ગંગટોક ભારતની ઉત્તર પૂર્વીય હિમાલય રાજ્ય સિક્કિમની રાજધાની છે. સિક્કિમ એક નાનુ પરંતુ ખૂબ મનોહર રાજ્ય છે. આ સુંદર રાજ્યમાં ઘણા સુંદર જોવાલાયક સ્થળો છે. ગંગટોક એક શહેરી ક્ષેત્ર છે. તે માર્ગ દ્વારા બાગડોગરા વિમાનતલથી જોડાયેલ હોવાને કારણે યાત્રીઓનું મનપસંદ પ્રવાસ સ્થળ છે. અહીનું જોવાલાયક સ્થળ મનોહર તો છે જ સાથેજ વિવિધ પ્રકારના છે. પુષ્પ પ્રદર્શન, બૌદ્ધ મઠ, હિમાલય પ્રાણી ઉદ્યાન, તિબ્બત અધ્યયન સંસ્થા, જળપ્રપાત, ચહલ પહલ થી ભરેલો મહાત્મા ગાંધી માર્ગ જેવા વિવિધ પ્રકારના આકર્ષણ અહીં તમને તૃપ્ત કરી દેશે.
ગંગટોક શહેરના જોવાલાયક સ્થળો:
મારા આ સંસ્કરણનો ઉદ્દેશ્ય છે સિક્કિમની રાજધાની ગંગટોકની યાત્રામાં શામેલ કરવામાં આવેલા કેટલાક લોકપ્રિય જોવાલાયક સ્થળો વિશે હું તમને બધાને જણાવું. તેમાં કેટલાક સ્થળો ગંગટોકની અંદર છે અને કેટલાક નગરની આજુબાજુ છે જ્યાં તમે એક દિવસની યાત્રા રૂપે ગાડીથી જઈ શકો છો. તેમજ દૂરના સ્થળ તમે શહેરના આયોજિત પર્યટન દ્વારા કરી શકો છો.
ગંગટોક શહેરનું પુષ્પ પ્રદર્શન:
ગંગટોકની સંપૂર્ણ શહેર, ત્યાંના ઘર અને રસ્તા પણ સુંદર ફૂલો અને છોડથી ભરેલા છે. કેટલાકને ધરતી પર ઉગાડવામાં આવ્યા હતા તેમજ કેટલાકને કુંડામાં આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યાંનું વાતાવરણ બાગકામ માટે વધારે ઉત્તમ લાગે છે. ગંગટોક શહેરની વચ્ચે જ પુષ્પ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રંગબેરંગી અને અલગ-અલગ પ્રકારના ફૂલોને જોવાનો લાભ જરૂર લો. અહીં તમે ફૂલોના એવા પ્રકાર જોશો જે તમે જીવનમાં ક્યારેય નહીં જોયા હોય. ઓર્કિડના જ પ્રકાર જોઈને તમે દંગ રહી જશો. સૌથી સારી વાત તે છે કે અહી ફોટા અને વીડિયો પર કોઈ પ્રતિબંધ નથી. પ્રવેશ ફી પણ માત્ર નજીવી છે.
મહાત્મા ગાંધી માર્ગ:
શહેરના કેન્દ્રમાં મહાત્મા ગાંધી માર્ગ અથવા એમજી માર્ગ છે જ્યાં ચાલતા ચાલતા તમે શહેરની હલન ચલન નો આનંદ લઇ શકો છો. જો આકાશ ચોખ્ખું હોય તો તમે હિમાલયની કંચનજંગા શિખર પણ જોઈ શકો છો.
નામગ્યાલ તિબ્બતશાસ્ત્ર સંસ્થા :
નામગ્યાલ તિબ્બતશાસ્ત્ર સંસ્થા તિબ્બતી સંગ્રહાલય છે જે તિબ્બતી સભ્યતા, ઘર્મ, ભાષા, કળા અને સંસ્કૃતિ અને ઇતિહાસ સબંધી શોધ કાર્યોને પ્રોત્સાહન આપે છે અને પ્રયોજિત કરે છે. સંસ્થામાં થાંગકા ચિત્રકારી, બૌદ્ધ પ્રાર્થનાની વસ્તુઓ, બૌદ્ધ ધર્મ સંબંધિત વસ્તુઓ, તિબ્બતી અને સંસ્કૃતમાં પાંડુલીપીઓ વગેરેના ઘણા મૂળ અને દુર્લભ સંગ્રહો છે.
દો દ્રૂલ ચોર્ટેન સ્તૂપ:
દો દ્રૂલ ચોર્ટેન સ્તૂપ નામગ્યાલ તિબ્બતશાસ્ત્ર સંસ્થાની પાસે આવેલુ છે. મારા અનુમાનથી તે સ્તૂપ સિક્કિમનું વિશાળ સ્તૂપ છે. તેના શિખર પર સુવર્ણ પત્રો નું પડ છે. ચોર્ટેંન લખાંગ અને ગુરુ લખાંગ બે દ્રુલ ચોર્ટેંનને ઘેરાયેલા છે. બે દ્રૂલ ચોર્ટેનની મુલાકાત લો અને પ્રાર્થનાના ચક્રોને ફેરવો અને તમારી પસંદની ઇચ્છા દર્શાવો.
ગંગટોકની આજુબાજુ જોવાલાયક સ્થળો:
ગંગટોક શહેર એક પર્વતના ઢોળાવ પર વસેલું છે. તેની આજુબાજુના ભાગો અને પહાડો અનેક જોવા લાયક સ્થળોથી ભરેલું છે. આ પ્રવાસ સ્થળને જોવા માટે તમારે ગાડીની જરૂર પડશે. જાહેર પરિવહન અનુકૂળ નથી. ગંગટોક શહેરની આજુબાજુના કેટલાક મનમોહક જોવાલાયક સ્થળો તમને જણાવવા જઇ રહી છું.
બકથંગ ઝરણું :
બનઝાખરી ઝરણાની બાજુ જતા રસ્તામાં આવેલુ એક નાનુ ