નમસ્તે!
આ સંસ્કરણ ના આરંભ માંટે નું ઉત્તમ સાધન બીજું શું હોઈ શકે!
તમે કોઈપણ સ્થળે પ્રથમ વસ્તુ શીખો તે છે તે સ્થાન ના અભિવાદન ની શૈલી. કોઈ પણ સ્થળે પહોંચતા પહેલા તમે ત્યાં ના અભિવાદન વિશે જાણશો. વિમાનમાં, એરપોર્ટ પર, ટેક્સીમાં અથવા તો તમારા લક્ષ્યસ્થાન પર તમે જરૂર થી અલગ અલગ અભિવાદન સાંભળશો. સાથે જ તમે તમારી માતૃભૂમિની અભિવાદન શૈલી પણ તમારી સાથે લઈ જાઓ છો.
નમસ્તે એ સમગ્ર ભારત નું સર્વાધિક પ્રયુકત અને લોકપ્રિય અભિવાદન છે. મોટેભાગ ના લોકોને તમારા ભારતીય હોવા ની જાણ થતાં જ તેઓ નમસ્તે સાથે હાથ જોડીને તમારું અભિવાદન કરે છે.
ભારતમાં શુભેચ્છા પાઠવવા માટેની પ્રક્રિયા એકસરખી હોતી નથી. આ સંસ્મરણમાં હું ભારતના કેટલાક મુખ્ય પ્રદેશોમાં વપરાયેલી શુભેચ્છાઓની વિવિધ શૈલીઓ રજૂ કરવા માંગુ છું.
હું ટ્વિટર અને ફેસબુકનો પણ આભાર માનું છું કે જેમણે આ સૂચિમાં ફાળો આપ્યો છે. આમાંથી મોટાભાગના શુભેચ્છાઓ વિશે તો હું જાણતો જ હતો, પરંતુ હિમાચલની ઢાલ કારુ જેવા કેટલાક અભિવાદન પણ મારા માટે નવા હતા.
આ સંસ્મરણાનું સંશોધન કરવું મારા માટે ખૂબ રોચક અને મનોરંજક હતું.
નમસ્તે અને તેના વિવિધ સ્વરૂપો
નમસ્તેનો શાબ્દિક અર્થ છે, ‘હું તમારી અંદરના દૈવી સ્વરૂપ સમક્ષ ને નમન કરું છું’. તમે કોઈપણ હિપ્પીને પૂછો, તેઓ એક ચરણ આગળ વધી ને તેનો અર્થ સમજાવશે તે બતાવે છે કે ‘તમારી અંદરનું દિવ્ય સ્વરૂપ અમારી અંદરના દૈવી સ્વરૂપની પ્રણામ કરે છે’.
નમસ્તે, આ શબ્દની ઘણી વિશેષતા છે.
નમસ્કાર – આ શબ્દ નો ઉપયોગ ત્યારે જ કરવા માં જ્યારે તમે એક કરતા વધારે વ્યક્તિને અભિવાદન કરો છો.
આ જ નમસ્તે કેરળમાં નમસ્કારમ થાય છે, તો તે કર્ણાટક માં નમસ્કારા અને આંધ્રમાં નમસ્કારમુ થાય છે.
નેપાળના નિવાસી પણ અભિવાદન માંટે નમસ્કાર ઉપયોગ કરે છે.
આ બધા અભિવાદન નો એક જ અર્થ છે – કોઈપણ વાતચીત અથવા ચર્ચા પહેલાં તમારા દૈવી સ્વરૂપ માં અભિવાદન કરું છુ.
રામ રામ તથા તેના વિભિન્ન પ્રકાર
રામ રામ, ભારત ના હિન્દી ભાષી વિસ્તાર માં નમસ્તે માંટે નો સૌથી લોકપ્રિય અભિવાદન છે. અવધ અને મિથિલા માં સીતા રામ અને બિહાર અને ઝારખંડ માં જય સિયા રામ કહે છે. હરિયાણામાં રામ રામ દ્વારા અભિવાદન કરવામાં આવે છે.
આ બધા અભિવાદન નો પૃષ્ટભાગીય ધ્યેય છે વિષ્ણુનો સાતમો અવતાર શ્રી રામનું નામ સ્મરણ કરવું. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ પણ કહેવા માં આવે છે. કદાચ આ અભિવાદન દ્વારા આપણે પોતાને અને બીજા ને રામના આત્મચરણ ને આત્મસાત કરવા માંટે પ્રેરણા આપીએ છીએ.
ગુજરાતના જય શ્રી કૃષ્ણ
જો તમે ગુજરાત માં ફર્યા છો તો તમે ગુજરાતી પરિવારો સાથે વાતચિત કરી હશે અથવા દૂરદર્શન પર ગુજરાતી કાર્યક્રમો જોયા હશે. તમે જોયું જ હશે કે તેઓ એકબીજા સાથે જય શ્રી કૃષ્ણ‘ દ્વારા અભિવાદન કરે છે.
કૃષ્ણ ભગવાન એ દ્વારકાને સુવર્ણ નગરી બનાવી હતી. તેમણે ત્યાં થી વિશ્વ નું સંચાલન કર્યું હતું. ગુજરાતના રહેવાસીઓના દિલ પર તેઓ હજી રાજ કરે છે. એટલા માટે દ્વારકામાં આ અભિવાદન વધુ વિશેષ બને છે અને તે જય દ્વારકાધીશ બને છે.
વજ્ર ભૂમિમાં રાધે રાધે
વજ્ર માં રાધાજી રાજ કરે છે. તે અહી ના રાણી અને તથાગોપિકા પણ છે. કૃષ્ણ સુધી પહોંચવા માટે તમારે રાધાનો જ સહારો લેવો પડશે. તમારે તેમના વિશે વધુ વાંચવાની અથવા જાણવાની જરૂર નથી. વ્રજ માં જ્યાં પણ જશો ત્યાં તમને રાધે રાધે જ સાંભળવા મળશે. વ્રજ માં રાધે રાધે ઘણા પ્રકારે બોલાય છે, જેમ કે અભિવાદન, ક્ષમા કરો, રસ્તો આપો, વિસ્મય, હોકર, નકાર વગેરે.
કેટલીકવાર તમે વ્રજ નાં મંદિરોમાં જય શ્રી રાધે પણ સાંભળશો.
પંજાબમાં સત્ શ્રી અકાલ
પંજાબી ભાષા અને શીખ સમુદાયના લોકો માં અધિકાંશ સત્ શ્રી અકાલ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવે છે. સત્ એટલે સત્ય, શ્રી એક આદરણીય સંબોધન છે અને અકાલ નો અર્થ અનંત કે શાશ્વત. એટલે આ સંબોધન દ્વારા તમે શાશ્વત સત્યનું સ્મરણ કરી રહ્યા છો. તમે એ સ્વીકાર કરી રહ્યા છો કે સત્ય શાશ્વત છે અને આપણા બધામાં તે નિવાસ કરે છે.
સત્ શ્રી અકાલ એ ગુરુ ગોવિંદસિંહ દ્વારા આપવામાં આવેલ આહ્વાન છે – જો બોલે સો નિહાલ સત શ્રી અકાલ.
એક બીજો અભિવાદન છે, ‘વાહે ગુરુ જી કી ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ’ – તે આપણને યાદ અપાવે છે કે આપણે બધા એક જ પરમ આત્માથી જન્મેલા છે જે ખૂબ જ પવિત્ર અને નશ્વર છે.
વણક્કમ – તમિલનાડુ
તમિલભાષી લોકો વિશ્વમાં જ્યાં પણ રહે છે, તેઓ એક બીજા ને વણકકમ થી સંબોધે છે. અનિવાર્ય રૂપ થી તેનો અર્થ નમસ્તે જ થાય છે. તમારી અંદર રહેતા દિવ્ય સ્વરૂપ ના સમકક્ષ નતમસ્તક હોવું. તેનો આદર કરવું. આ શબ્દ ની વ્યુત્પતિ બીજા તમિલ શબ્દ, વણગુ પરથી થઈ છે, જેનો અર્થ નતમસ્તક થવું અથવા નમવું એવો થાય છે. કેટલાક શાસ્ત્રો અનુસાર, વણકકમ ખાસ કરીને તમારી ભમર વચ્ચે સ્થિત ત્રીજી આંખને સંબોધિત કરે છે.
ખમ્મા ગની – રાજસ્થાન
ખમ્મા ગની આ શબ્દ રાજસ્થાની શબ્દ કેટલીક હિન્દી મૂવીમાં સાંભળ્યું. મારી ઉદયપુરની મુલાકાત દરમિયાન મે તેનો અનુભવ કર્યો છે. મારા મગજમાં આ શબ્દ અનાયાસે જ રાજસ્થાન સાથે જોડાઈ ગયો. પરંતુ ત્યાં કોઈએ મને તેનો અર્થ સમજાવ્યો નહીં. આ વિશે મારા મગજમાં બે પૂર્વધારણા છે:
પ્રથમ અનુમાન સરળ છે – ખમ્મા સંસ્કૃત શબ્દ ક્ષમા પર થી ઉતરી આવ્યો છે. ગની એટલે વધુ. તેથી ખમ્મા ગની અભિવાદન નો અર્થ છે, આતિથ્ય સત્કાર માં મારા થી કોઈપણ પ્રકારની ભૂલ અથવા અનાદર થયો હોય તો તે બદલ માફી માંગું છું.
બીજું અનુમાન એવું છે કે ઐતિહાસિક તથ્યો ને સમાન છે – 8 મી શતાબ્ધિ માં 3 ઉત્તરોતર મેવાડી સમ્રાટોના નામ માં ખમ્મન, આ શબ્દ નું સમન્વય છે. આ ત્રણેય સમ્રાટો એ અરબી સૈન્યના ઘણાં આક્રમણને ટાળવામાં સફળ રહ્યા. આ સમ્રાટોના શાસન માં તેમની પ્રજા આગામી 1000 વર્ષો સુધી સલામત અને સુખી જીવન જીવ્યા છે. તેથી જ લોકોએ ખમ્મા ગની દ્વારા એકબીજાને અભિવાદન આપવાનું શરૂ કર્યું જેનો અર્થ છે કે – આપણ ને આવા જ ખમ્મનો આશીર્વાદ મળતા રહે.
તમે કયા અનુમાન સાથે સહમત છો તે તમે જ નક્કી કરો. પરંતુ જ્યારે લોકો આદર થી હાથ જોડીને તેનું ઉચ્ચારણ કરે છે ત્યારે તે ખૂબ જ મીઠું લાગે છે.
વડીલોને માન આપવા માટે ‘સા’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. જેમ કે ખમ્મા ગની સા.
લદાખ નું જુલે
જ્યારે તમે હિમાચલની લાહૌલ સ્પીતી વેલીની મુલાકાત લો છો અથવા લદ્દાખમાં રસ્તા પર સફર કરો છો ત્યારે કોઈ ના કોઈ તમને જુલે શબ્દ થી અભિવાદન કરશે. આ અભિવાદન નો ઉપયોગ મોટાભાગે હિમાલયની ખીણોના બૌદ્ધ બહુલ વિસ્તારોમાં થાય છે. તેનો અર્થ કદાચ આદર થતો હોય છે. હું તેનો અર્થ રીતે જાણતો નથી અને મને આ શબ્દના મૂળ વિશે પણ ખબર નથી.
રાધે રાધેની જેમ જુલે નો પણ અર્થ લદાખમાં ઘણા થઈ શકે છે, જેમ કે અભિવાદન, ધન્યવાદ, કૃપા કરીને, માફ કરો, વગેરે.
લદાખ ના કેટલાક વિસ્તારોમાં તાશી દેલેક નો પણ ઉપયોગ થાય છે.
સંપૂર્ણ ભારતના જૈનો માંટે જય જીનેન્દ્ર
જય જીનેન્દ્ર, આ અભિવાદન નો ઉપયોગ જૈન ધર્મના બધા અનુયાયીઓને એકબીજાને સંબોધવા માટે કરે છે. દૈનિક જીવનમાં આ શબ્દ નો સામનો વધુ નથી થતો. કારણ કે ભારતમાં અને ભારતની બહાર પણ જૈન સમુદાયની સંખ્યા અલ્પ છે. તેઓ મોટે ભાગે એક બીજા ની વચ્ચે જ આ અભિવાદન નો ઉપયોગ કરે છે.
જય જીનેન્દ્ર નો અર્થ છે જિનેન્દ્ર અથવા તીર્થંકર ની જીત.તીર્થંકર નો અર્થ થાય છે કે જેમણે પોતાની બધી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો છે અને પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.
આ અભિવાદન વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા લોકોને નતમસ્તક કરવા જેવું છે.
આયપ્પાના અનુયાયી ઓ નું સ્વામી શરણં
સ્વામી શરણં ખરેખર એક મંત્રોચારણ છે જેને આયપ્પાના અનુયાયીઓ એકબીજાને મળે ત્યારે આ અભિવાદન નો ઉપયોગ કરે છે. તેઓ કોઈપણ વાર્તાલાપ ની શરૂઆત આ મંત્રના ઉચ્ચારણ થી કરે છે અને સમાપ્ત કરે છે. કેરળ અને દક્ષિણ ભારત માં આયપ્પાના ઘણા અનુયાયીઓ છે.
આદાબ – મુસ્લિમ સમુદાય નું અભિવાદન
મુસ્લિમ સમુદાયના લોકો અને તે વિસ્તાર ના લોકો જ્યાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ થતો હોય તેઓ આદાબ થી એક બીજા ને અભિવાદન આપે છે. મને આ શબ્દનો અર્થ અથવા હેતુ ક્યાંય મળ્યો નથી.
હિમાચલનું ઢાલ કરું
આ પણ હિમાચાલી પ્રદેશોના લોકોની અભિવાદન કરવા ની એક રીત છે. હું તમને કહું તો મેં હજી સુધી આ શબ્દ સાંભળ્યો નથી. જો કે મારા હિમાચલી મિત્રોએ કહ્યું છે કે તેનો ઉપયોગ હિમાચલના કુલ્લુ મનાલી ક્ષેત્રમાં શુભેચ્છાઓ આપવા માટે થાય છે. કદાચ તેનો અર્થ પણ નમસ્તે થતો હશે.
નર્મદાના કાંઠે નર્મદે હર
તમે નર્મદા નદી ના કિનારે જ્યારે ચાલશો ત્યારે તમને દરેકના મોઢા માંથી નર્મદે હર શબ્દ જ સંભળાશે. તેનો અર્થ થાય છે કે નર્મદા દેવીએ આપણા બધા દુ:ખ અને કષ્ટ ને દૂર કરો.
હર હર ગંગે પણ એક આવો જ અભિવાદન છે જે તમે નિશ્ચિતરૂપે રુષિકેશ, પ્રયાગરાજ અને વારાણસી જેવા સ્થળોએ સાંભળશો. પરંતુ ત્યાં તેનો ઉપયોગ એટલો નથી જેટલો નર્મદા નજીક નર્મદે હર નો છે.
બીકાનેર માં જય જય બોલો
બિકાનેરની મુલાકાત દરમિયાન, જ્યારે હું મારા ગેસ્ટ હાઉસ પહોંચી ત્યારે તેમણે મારુ સ્વાગત ‘જય જય’ દ્વારા કર્યું. જ્યારે મેં તેમને આ વિશે પૂછ્યું, ત્યારે તેમણે મને કહ્યું કે બિકાનેરના લોકો એકબીજાને આ રીતે અભિવાદન કરે છે. મને બીકાનેરમાં બીજે ક્યાંય તે સાંભળવા ન મળ્યું, પરંતુ તે સાંભળવા માં ખૂબ જ મીઠુ, રાજસી અને વીરરસથી ભરેલુ લાગ્યુ.
વડીલોને વંદન
તેનો ઉપયોગ સંપૂર્ણ ભારતમાં નાના દ્વારા વડીલો ને આપવામાં આવતું અભિવાદન છે. તેની સાથે ચરણ સ્પર્શ પણ કરવામાં આવે છે.
વિવિધ ક્ષેત્ર માં તે જુદી જુદી રીતે થાય છે, પરંતુ તેનો અર્થ બદલાતો નથી. જેમ કે પંજાબમાં પેરી પૌના અથવા મથા ટેકદા, હિન્દી ભાષી વિસ્તારોમાં પાય લાગુ વગેરે. આ બધાનો અર્થ એક જ થાય છે, હું તમારા પગને સ્પર્શ કરું છું,કૃપા કરીને તમે મને આશીર્વાદ આપો.
ક્ષેત્ર અથવા સમુદાય સંબંધિત શુભેચ્છાઓ
જય ભોલે નાથ – વારાણસીમાં. વારાણસી એક શિવ નગરી છે એટલે જ અભિવાદન માં તેનું નામ લેવું જરુરી છે.
જય જગન્નાથ – પુરી અને ઓરિસ્સાના આસપાસના વિસ્તારો.
હરિ ૐ – ચિન્મય મિશનના સદસ્યો અથવા અનુયાયીઓ આ રીતે એકબીજાને અભિવાદન પાઠવે છે. તેઓ તેનો ઉપયોગ વાતચીતની શરૂઆતમાં અને અંતમાં કરે છે.
જય શ્રી મહાકાલ – ઉજ્જૈનમાં.
જય સ્વામિનારાયણ – સ્વામિનારાયણના અનુયાયીઓ આ પ્રકારે નમસ્કાર કરે છે.
હેલો
હેલો એ ભારતીય અભિવાદન નથી.દુર્ભાગ્યવશ તેનો ઉપયોગ ભારતમાં અભિવાદન તરીકે થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અને ટેલિફોનનો ઉપયોગ કરતી વખતે તેનો ઉપયોગ થાય છે. મને હેલો શબ્દની ઉત્પત્તિ વિશે જાણ નથી.જો કે આપણે બધા આ શબ્દ નો ઉપયોગ દિવસમાં ઘણી વખત કરીએ છીએ. હકીકતમાં, આ શબ્દ અભિવાદન નથી, પરંતુ કોઈનું ધ્યાન ખેચવા માટે વપરાય છે. આનું બીજું સ્વરૂપ ઓય છે.
હેલોનો સંક્ષેપ હાય પણ કહે છે.
ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર
ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ અને ગુડ નાઈટ એકબીજાને શુભેચ્છા પાઠવવા માટે યોગ્ય અને ધર્મનિરપેક્ષ છે. મેં પણ તેને સ્કૂલ માં શીખ્યું છે. ગુડ મોર્નિંગ હવે ફક્ત સવાર સુધી જ મર્યાદિત છે.
જય ઝુલેલાલ
સિંધી સમાજના લોકો જય ઝુલેલાલનો ઉપયોગ કરે છે. ઝુલેલાલ ને સમુદ્ર દેવતા વરુણનો અવતાર માનવામાં આવે છે.
જય માંતાજી
દેવી માં ના ભક્તો તેને અભિવાદન તરીકે ઉપયોગ કરે છે. અહીં માતાનો અર્થ જગદંબા થાય છે. એટલે કે, માતા જે જન્મ આપે છે, પાલનકર્તા છે તથા બ્રહ્માંડ માં સ્થિત ચલ અચલ તથા જીવ નિર્જીવ ની નાશક પણ છે.
શ્રીલંકામાં આયુબોવન
શ્રીલંકાનુ આયુબોવન સંસ્કૃત ભાષામાંથી ઉત્તપન્ન થયો છે. તે આયુષ્માન ભવ: શબ્દથી સંબંધિત છે. તેનો અર્થ એ કે તમે દીર્ધાયુ થાવ અથવા તમારી આયુ લાંબી રહે.
થાઇલેન્ડ નું સવત્ડી
સવત્ડી એ થાઇલેન્ડ નું દેશવ્યાપી અભિવાદન છે.ત્યાં પણ તેને હાથ જોડી ને કહેવામાં આવે છે. સ્વસ્તિ થી ઉતત્પન્ન આ શબ્દ નો અર્થ શુભેચ્છા છે.
આ બધા જ અભિવાદન જે ભારતમાં ઉતત્પન્ન થયા છે અથવા સંસ્કૃત ભાષાથી સંબંધિત છે તેને ઔપચારિક રીતે હાથ જોડી ને કહેવામાં આવે છે. જો કે, કેટલીકવાર અનૌપચારિક રીતે પણ આ રીતે જ કહેવામાં આવે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team