ઉતરાખંડ એ ભારતનું એક સુંદર રાજ્ય છે જેને દેવભૂમિ કે દેવોની ભૂમિ રૂપે જાણવામાં આવે છે. પોતાની પ્રાકૃતિક સુંદરતા, શાંતિ અને પવિત્રતાની સાથે આ રાજ્યમાં કેદારનાથ, બદ્રીનાથ, ઋષિકેશ, હરિદ્વાર જેવા પ્રખ્યાત ધાર્મિક સ્થળો આવેલા છે જે હિન્દુ ધર્મના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તમને જણાવી દઈએ કે ઉતરાખંડના તીર્થ સ્થળો હિન્દુ તીર્થ યાત્રીઓ દ્વારા કરવામાં આવતી ચારધામની યાત્રાનો પણ મહત્વપૂર્ણ ભાગ છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં છોટા ચારધામ યાત્રા અને પંચ કેદાર યાત્રા પણ ઘણી પ્રખ્યાત છે. આધ્યાત્મિકતાના વાસ્તવિક સારને સમાવતા ઉતરાખંડના દરેક ધાર્મિક સ્થળો અને મંદિરનો પોતાનો એક ઇતિહાસ છે, જે તમને દેવત્વના અમર યુગ તરફ લઇ જશે. એકંદરે, આ રાજ્ય હિંદુ તીર્થયાત્રીઓ અને શાંતિ ઇચ્છનારા પ્રવાસીઓ માટે એક આદર્શ સ્થળ છે.
જો તમે પણ તમારા પરિવાર કે મિત્રો સાથે ચહલ પહલ અને ઘોંઘાટથી દૂર આધ્યાત્મિકતા વચ્ચે સમય પસાર કરવા માટે ઉત્તરાખંડના ધાર્મિક સ્થળોની યાત્રા વિશે વિચારી રહ્યા છો, તો અમારા આ લેખને જરૂર વાંચો. જેમાં અમે તમને ઉત્તરાખંડના મુખ્ય મંદિરો અને ધાર્મિક સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને જ્યારે પણ તક મળે ત્યારે ઉત્તરાખંડના તીર્થ સ્થળોની યાત્રા જરૂર કરો.
ઉત્તરાખંડના મુખ્ય ધાર્મિક સ્થળો:
કેદારનાથ:
ઉત્તરાખંડ રાજ્યના હિમાલય પર્વતની ગોદમાં આવેલું કેદારનાથ, ફક્ત ઉત્તરાખંડનું જ નહીં પરંતુ ભારતના મુખ્ય સ્થળોમાંથી એક છે. તમને જણાવી દઈએ કે કેદારનાથ ધામ ભારતની ચાર ધામની યાત્રાનો મહત્વનો ભાગ છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ યાત્રા માટે આવે છે. ૩૫૮૪ મીટરની ઊંચાઈએ આવેલું કેદારનાથ ધામનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીને સમર્પિત એક પ્રાચીન મંદિર છે, જે દરેક બાર જ્યોતિર્લિંગોમાં સૌથી મહત્વપૂર્ણ છે. કેદારનાથ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે આ મંદિર એપ્રિલથી નવેમ્બર મહિનાની વચ્ચે જ દર્શન માટે ખુલે છે અને વર્ષ દરમિયાન લોકો કેદારનાથ મંદિરે આવવા માટે રાહ જુએ છે.જો તમે પણ તમારા પરિવાર કે મિત્રો સાથે ફરવા માટે ઉતરાખંડના સ્થળો શોધી રહ્યા છો તો તમારે કેદારનાથ ની યાત્રા જરૂર કરવી જોઈએ.
ઋષિકેશ:
ઉતરાખંડની રાજધાની દહેરાદૂનથી લગભગ ૪૩ કી.મી દક્ષિણ પૂર્વમાં આવેલું ઋષિકેશ ઉત્તરાખંડના પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાંથી એક છે. ગંગા અને ચંદ્રભગા નદીના કિનારે આવેલું આ શહેર હિન્દુઓના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક છે જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ તીર્થ સ્થળે શાંતિપ્રિય સમય પસાર કરવા માટે આવે છે. ઘણા પ્રાચીન અને ભવ્ય મંદિરોની સાથે સાથે આ તીર્થ સ્થળ તેના યોગ માટે પણ ઓળખાય છે, જેના લીધી તેને ‘યોગ કેપિટલ ઓફ ધ વર્લ્ડ’રૂપે ઓળખવામાં આવે છે. જે પણ પ્રવાસીઓ પોતાના મિત્રો સાથે ફરવા માટે ઉત્તરાખંડના તીર્થ સ્થળ શોધી રહ્યા છે, તેમણે ઋષિકેશની યાત્રાએ જરૂર જવું જોઈએ. મિત્રો સાથે ફરવા માટે ઋષિકેશ તીર્થસ્થળ એક એવું સ્થળ છે જ્યાં તમે આધ્યાત્મિકતામાં સમય પસાર કરવાની સાથે સાથે ઘણી એડ્વેન્ચર એક્ટિવિટીઝનો પણ આનંદ માણી શકો છો.
બદ્રીનાથ:
ઉત્તરાખંડના મુખ્ય ધાર્મિક સ્થળો રૂપે પ્રખ્યાત બદ્રીનાથ, ભારતમાં હિન્દુ તીર્થ યાત્રાળુઓ દ્વારા કરવામાં આવતી ચારધામની યાત્રાનો એક ભાગ છે. બદ્રીનાથ ધામ આ રાજ્યમાં કેદારનાથ પછી ચારધામની યાત્રાનું બીજું સ્થળ છે. એવું માનવામાં આવે છે કે બદ્રીનાથના દર્શન વગર કેદારનાથની યાત્રા અધૂરી છે. તેથી કેદારનાથના યાત્રાળુઓ પહેલા બદ્રીનાથની યાત્રા કરવા માટે જરૂર જાય છે. બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત એક તીર્થસ્થળ છે, જે દર વર્ષે લાખો તીર્થ યાત્રાળુઓનું આયોજન કરે છે. બદ્રીનાથ ધામનો ઉલ્લેખ વિભિન્ન વેદોમાં પણ કરવામાં આવ્યો છે, જે તેને હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ ખાસ અને શ્રેષ્ઠ ધાર્મિક સ્થળ બનાવે છે.
હરિદ્વાર:
ભારતના સૌથી પવિત્ર શહેરોમા શુમાર, હરિદ્વાર ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ ક્ષેત્રમાં ગંગા નદીના કિનારે આવેલુ એક સુંદર પ્રાચીન શહેર છે. હરિદ્વાર ઘણા આશ્રમો, મંદિરો અને પવિત્ર વાતાવરણથી સંપન્ન છે, જે તેને ઉત્તરાખંડના તીર્થ સ્થળ રૂપે ખૂબ જ લોકપ્રિય બનાવે છે. માનવામાં આવે છે કે ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજ સાથે જ હરિદ્વાર પણ તે ચાર સ્થળોમાંથી એક છે, જ્યાં આકાશીય પક્ષી ગરૂડના ઘડામાંથી અમૃતના ટીપા છલકાયા હતા. તેથી હરિદ્વારમાં દર ૧૨ વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો પવિત્ર ગંગા નદીમાં ડૂબકી મારવા આવે છે. તમે જ્યારે પણ ઉત્તરાખંડના મુખ્ય સ્થળોની યાત્રા કરવા હરિદ્વાર આવશો તો હર કી પૌડી, મનસાદેવી મંદિર,ભારતમાતા મંદિર અને સપ્ત ઋષિ આશ્રમ જેવા ઘણા ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકો છો.
યમુનોત્રી:
યમુનોત્રી ધામ ૩૨૯૩ મીટરની ઊંચાઈએ ગઢવાલ હિમાલયની ગોદમાં આવેલું એક પવિત્ર સ્થળ છે. યમુના નદીની ઉત્પત્તિ રૂપે યમુનોત્રી શ્રદ્ધાળુઓ માટે ઉતરાખંડનું પ્રખ્યાત તીર્થ સ્થળ બની ચૂક્યું છે, સાથે જ આ તીર્થસ્થળ બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી ધામ પછી ઉત્તરાખંડમાં કરવામાં આવતી છોટા ચારધામ યાત્રાનો ભાગ પણ છે. જેના લીધે હજારો શ્રધ્ધાળુઓ યમુનોત્રી ધામની યાત્રા કરવા માટે આવે છે. આ ઉપરાંત માનવામાં આવે છે કે યમુનામાં સ્નાન કરવાથી જીવનના અંતિમ સમયે મૃત્યુ દુઃખ ઓછું થાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ એક બીજું કારણ છે કે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે યમુનોત્રી ધામની યાત્રા કરવા આવે છે.
ગંગોત્રી:
ગંગોત્રી ધામ ઉત્તરકાશીમાં આવેલા ઉતરાખંડના તીર્થ સ્થળોમાં એક વધુ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે, સાથે જ આ પવિત્ર સ્થળ ઉત્તરાખંડના મુખ્ય ચાર ધામોમાંથી એક છે, જે વર્ષ દરમિયાન પ્રવાસીઓ અને તીર્થ યાત્રાળુઓ સાથે જોડાયેલું છે. પૌરાણિક કથાઓ પરથી જાણ થાય છે કે સદીઓ પહેલા રાજા ભાગીરથની તપસ્યા પછી દેવી ગંગાએ તેના પૂર્વજોના પાપોને ધોવા માટે પોતાને એક નદી રૂપે પ્રવાહિત કરી. પરંતુ ઊંચાઈએથી પડતા પાણીના પ્રવાહને ઓછો કરવા માટે ભગવાન શિવે પોતાની જટાઓમાં તે પાણીને સમાવી લીધું. ગંગા નદીના ઉદ્ગમ સ્થાનને ભાગીરથી પણ કહેવાય છે. ઉત્તરાખંડના મુખ્ય ધાર્મિક સ્થળોની યાત્રામાં જ્યારે પણ શ્રદ્ધાળુઓ અહીં આવશે તો તેઓ ગંગોત્રી મંદિર, જળમગ્ન શિવલિંગ, સૂર્ય કુંડ, કેદારતાલ વગેરે જેવા ઘણા પ્રખ્યાત ધાર્મિક અને પ્રવાસ સ્થળોની યાત્રા કરી શકો છો.
ઉત્તરકાશી:
ઉત્તરકાશી ઉત્તરાખંડના પહાડી રાજ્યમાં આવેલું એક નાનકડું શહેર છે જેને ઉત્તરના ‘વારાણસી’ રૂપે પણ ઓળખવામાં આવે છે. હિન્દુઓ દ્વારા એક ધાર્મિક સ્થળરૂપે પ્રતિષ્ઠિત ‘ઉત્તરકાશી’ ઉત્તરાખંડના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંથી એક છે. ઉત્તરકાશી નો શાબ્દિક અર્થ છે “ઉત્તર ની કાશી કે વારાણસી”. જેના લીધે તેને ઉત્તરના વારાણસી નામે ઓળખવામાં આવે છે. પોતાના નામને અનુરૂપ, ઉત્તરકાશી પવિત્ર ગંગા નદીના કિનારે આવેલા ઘણા આશ્રમો અને મંદિરોનું એક ઘર છે, જે ભક્તોને શાંતિ પ્રદાન કરે છે. મંદિરો ઉપરાંત, ઉત્તરકાશીમાં ઘણા આશ્રમો છે જે પોતાના અનુયાયીઓને ધ્યાન, સંતુલન અને યોગનો સાચો માર્ગ પ્રદાન કરે છે. આ સ્થળ પ્રાચીનમાં ઘણા ઋષિઓ અને સાધુઓ માટે એક ધ્યાનનું આધાર હતું. જો તમે તમારા પરિવાર કે મિત્રો સાથે ફરવા માટે ઉત્તરાખંડના પ્રખ્યાત ધાર્મિક સ્થળ શોધી રહ્યા છો, તો તમારે ઉત્તરકાશીની યાત્રા જરૂર કરવી જોઈએ.
