સવારના નાસ્તામાં પૌવાતમને સંપૂર્ણ દિવસ ઉર્જાસભર રાખે છે. પૌવાને તમે એક ઉત્તમ બ્રેકફાસ્ટ રૂપે તમારા ભોજનમાં સમાવેશ કરી શકો છો. તે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. જો તમે પૌવાને સ્વસ્થ રીતે બનાવો છો તો આ રીતનો અર્થ છે કે જો તમે પૌવામા જુદા જુદા પ્રકારની શાકભાજીને મિક્સ કરીને તૈયાર કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક બની શકે છે. આજે અમે તમને આ લેખમાં પૌવાની હેલ્ધી રેસિપી શેર કરી રહ્યાં છીએ, સાથેજ તેનાથી થતા સ્વાસ્થ્યના ફાયદા તમારી સાથે શેર કરીશું.
શું કહે છે નિષ્ણાંત?
ડાયટ મંત્રા કલીનિકની કામિની કુમારીનુ કેહવુ છે કે પૌવા આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ તે આ વાત પર આધારિત છે કે તમે તેને કઈ રીતે તૈયાર કરો છો. સવારના નાસ્તામાં પૌવાનો સમાવેશ કરવાથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તે વજન ઓછું કરવા અને કબજિયાતથી છુટકારો મેળવવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેની સાથેજ તેના ઘણા બીજા ફાયદા પણ છે.
કેવી રીતે તૈયાર કરવા પૌવા?
જરૂરી સામગ્રી:
- ૨ વાટકી પૌવા
- ૧ સાધારણ કદનું બટાકુ
- અડધી વાટકી કાપેલી કોબી
- અડધી વાટકી વટાણા
- ૨ મોટી ચમચી મગફળી
- ૧ ચમચી દાડમના દાણા
- લીલા ધાણા
- ૧ લીંબુ
- ૧ ચપટી હળદર
- ૨ લીલી મરચી કાપેલી
- ૧ સાધારણ કદનો જીણો કાપેલ કાંદો
- ૧ ચપટી રાઈ
- ૧ ચમચી સરસવનું તેલ
- મીઠું સ્વાદ મુજબ
પૌવા બનાવવાની રીત:
સૌથી પહેલા પૌવાને પલાળી દો. હવે એક વાસણમાં સરસવનું તેલ નાખો. તેલ ગરમ કર્યા પછી તેમાં રાઈ નાખો. હવે તેમાં લીલું મરચું અને કાંદા નાખી તેને હલાવી લો. જ્યારે કાંદા હળવા ભૂરા રંગના થઈ જાય, ત્યારે તેમાં બટેકા, કોબી, વટાણા મિક્સ કરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ત્યારબાદ શાકભાજીને સરખી રીતે સાંતળી તેમાં હળદર નાખો. સાંતળ્યા પછી તેમાં પૌવા નાખી દો. ૫ મિનીટ સુધી પકાવો અને ગેસ બંધ કરી દો. કડાઈમાં મગફળી ફ્રાય કરો અને તે પૌવામાં નાખીને મિક્સ કરો. હવે લીલા ધાણા કાપીને તેમાં નાખીને ફરીથી મિક્સ કરો. હવે તેને પ્લેટમાં સર્વ કરો. સજાવટ માટે એક ચમચી દાડમના દાણા, કાપેલા કાચા કાંદા અને સેવનો ઉપયોગ કરો. તમારા હેલ્ધી અને સ્વાદિષ્ટ પૌવા તૈયાર છે.
પૌવા ખાવાના ફાયદા:
આયર્ન – નિષ્ણાંત જણાવે છે કે ગર્ભવતી સ્ત્રીઓ માટે બ્રેકફાસ્ટમાં પૌવાને શામેલ કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે. કેમકે તેમાં આયરનની માત્રા હોય છે,જે શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ થવા દેતી નથી. તેની સાથે જ તે ગર્ભમાં વિકાસ પામી રહેલા બાળક માટે પણ ફાયદાકારક છે.
પૌવા ઊર્જાસભર બનાવે છે– બ્રેકફાસ્ટમાં પૌવાને શામેલ કરવાથી તમારા શરીરને ભરપૂર પ્રમાણમાં કાર્બોહાઈટ્રેડ મળે છે. જેનાથી તમારો સંપૂર્ણ દિવસ એનર્જી ભરેલો રહે છે. શરીરને પૂરતી માત્રામાં કાર્બોહાઈટ્રેડ મળવાથી શરીરમાં કોઈપણ પ્રકારના થાકનો અનુભવ થતો નથી અને તમે દિવસના કામથી થાકતા નથી.
વજન ઓછું કરે છે– પૌવા ખાવાથી તમારા શરીરનું મોટપણુ વધતું નથી. કેમકે પૌવામાં કેલેરીની માત્રા ઓછી હોય છે. તેમાં તે બધા વિટામિન અને પ્રોટીન હોય છે, જે તમારા શરીર માટે જરૂરી હોય છે.
તમે પૌવામાં તમારા મનપસંદ શાકભાજી પણ મિક્સ કરી શકો છો. તેમાં જરૂરી નથી કે અમે જણાવેલા શાકભાજી નાખો. જો તમને બીજા શાકભાજી પસંદ છે, તો તમે તે મિક્સ કરો. તમે પૌવામાં જેટલા વધુ શાકભાજી મિક્સ કરશો, તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team