આજે આપણે શ્રીનગરમાં ફરવાલાયક એવા વુલર તળાવ વિશે જાણીએ.

Image Source

વુલર તળાવ શ્રીનગરમાં હરમુક પર્વતની તળેટીમાં આવેલું એક મનોહર અને આકર્ષક તળાવ છે. પહાડોની મનોહર પહાડીઓ, સુખદ વાતાવરણ અને કુદરતી સુંદરતાથી ઘેરાયેલું વુલર તળાવ શ્રીનગરમાં મનપસંદ પ્રવાસસ્થળો માંથી એક છે કે જે દર વર્ષે હજારો પ્રવાસીઓ ને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થાય છે. વુલર તળાવ એશિયાનું બીજું સૌથી મોટું તાજા પાણીનું તળાવ છે, જે લગભગ ૨૦૦ વર્ગ કિમી ના કુલ ક્ષેત્રમાં ફેલાયેલું છે, જેની લંબાઈ લગભગ ૨૪ કિમી છે. આ તળાવ તેના સુખદ અને શાંતિમય વાતાવરણ ની સાથેસાથે નૌકા વિહાર, વોટર સ્કિંગ, જેવા વોટર સ્પોર્ટ્સ અને સનસેટ પોઇન્ટ અને પિકનીક સ્પોટ રૂપે પણ લોકપ્રિય છે.

જો તમે વુલર તળાવની મુલાકાત માટે યોજના બનાવી રહ્યા છો કે પછી આ સુંદર તળાવની જાણકારી મેળવવા માટે ઉત્સુક છો, તો અમારા આ લેખને આખો વાંચો જેમાં તમને વુલર તળાવના મહત્વપૂર્ણ તથ્યો પ્રવૃત્તિઓ અને માહિતી વિગતવાર જાણી શકશો.

Image Source

વુલર તળાવ નો ઇતિહાસ:

વુલર તળાવના નિર્માણ વિશે અમારી પાસે કોઈ પ્રમાણિક પુષ્ટિ નથી પરંતુ તથ્યો મુજબ વુલર તળાવ ૬૦૦ વર્ષથી પણ વધારે જૂનું છે. વુલર તળાવને સતિસર તળાવનું અવશેષ પણ કહેવાય છે જે પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં હતું.

આ તળાવમાં , તળાવના કેન્દ્રમાં એક નાનો દ્વીપ પણ છે, જેને ” જૈના લેક” પણ કહેવાય છે. આ દ્વીપ નું નિર્માણ ૧૪૪૪ માં રાજા જૈનુલ-અબી -દિન દ્વારા કરવામાં આવ્યું હતું.

Image Source

વુલર તળાવ સાથે જોડાયેલી રોચક જાણકારી:

  • શું તમે જાણો છો? વુલર તળાવ ભારતનું સૌથી મોટું અને એશિયાનું બીજું સૌથી તાજા પાણીનું તળાવ છે.
  • વુલર સમુદ્રની તળેટીથી ૧૫૮૦ મીટરની ઊંચાઈએ આવેલું છે જે લગભગ ૨૦૦ વર્ગ કિલોમીટર ના કુલ ક્ષેત્રમાં ફેલાયેલું છે.
  • તેની લંબાઈ લગભગ ૨૪ કિ.મી છે જ્યારે તેની પહોળાઈ ૧૦ કિમી છે.
  • વુલર તળાવ ના પાણીનો મુખ્ય સ્ત્રોત જેલમ નદી છે.
  • આ તળાવના બેસીન ને ટેકટોનિક ગતિવિધિ ના પરિણામ સ્વરૂપે બનાવવામાં આવ્યું હતું, જેના લીધે તળાવ દ્વારા આવરવામાં આવેલું ક્ષેત્ર આખા વર્ષ દરમિયાન બદલાતું રહે છે.
  • આ તળાવ ભારતના તે ૨૬ તળાવમાંથી છે જે પોતાના શાંત સ્વરૂપ અને ભયંકર હવાઓ માટે જાણીતું છે.
  • વુલર તળાવ ના કેન્દ્ર માં એક નાનુ દ્વીપ પણ છે, જેને “જૈના લેક” ના નામથી ઓળખવામાં આવે છે.

Image Source

વુલર તળાવના આકર્ષણો અને પ્રવ્રુતિઓ:

બારામુલ્લા રોડ પાસે સંગરામા માં સોપૂર અને બાંદીપોર શહેરોની વચ્ચે આવેલું વુલર તળાવ ખૂબ જ મનમોહક અને રમ્ય તળાવ છે જે તેમની પ્રવૃત્તિઓ, પ્રાકૃતિક સુંદરતા અને બીજા આકર્ષણોને લીધે શ્રીનગર ની યાત્રા કરવા આવનારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. તો ચાલો જાણીએ કે વુલર તળાવ ના મુખ્ય આકર્ષણ અને કરવા માટેની ગતિવિધિઓ-

વુલર તળાવના વોટર-સ્પોર્ટ્સ:

લગભગ ૨૦૦ વર્ગ કિમીના ક્ષેત્રમાં ફેલાયેલુ વુલર તળાવ પોતાના શાંત અને સુખદ વાતાવરણ ની સાથે સાથે પોતાના વોટર સ્પોર્ટસ અને રોમાંચક પ્રવૃત્તિઓ માટે પણ ઘણું પ્રખ્યાત છે. આ તળાવ અહીં આવનારા પ્રવાસીઓ અને સ્પીડ બોટ રાઇડ, વોટર સ્કીંગ, જેવા બીજા ઘણા વોટર સ્પોટ વિવિધતા પ્રદાન કરે છે જેને કોઈપણ વુલર તળાવ ની મુલાકાતમાં આનંદ માણી શકે છે.

Image Source

વર્લ્ડ વોચિંગ:

શ્રીનગરની સુંદર પહાડીઓની વચ્ચે વચ્ચે આવેલું વુલર તળાવ વર્લ્ડ વોચિંગ અને પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. વિશ્વાસ રાખો કે તળાવના શાંત વાતાવરણમાં જુદા જુદા પ્રકારના રંગબેરંગી પક્ષીઓને આસપાસના વૃક્ષો પર અને તળાવમાં ડૂબકી મારતા જોવું, તેમનો ચહકવાનો આવાજ સાંભળવો એ તમારી ઇન્દ્રિયોને તરોતાજા અને મંત્રમુગ્ધ કરી દેશે. હજુ પણ તમે અહીં આવશો તો કાળા કાન વાળી પતંગ, યુરેશિયન સ્પેરો વોક, શોર્ટ- ટો- ઇગલ, હિમાલયન ગોલ્ડન ઈગલ, હિમાલયન મોનાલ, ચોકર પાર્ટ્રિજ, કોચલાસ પાર્ટ્રિજ, રોક ડવ, સામાન્ય કોયલ, આલ્પાઇન સ્વીફ્ટ, ઇન્ડિયન રોલર, હિમાલયન વુડપેકર, હૂપ્પો જેવી જુદીજુદી પક્ષીઓની પ્રજાતિઓને સરળતાથી જોઈ શકાય છે.

Image Source

ફિશિંગ:

શ્રીનગરમાં હરમૂક પર્વતની તળેટીમાં આવેલું આ વુલર તળાવ ઘણા જળ જીવો નું ઘર છે જેને આ તળાવના નીર્મળ પાણીમાં તરતા જોઈ શકાય છે. જો તમે તમારા મિત્રો સાથે વુલર તળાવના પ્રવાસે આવી રહ્યા હોય તો તમારી મુસાફરીને મજેદાર બનાવવા માટે ફિશિંગ નો આનંદ માણી શકો છો. અહીં મળી આવતી માછલીઓ સ્થાની આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેથી તમને અહીં સ્થાનીય લોકો માછલી પકડતા જોવા મળે છે.

