જમરૂખના પાંદડાથી તૈયાર કરેલા ઉકાળાનું સેવન કરવાથી ડાયાબિટીસની સમસ્યા નિયંત્રણમાં રહે છે. તેની સાથેજ તે બીજા રોગોને દૂર કરવામાં મદદરૂપ હોય છે.
સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપુર જમરૂખ ખાવું આપણા માટે ઘણું ફાયદાકારક છે. જમરૂખ જ નહિ, પરંતુ તેના પાંદડામાં પણ ઘણા ગુણ હોય છે. ભૂખ્યા પેટે જમરૂખના પાંદડાનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે. તેની સાથેજ તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. જમરૂખના પાંદડામાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી-ઇનફ્લામેટરી ગુણ જોવા મળે છે, જે ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીને જમરૂખના પાંદડાનો બનાવેલો ઉકાળો પીવો જોઈએ, તે તેના માટે ઘણું વધારે ફાયદાકારક બની શકે છે.
કેવી રીતે તૈયાર કરવો જમરૂખનો ઉકાળો ?
જમરૂખનો ઉકાળો બનાવવા માટે એક વાસણમાં બે ગ્લાસ પાણી લો. તેમાં ૪ થી ૫ જમરૂખના પાંદડા નાખો. હવે તેને ગેસ પર સરખી રીતે ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો. પાણીને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી પાણીને ગાળીને પીવો. તેનાથી ડાયાબિટીસની સમસ્યા નિયંત્રણમાં રહે છે.
ખીલની સમસ્યા ઓછી કરે:
જમરૂખના પાંદડાનું સેવન કરવાથી ત્વચા ની સમસ્યા દૂર થઈ શકે છે. શીલ અને ત્વચાની બીજી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે જમરૂખના પાંદડાનો ઉપયોગ કરો. તેના માટે જમરૂખના પાંદડા લો. તેને સારી રીતે પીસીને ત્વચા પર લગાવો. થોડા દિવસો સુધી તેને તમારા ચેહરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે. તેટલું જ નહીં તે તમારા બ્લેક હેડ્સ ને પણ દૂર કરી શકે છે.
હાઈ બ્લડપ્રેશર:
હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ જમરૂખના પાંદડા ઘણા ફાયદાકારક બની શકે છે. તેના માટે ભૂખ્યા પેટે જમરૂખનો ઉકાળો પીવો. તેના સેવનથી હાઈ બ્લડપ્રેશર નિયંત્રણમાં રેહશે.
ડાયરીયાની સમસ્યા દૂર કરે:
ડાયરીયા અને ઝાડાની સમસ્યા થાય ત્યારે પણ જમરૂખના પાંદડા તમારા માટે ફાયદાકારક બની શકે છે. તેના માટે ઉકાળો બનાવતી વખતે તેમાં આદુ અથવા પછી લવિંગનો નાનો ટુકડો નાખો. તેનાથી લીવર સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મળશે.
શુગરની સમસ્યાથી છુટકારો:
જમરૂખના પાંદડાથી બનેલો ઉકાળો પીવાથી શુગરની સમસ્યા નિયંત્રણમાં રેહશે. ખરેખર, તેમાં જમરૂખના પાંદડામાં ઇન્સ્યુલિન ભરપૂર હોય છે, જે તમારા શરીરમાં ગ્લુકોઝને નિયંત્રિત કરે છે.
મોઢાના ચાંદાથી છુટકારો અપાવે:
જમરૂખના ઉકાળા થી કોગળા કરવાથી મોઢાના ચાંદાથી છુટકારો મળશે. તેટલું જ નહીં તે પેઢાના ઘા અને ચાંદાની સમસ્યાને દૂર કરે છે. જો તમે ઉકાળો નથી પીવા ઈચ્છતા, તો તેના પાંદડાને ચાવો. તેનાથી તમને ઘણી રાહત મળશે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team