અમુક શહેરો પ્રત્યેનો લગાવ આપણા મનમાં રોમાંચક બની રહે છે. જેમ કે, આપણી જન્મભુમી. એ બધી યાદી છબી બની નજરે તરે જ્યારે વાત મનપસંદ જગ્યાની હોય. કંઈક શહેરોની આબોહવા મસ્ત છે તો કોઈ શહેરની લીલી હરીયાળી. અમુક વ્યક્તિને સ્પેશ્યલ જગ્યાએ જવાનો આનંદ જ કંઈક અનોખો હોય છે. ઈન્સાની વાતાવરણ વચ્ચે જીવતા જીવતા મનચીતની શાંતિ માટે પ્રકૃતિનાં ખોળે જવાનું મન થાય છે. એ બીઝી લાઈફમાંથી બહાર આવવા માટે ધણાંખરા ઉપાય છે. પરંતુ હરવાફરવાના શોખીન તો અલગ જ તરી આવે.
એમ, સૌંદર્યનાં સંદર્ભે વાત કરીએ તો વિશ્વના સુંદર શહેરો બે ભાગમાં વહેંચાઈ જાય છે. અમુક – કુદરતી સૌંદર્ય અને કલાનો સરવાળો એટલે આ શહેર – અહીંની હવા પણ જાદુઈ લાગે છે. કુદરતી સૌંદર્યનો ખજાનો ધરાવે છે તો વળી અમુક શહેરો શિલ્પ, સ્થાપત્ય અને ઐતિહાસિક સ્થળોનો ભંડાર ધરાવે છે. પણ આજે વાત કરીએ એક એવા શહેરોની કે જે કુદરતી સૌંદર્ય અને માનવની સ્થાપત્ય કલાનો સુભગ સમન્વય છે.
આ શહેર છે ઈટલીનું “ફ્લોરેન્સ”. દુનિયાની જાદુઈ નગરીની ઉપમા આપી શકાય આ શહેરને. ફ્લોરેન્સ ઈટલીની રાજધાની છે. નદી તટે વસેલું આ શહેર ગજબનું કુદરતી સૌંદર્ય ધરાવે છે. વર્ષ દરમિયાન કરોડો પ્રવાસીઓ ફ્લોરેન્સની મુલાકાત લે છે.
યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યું છે. ફ્લોરેન્સ સંસ્કૃતિ અને સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. શહેરમાં અનેક આર્ટ ગેલેરીઓ અને મ્યુઝિયમો આવેલા છે. જેમાંથી યુફીઝી ગેલેરી સૌથી સમૃદ્ધ અને પ્રસિદ્ધ ગેલેરી છે. ફોર્બ્સ દ્વારા ફ્લોરેન્સને દુનિયાના સૌથી સુંદર શહેરનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વિશ્વના ટોપ ૧૫ ફેશન કેપિટલ્સમાં ફ્લોરેન્સની ગણના થાય છે.
શહેરના પ્રમુખ આકર્ષણોની વાત કરીએ તો સેન્ટ મારીઆ ડેલ ફાયેર, પેલેઝો વેચીઓ, પોન્ટે વેચીનો, આર્નો રિવરફ્રન્ટ વગેરે છે.
ફ્લોરેન્સ યુરોપિયન સંસ્કૃતિનું ઐતિહાસિક નગર છે. દિવસના ખુશનુમા નજારા અને રાત્રીના રોશનીથી ઝળહળતા દ્શ્યો દ્વારા ફ્લોરેન્સ શોભે છે. શિલ્પ સ્થાપત્યોની ઉત્કૃષ્ટ કલા અને શિલ્પકારોની કુશળતા શહેરની પૌરાણિક ઈમારતોમાં સાફ દેખાઈ આવે છે. ઐતિહાસિક મહત્વ ધરાવતું આ સુંદર શહેર એક વાર તો મુલાકાત લેવા જેવું છે જ….
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.