કેમ્પિંગ:

કેમ્પિંગ વુલર તળાવની એક વધુ આકર્ષિત પ્રવૃત્તિ છે જે પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. જી હા, વિચારો તળાવના કિનારે પ્રાકૃતિક સુંદરતા, બર્ફીલી પહાડીઓનો સુંદર નજારો, સુરમ્ય વાતાવરણ અને ગરમા ગરમ ચા સાથે કેમ્પિંગ કરવું કેટલું આકર્ષક હશે.તેથી જો તમે તમારા મિત્રો સાથે વુલર તળાવની મુસાફરીની યોજના કરી રહ્યા હોય તો તમે તમારી મુસાફરીનો આનંદ માણવા અને યાદગાર બનાવવા માટે આ વિકલ્પને પણ પસંદ કરી શકો છો.

સનસેટ પોઇન્ટ:

સમુદ્રની સપાટીથી ૧૫૮૦ મીટરની ઊંચાઈએ આવેલું વુલર તળાવ શ્રીનગર નું પ્રખ્યાત સનસેટ પોઇન્ટ પણ છે જ્યાંથી પ્રવાસીઓ અદભૂત દ્રશ્યોને જોઈ શકે છે.

વુલર તળાવ નો સમય:

વુલર તળાવનો સમય શોધનારા પ્રવાસીઓને જણાવી દઈએ કે આમ તો આ તળાવ ૨૪ કલાક ખુલ્લું રહે છે, પરંતુ પ્રવાસીઓને અહીં સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યાની વચ્ચે ફરવા જવાની સલાહ આપવામાં આવે છે.

તેથી તમે જ્યારે પણ તમારા પરિવાર કે મિત્રો સાથે વુલર તળાવે ફરવા આવો તો સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યાની વચ્ચે જ આવવું.

વુલર તળાવ ની પ્રવેશ ફી:

જણાવી દઈએ કે વુલર તળાવમાં ફરવા માટે કોઇ પ્રવેશ નથી પરંતુ જો તમે અહીં બોટ રાઈડ,‌ વોટર સ્કિગ, જેવી વોટર-સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનો આનંદ માણવા માંગો છો તો તેના માટે તમારે એક નક્કી કિંમત ચૂકવવી પડે છે.

Image Source

વુલર તળાવની આસપાસ શ્રીનગરમાં ફરવા માટેના સ્થળો:

શ્રીનગર જમ્મુ કાશ્મીર રાજ્યનું સૌથી મુખ્ય પ્રવાસ સ્થળોમાનું એક છે, જે વુલર તળાવની સાથેસાથે નીચે આપેલા ઘણા પ્રખ્યાત પ્રવાસી સ્થળો થી‌ સજ્જ છે, જ્યાં પ્રવાસીઓ વુલર તળાવ ની યાત્રા દરમિયાન ફરવા જઈ શકે છે, તો ચાલો જાણીએ કે તમે વુલર તળાવ ની યાત્રા દરમિયાન ક્યાં ક્યાં ફરવા જઈ શકો છો.

  • દલ તળાવ
  • નિશાત બાગ
  • શાલીમાર બાગ
  • યુસમર્ગ
  • જામિયા મસ્જિદ
  • ચિનાર પાર્ક
  • દાચીગમ નેશનલ પાર્ક
  • ખીર ભવાની મંદિર
  • બાદામ વારી ગાર્ડન
  • ચટ્ટી પદશાહી ગુરુદ્વારા
  • કાઠી દરવાજા
  • સલિમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન

Image Source

વુલર તળાવ ફરવા જવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય:

શ્રીનગર ના ખોળા માં આવેલું વુલર તળાવનું વાતાવરણ વર્ષ દરમિયાન સુખદ રહે છે. અહીં તમે કોઈ પણ ઋતુમાં ફરવા જઈ શકો છો, કુલ મળીને તમને શ્રીનગર ફરવા માટે કોઈ ખાસ ઋતુની રાહ જોવી નહી પડે, કેમકે આ સ્થળ વર્ષ દરમિયાન પ્રવાસીઓને આકર્ષિત કરે છે.પરંતુ તો પણ જો તમે અહીં વધારે આનંદ માણવા માંગો છો તો એપ્રિલથી ઓક્ટોબર નો સમય અહીં ફરવા માટે ખૂબ જ સારો છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment