમને પણ સ્ટ્રેચ માર્ક્સ પીઠ, સાથળો અને ખભા પર થઈ શકે છે.
- આપણી ત્વચા પર બે સપાટી એટલે કે સ્તર હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ અચાનક જાડું થઈ જાય છે તો આપણી ત્વચામાં પણ ખેંચાણ થવા લાગે છે. તેવામાં ત્વચાની બહારની સપાટી પર ખેંચાણની અસર થાય છે, પરંતુ આંતરિક ત્વચા આ ખેંચાણને સહન કરી શકતું નથી અને અંદરની પેશીઓ તૂટી જાય છે જેના લીધે સ્ટ્રેચ માર્ક્સ થાય છે.
- આનુવંશિક હોર્મોન્સમાં ફેરફાર અથવા શરીરની સ્થિતિમાં અચાનક બદલાવને કારણે સ્ટ્રેચ માર્ક્સ જોવા મળે છે.
- તરુણાવસ્થાની સાથે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ સ્ટ્રેચ માર્ક્સની સંભાવના વધારે થાય છે.
- એથલેટ્સને સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા વધારે થાય છે.-વજન વધવાને લીધે ત્વચામાં ખેંચાણ થાય છે. સૌથી વધારે સ્ટ્રેચ માર્ક્સ મેદસ્વીતાને લીધે થાય છે.
- મેદસ્વિતાને લીધે સાથળો, પેટ વગેરે જગ્યાઓ પર સ્ટ્રેચ માર્ક્સ થઈ શકે છે. જેમ જેમ ત્વચામાં ખેંચાણ વધે છે, તેમ કોલેજન બનવાનું ઓછું થઈ જાય છે. જેનાથી શરીરમાં હોર્મોન્સ બનવાની પ્રક્રિયામાં અડચણ આવે છે. તેના લીધે સૌથી ઉપરની સપાટી પર નિશાન પડવા લાગે છે.
સ્ટ્રેચ માર્ક્સથી કેવી રીતે બચવું?
- સામાન્ય રીતે આહાર અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવાથી સ્ટ્રેચ માર્ક્સથી બચી શકાય છે. તમે આ ફેરફાર કરી શકો છો
- વ્યાયામ કરવાથી સ્નાયુઓ અને ત્વચા મજબૂત અને તાજી બને છે. પેટ વગેરેના સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે નિયમિત રૂપે ક્રંચેજ કરો. દંડબેઠક કરવાથી પણ સ્ટ્રેચ માર્ક્સ ઓછા થઈ જાય છે.
- સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવવા માટે તમારા ભોજનમાં પૌષ્ટિક આહારનો સમાવેશ કરો. વિટામિન ઈ અને વિટામીન સી વાળા ફળો ખાઓ. પાંદડાવાળા લીલા શાકભાજી ખાઓ. આ આહાર નવી પેશીઓ બનાવવામાં મદદ કરે છે. ઝીંક વાળો આહાર જેમકે નટસ, કઠોળ ખાવાથી સ્ટ્રેચ માર્ક્સની સમસ્યા ઓછી થઈ જાય છે.
- જૈતુન, બદામ અને લવંડર તેલને કુવારપાઠા સાથે ભેળવીને એક મિશ્રણ બનાવો. આ મિશ્રણને સરખી રીતે ભેળવી લો અને તેને રોજ સ્નાન કર્યા પહેલાં કે સૂતા પછી તેનો ઉપયોગ કરો..
- પાણીએ આપણી ત્વચામાં થતાં કોઈપણ પ્રકારના રોગોનો સામનો કરવા માટે સૌથી સરળ રીતોમાંથી એક છે. પાણી આપણી ત્વચાને હાઈડ્રેટ કરીને સ્વસ્થ રાખે છે અને સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે.
- સંતરા અને લીંબુની છાલને સુકવીને તેને બારીક પીસી લો. આ પાવડરને બે ચમચી લઈને એક ચમચી બદામ પાવડર અને થોડા ટીપા ગુલાબજળના ભેળવીને પેસ્ટ બનાવો અને પછી તેને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. ૧૫ મિનિટ લગાવીને ઠંડા પાણીથી ધોઈ લો.
સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપાયો:
સામાન્ય રીતે સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવવા માટે લોકો પહેલા ઘરેલુ ઉપાયો અજમાવે છે. ચાલો જાણીએ કે એવા કયા કયા ઘરેલુ ઉપાયો છે જે સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે.
હળદરથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ઘરેલુ ઉપાયો:
તમે હળદરથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ઉપાયો કરી શકો છો. હળદરમાં પાણી અથવા તેલ ભેળવીને પેસ્ટ બનાવો. આ સ્ટ્રેચ માર્ક્સ પર દિવસમાં બે વાર લગાવો.
પાણીથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ઉપાયો:
જળ એ જીવન છે. શરીરમાં ૭૨ ટકા પાણી હોય છે. શરીરમાં મોટાભાગના રોગો પાણીના સેવનથી મટાડવામાં આવે છે. પાણી શરીરમાં હોર્મોન્સના ફેરફારને સમાન રાખવામાં મદદ કરે છે. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં થતા સ્ટ્રેચ માર્ક્સને અટકાવી શકાય છે.
અખરોટથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ઘરેલુ ઉપાયો:
તમે અખરોટથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ઉપાયો કરી શકો છો. અખરોટની પેસ્ટ બનાવી લો. તેને સ્ટ્રેચ માર્ક્સ વાળી જગ્યા પર લગાવો. ૧૫ મિનિટ લગાવેલું રાખ્યા પછી સાફ કરી લો. તેનો સતત ઉપયોગ કરવાથી ઝડપથી ફાયદો મળે છે.
એરંડાના તેલથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના ઘરેલુ ઉપાયો:
સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે એરંડાના તેલનો ઉપયોગ કરી શકાય છે. તમારા હાથોમાં થોડા ટીપા એરંડાનું તેલ લો અને સ્ટ્રેચ માર્ક્સ પર ગોળ ગોળ ફેરવો. દસ મિનિટ સુધી મસાજ કર્યા પછી તે જગ્યાને કપડાથી બાંધી દો અને ગરમ પાણીમાં પલાળેલા કપડાંથી શેક કરો.
એલોવેરા સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો અપાવે છે:
એલોવેરા ત્વચાની વિકૃતિઓ અથવા ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટેનો ઉપચાર છે. ત્વચાના વિકારમાં એલોવેરા જેલનો ઉપયોગ ફાયદાકારક છે. સ્ટ્રેચ માર્ક્સ પર એલોવેરા જેલ લગાવવાથી ફાયદો થાય છે.
ખાંડના ઉપયોગથી સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો મેળવો:
ખાંડ સ્વાદમાં જેટલી મીઠી હોય છે તેટલી જ ફાયદાકારક પણ છે. એક ચમચી ખાંડમા બદામના તેલના થોડા ટીપા અને લીંબુના રસના ૩ થી ૪ ટીપા નાખીને મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને નાહ્યા પહેલા બેથી ત્રણ મિનિટ સુધી રાખો અને પછી ધોઇ લો. આવું એક મહિના સુધી કરવાથી સ્ટ્રેચ માર્ક્સ દૂર થાય છે.
બટાકાની સ્ટ્રેચ માર્ક્સનો ઉપાય:
બટાકામાં વિટામિન તથા ખનિજ મળી આવે છે. એક બટાકાનો રસ કાઢી લો અને તેને સ્ટ્રેચ માર્ક્સ ઉપર લગાવો. એકથી બે અઠવાડિયા સુધી સતત લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સ, નિશાન, દાગ ધબ્બા વગેરેથી છુટકારો મેળવવામાં ફાયદો મળે છે.
લીંબુથી સ્ટ્રેચ માર્ક્સનો ઉપચાર:
લીંબુના રસનો ઉપયોગ સ્ટ્રેચ માર્ક્સને ઓછા કરવા માટે એક ખૂબ જ સરળ ઉપાય છે. તે પ્રાકૃતિક રીતે એસિડિક હોય છે જે ત્વચા પર થતા નિશાન અને સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે.
કોકો બટરથી સ્ટ્રેચ માર્ક્સના ઉપાયો:
તમે સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો. ગર્ભાવસ્થા દરમિયાન ઓલિવ ઓઈલ લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સ થતા નથી.
ગ્લિસરીનથી સ્ટ્રેચ માર્ક્સનો ઉપાય:
તમે ગ્લિસરીનથી સ્ટ્રેચ માર્કસ દૂર કરવાના ઉપાય કરો. ગ્લિસરીનમાં બેથી ત્રણ ટીપાં લીંબુનો રસ ભેળવો. તેને સ્ટ્રેચ માર્ક્સ વાળી જગ્યા પર લગાવો. તેને દિવસમાં બે વાર લગાવો.
સફરજનના સરકાથી સ્ટ્રેચ માર્ક્સનો ઉપાય:
સફરજનના સરકાને પાણીમાં ભેળવી દો અને તેને ૨૦ મિનિટ સુધી રહેવા દો. પછી હુંફાળા પાણીથી ધોઈ લો. આમ કરવાથી સ્ટ્રેચ માર્ક્સ દૂર થઈ જશે.
ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ?
જો સ્ટ્રેચ માર્ક્સ આયુર્વેદિક ઉપાયોથી મટે નહીં તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જ્યારે સ્ટ્રેચ માર્ક્સ ખૂબ વધારે થઈ જાય અને ખરાબ લાગવા માંડે તો ડોક્ટરને મળીને તેનો ઉપચાર કરાવવો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team