પંચ પ્રયાગ:
પંચ પ્રયાગ “પાંચ નદીઓ”નું સંગમ સ્થળ છે જે ભારતના ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ ક્ષેત્રમાં આવેલું છે. દેવતાઓની ભૂમિ ઉત્તરાખંડ ફક્ત પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ આધ્યાત્મિક મહત્વને લીધે પણ તીર્થયાત્રીઓ માટે એક લોકપ્રીય યાત્રા સ્થળ માનવામાં આવે છે. અહીં બરફથી ઢંકાયેલા પહાડો, ચોતરફ ફેલાયેલી પ્રાકૃતિક હરિયાળી,શાંત વાતાવરણ અને પવિત્ર મંદર તેને સ્વર્ગ સમાન બનાવે છે. પંચ પ્રયાગ ના પાંચ મુખ્ય સંગમ દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, નંદપ્રયાગ અને વિષ્ણુપ્રયાગથી મળીને બન્યું છે. ગંગા નદી આ પાંચ મુખ્ય સંગમ માંથી પસાર થાય છે, તેથી પંચ પ્રયાગ સંગમો ઉપર સ્નાન કરવું એ પવિત્ર માનવામાં આવે છે અને મંદિરોમાં જતા પહેલા ભક્તો અહીંના જળમાં ડૂબકી મારવાની તક ચૂકતા નથી. પૃથ્વીની પૌરાણિક અને પ્રાકૃતિક રૂપે અદ્ભૂત સ્થળો પર પોતાના આત્માઓની શાંતિ માટે પ્રવાસીઓ પંચ પ્રયાગની યાત્રા કરવાનું પસંદ કરે છે.
દેવપ્રયાગ:
ઉત્તરાખંડ રાજ્યના ટિહરી ગઢવાલ જિલ્લામાં આવેલું દેવપ્રયાગ ઉત્તરાખંડના મુખ્ય તીર્થ સ્થળોનો મહત્વનો ભાગ છે. દેવપ્રયાગ એક પવિત્ર સ્થળ જ્યાંથી ગંગા નદી ભાગીરથી અને અલકનંદા નદીઓના સંગમ પછી નીકળે છે. આ સ્થળ પંચ પ્રયાગનો પણ એક ભાગ છે અને હિન્દુ ભક્તોના દિલમાં તેનું ખૂબ મહત્વ છે. દેવ પ્રયાગમાં સંપૂર્ણ દેશમાંથી વર્ષ દરમિયાન હિંદુ યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવે છે. આ સ્થળ ફક્ત આધ્યાત્મિક વાતાવરણ જ નહીં, પરંતુ શાંત વાતાવરણ વચ્ચે એકાંતનો આનંદ લેવા માટે પણ સૌથી ઉત્તમ સ્થળ છે. આ કારણે જ ઉત્તરાખંડના તીર્થસ્થળની યાત્રા કરવા આવનારા પ્રવાસીઓ દેવપ્રયાગની યાત્રા કરવાનું પસંદ કરે છે.
તુંગનાથ:
ઉતરાખંડમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું તુંગનાથ કોઈ તીર્થ સ્થળથી ઓછું નથી. ધાર્મિક મહત્વ ધરાવતું તુંગનાથ શ્રદ્ધાળુઓ માટે પણ ખુબ જ ઉત્તમ સ્થળ છે. તુંગનાથમાં દેવદાર અને રોડોડેન્ડ્રોનના જંગલો છે જે સદાબહાર છે અને તે પ્રવાસ સ્થળને વધારે સુંદર બનાવે છે. તુંગનાથમાં ઘણા પ્રવાસ અને ધાર્મિક સ્થળો છે જેમાંથી દેવરીયા તળાવ, તુંગનાથ મંદિર, કેદારનાથ મંદિર ખૂબ વધારે પ્રખ્યાત છે. તુંગનાથ તીર્થયાત્રીઓને ઘણું આકર્ષિત કરે છે કેમકે આ તીર્થ સ્થળ સુધી પહોંચવા માટે સુંદર ખીણોમાંથી ટ્રેકિંગ કરવું પડે છે. જે આ તીર્થ સ્થળોમાં વધુ એક આકર્ષણનું કાર્ય કરે છે.
ગુપ્તકાશી:
ગુપ્તકાશી કેદારનાથથી ૪૭ કિલોમીટરના અંતરે આવેલું એક મુખ્ય તીર્થસ્થળ છે. તમને જણાવી દઈએ કે ગુપ્તકાશી હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થળ છે સમુદ્ર સપાટીથી ૧૩૧૯ મીટરની ઊંચાઈએ આવેલું છે. ગુપ્તકાશી એ એક પ્રવાસ સ્થળ રૂપે કામ કરે છે જે ચોખંબા પહાડોના બરફથી ઢંકાયેલ શિખરોનું અદભૂત દ્રશ્ય પ્રસ્તુત કરે છે. તમને જણાવી દઈએ કે ગુપ્તકાશીમાં બે પ્રાચીન મંદિર આવેલા છે જેના નામ વિશ્વનાથ મંદિર અને અર્ધનારેશ્વર મંદિર છે. આ ઉપરાંત અહીં આવેલો મણિકર્ણિકા કુંડ શહેરનું એક અન્ય લોકપ્રિય સ્થળ છે, જે મોટી સંખ્યામાં યાત્રાળુઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. જે કોઇપણ ભક્તો ઉત્તરાખંડના પ્રખ્યાત સ્થળ કેદારનાથની યાત્રા કરવા માટે અહીં આવે છે, તેમણે ગુપ્તકાશીના મંદિરોની યાત્રા કરવા માટે પણ જવું જોઈએ.
મુક્તેશ્વર ધામ:
ઉત્તરાખંડના સુંદર હિલ સ્ટેશન નૈનીતાલ માં આવેલું મુક્તેશ્વર ધામ ઉત્તરાખંડના તીર્થ સ્થળોમાંનું એક પ્રખ્યાત તીર્થસ્થળ છે. તમને જણાવી દઈએ કે મુક્તેશ્વર મંદિર ઉત્તરાખંડના સૌથી પ્રખ્યાત અને પ્રાચીન મંદિરોમાંથી એક છે જે લગભગ ૩૫૦ વર્ષ જૂનું છે. મુક્તેશ્વર મંદિર આ સૃષ્ટિનું સર્જન કરનારા ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર મુક્તેશ્વરમાં સૌથી ઊંચા સ્થાને આવેલું છે અને આ સ્થળનું નામ પણ આ મંદિરના નામ પરથી રાખવામાં આવ્યું છે. મુક્તેશ્વર મંદિરની સમુદ્ર સપાટીથી ઉંચાઈ લગભગ ૨૩૧૨ મીટર છે. આ પ્રાચીન મંદિર હિન્દુ ધર્મગ્રંથમાં ભગવાન શિવને સમર્પિત ૧૮ સૌથી મહત્વપૂર્ણ આ મંદિરોમાંથી એક રૂપે ઓળખવામાં આવે છે.
મધ્ય મહેશ્વર મંદિર:
મધ્ય મહેશ્વર મંદિર ઉત્તરાખંડમાં આવેલું એક પ્રખ્યાત મંદિર છે જે સમુદ્ર સપાટીથી ૩૪૯૦ મીટરની ઊંચાઈએ આવેલું છે. તમને જણાવી દઈએ કે મંદિરની યાત્રા ખૂબ જ મુશ્કેલ છે, કારણકે આ મંદિર સુધી પહોંચવા માટે ઘણા પડકારરૂપ માર્ગોમાંથી પસાર થવું પડે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત એક પવિત્ર મંદિર છે જેને ઉતરાખંડના સૌથી જુના ધાર્મિક સ્થળો માંથી એક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે મધ્ય મહેશ્વર મંદિર પંચ કેદાર યાત્રાનો મહત્વનો ભાગ છે જે કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ અને કલ્પેશ્વર મંદિરને મળીને પૂર્ણ થાય છે.
આ લેખમાં તમે ઉત્તરાખંડના મુખ્ય ધાર્મિક સ્થળો અને તેમની યાત્રા વિશે જાણ્યું. તમને અમારો આ લેખ કેવો લાગ્યો તેના વિશે કમેન્ટ કરીને જરૂર જણાવો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
Mahiti khub saras che pan adhuri yatra che.