જ્યારે લાવારિસ શવને ખભા પર ઉપાડીને ૨ કિમી સુધી ચાલી આ મહિલા ઇન્સ્પેકટર, મિત્રો એક લાઈક અને શેર કરી ને આ મહિલા પોલીસની બહાદુરીને સલામી આપો

Image Source

આંધ્ર પ્રદેશની એક મહિલા સબ-ઇન્સ્પેક્ટર, એક અજાણ માણસ ના શવને અંતિમ સંસ્કાર માટે બે કિલોમીટર સુધી ચાલીને લઈ ગઈ. પોતાના આ સેવાભાવથી સબ ઇન્સપેક્ટરે ઇન્ટરનેટ પર લોકોનું દિલ જીતી લીધું. શ્રિકાકુલમ જિલ્લાના તટીય શહેર પલાસાના પાકના ખેતરોમાંથી શવને ઉપાડીને લઈ જનારી વર્દીધારી સિરિશાના ફોટો અને વિડીયો ઇન્ટરનેટ ખૂબ વાઇરલ થયો છે . તેની પ્રશંસા કરતા લોકો તેને સલામી આપી રહ્યા છે.

સિરિશા એક બીજી વ્યક્તિ સાથે સ્ટ્રેચરને ખભા પર ઉપાડીને લઈ જતી દેખાઈ રહી છે. આંધ્રપ્રદેશની પોલીસે નિરીક્ષકની પ્રશંસા કરી અને આ ઘટનાનો એક વીડિયો પણ ટ્વિટ કર્યો. વીડિયોમાં પોલીસ ઇન્સ્પેક્ટર આગળ વધતી દેખાઈ રહી છે, જ્યારે પાછળથી કોઈ એવું કહેતા સંભળાય રહ્યું છે કે, ‘કૃપા કરીને મેડમ તમે છોડી દો.’ તેના પર સિરીશા કહે છે “કોઈ વાત નહીં.” સિરીશા એ આ રીતે અંતિમ સંસ્કારમાં મદદ કરી. આંધ્ર પ્રદેશ પોલીસે ટ્વિટર પર લખ્યું છે કે, “ડીજીપી ગૌતમ સવાંગે કાશિબુગ્ગા પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્ટર સિરીશાની માનવતાના વખાણ કર્યા છે.

બીજા ઘણા લોકો એ ટ્વિટર ઉપર આ ફોટો શેર કરતા સિરીશાના વખાણ કર્યા છે. તેમણે ફોટો શેર કરતા લખ્યું છે કે, “આંધ્ર પ્રદેશની મહિલા સબ-ઇન્સ્પેક્ટર સિરીશા એ અજાણ વ્યક્તિના શવને ખભા પર રાખીને બે કિલોમીટર સુધી ચાલ્યા હતા અને પછી સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે જાતે તેમનો અંતિમ સંસ્કાર પણ કર્યો.  જેમણે કદાચ ઠંડી કે બીમારીને લીધે જીવ છોડ્યો હોય શકે છે. તેમની આ બહાદુરીને સલામ.”

જણાવી દઈએ કે, એક વ્યક્તિ ખેતરમાં મૃત મળી આવ્યો અને તેની ઓળખ થઈ શકતી ન હતી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment