દુનિયાના આ પાંચ શહેર બધાથી અલગ છે – અહીં જોવા જેવી આટલી વસ્તુઓ ધરતીનું સ્વર્ગ સમાન છે

કુદરત પણ કમાલ છે! એક તો અજાયબી જેવું વિશ્વ બનાવ્યું અને એમા પણ અનેક અજાયબીઓ વસાવી. ખરેખર કરિશ્માએ કરવામાં કુદરત લાજવાબ છે. તો આજે આપણે વાત કરીએ પાંચ એવા શહેરોની જે અદ્ભુત નહીં પરંતુ અતિઅદ્ભૂત છે. અને પ્રવાસના શોખીનો માટે તો ધરતી પરના સ્વર્ગ સમાન છે. તો ચાલો કરીએ આ ૫ શહેરોની કાલ્પનિક સફર….

1. કેપ ટાઉન (દક્ષિણ આફ્રિકા):

આફ્રિકાના સૌથી દક્ષિણી છેડે આવેલું કેપ ટાઉન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. કેપ ટાઉન સુંદર પર્વતમાળાનાં ભાગો અને બંદરો માટે પ્રસિદ્ધ છે. ટેબલ માઉન્ટેન અને ટેબલ નેશનલ પાર્ક અહીંના પ્રમુખ આકર્ષણો પૈકી એક છે.

ટેબલ માઉન્ટેન ૧૦૮૬ મીટર ઊંચો પર્વત છે જ્યાંથી કેપ ટાઉન શહેરનો અદ્ભુત નજારો જોઈ શકાય છે.

સમુદ્ર કિનારે આવેલું કેપ ટાઉન અનેક બીચ ધરાવે છે. જ્યાં હંમેશાં પ્રવાસીઓની ભીડ જામી હોય છે. શહેરના બીજા ફરવા લાયક સ્થળોમાં કેપ ઓફ ગુડ હોપ ચૈપમૈનસ પીક, સીગ્નલ હિલ તથા વિક્ટોરિયા એન્ડ આલ્ફ્રેડ વોટરફ્રંટ છે. આ અદ્ભુત શહેર પ્રવાસન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

2. સીડની ( ઓસ્ટ્રેલિયા):

સીડની ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું અને સૌથી મોટું શહેર છે. આ શહેરને ન્યુ સાઉથ વેલ્સનું સૌથી સુંદર શહેર ગણવામાં આવે છે. આ શહેર આધુનિક વાસ્તુકલા અને શહેરી વિકાસનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

નયનરમ્ય બીચો, ખુશનુમા મૌસમ અને ડાર્લિંગ હાર્બરમાં માટે સિડની પ્રખ્યાત છે. પ્રમુખ આકર્ષણોમાં રોયલ બોટનિકલ ગાર્ડન, બોન્ડી બીચ, નિલ્સન પાર્ક, પાવર હાઉસ મ્યુઝિયમ, સિડની ઓપેરા હાઉસ, સિડની એક્વેરિયમ, આ ઉપરાંત ૪૦ જેટલા રેતાળ બીચ છે, જેમાંથી કૂદી, કોન્યુલા, કોલોરોયલ અને પામ પ્રમુખ બીતો છે. સીડની મોટા ભાગના પ્રવાસીઓનું ધ્યાન ખેંચે છે.

3. પેરિસ ( ફ્રાન્સ ):

પ્રવાસનની વાત કરીએ તો પેરિસ અનાયાસે યાદ આવી જ જાય. અને કેમ ન આવે? દુનિયાની સાત અજાયબીઓમાંનો એક એફિલ ટાવર પેરિસમાં તો છે. પેરિસ ફ્રાન્સનું સૌથી મોટું શહેર અને રાજધાની છે.

પેરિસને દુનિયાના સૌથી સુંદર નગરોમાંથી એક તથા ફેશન અને ગ્લેમરની રાજધાની ગણાય છે. પેરિસમાં ઘણા મહત્વના સાંસ્કૃતિક સ્થળો આવેલાં છે. અહીં અનેક પ્રસિદ્ધ સંગ્રહાલયો આવેલા છે. શહેરના કેન્દ્રીય વિસ્તારોને યુનેસ્કો વિરાસત તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

નોટ્રે ડેમ, સૈંટ-ચૈપલ, પેટિટ પાલિસી અને એફિલ ટાવર સહિત અનેક સ્મારકો પેરિસના પ્રમુખ આકર્ષણો છે. વર્ષ ૨૦૧૫માં ૨૨.૫ મિલિયન પ્રવાસીઓ પેરિસના પ્રવાસે આવ્યા હતા અને ત્યારથી પેરિસ દુનિયાના ટોચના પ્રવાસન સ્થળોમાંનું એક બની ગયું .

4. રીયો દી જેનેરો ( બ્રાઝિલ ):

રીયો દી જેનેરો બ્રાઝિલની રાજધાની અને દેશનું બીજું સૌથી મોટું શહેર છે. રિયો દી જેનેરોનું ઉપનામ A cidade Maravilhosa એટલે કે અદ્ભુત શહેર છે. રિયો દી જેનેરો તેનાં પ્રાકૃતિક સૌંદર્ય, કાર્નિવલ ઉત્સવ, સંગીત અને સમુદ્ર કિનારે બનેલી હોટલોવાળા, કોપાકબાના અને ઈપાનેમા બીચ માટે પ્રસિદ્ધ છે.

અહીંનું સૌથી મોટું આકર્ષણ છે કોરકોવાડો પર્વત ઉપર સ્થિતિ ઈસા મસીહની વિશાળ મૂર્તિ. વિશ્વનું બીજું સૌથી મોટું શહેરી વન ક્ષેત્ર પણ રિઓમાં જ છે. રિયો દી જેનેરો એક આકર્ષક અને સુંદર પ્રવાસન સ્થળ છે.

5. ન્યૂયોર્ક ( અમેરિકા ):

અમેરિકાનું ન્યૂયોર્ક શહેર સ્ટેચ્યુ ઑફ લિબર્ટી માટે વિશ્વ વિખ્યાત છે. દુનિયાના પ્રસિદ્ધ શહેરોમાંનું એક ન્યૂયોર્ક પણ છે.

ન્યૂયોર્કના પ્રમુખ આકર્ષણોમાં સેન્ટ્રલ પાર્ક, મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ, બ્રોડવે, એમ્પાવર સ્ટેટ બિલ્ડિંગ, હાઈ લાઈન, ટાઈમ સ્ક્વેર, બ્રૂકલિન બ્રીજ વગેરે છે. પ્રવાસન માટે એક યોગ્ય વિકલ્પ કહી શકાય.

તો હવે આઉટ ઓફ ઈન્ડિયા ફરવા જવાનો પ્લાન બને તો આ પાંચ શહેરો વિશે તો જરૂરથી વિચારવું….તો નિકળો ધરની બહાર અને કરો દુનિયાની રોમાંચક સફર….

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Payal Joshi

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment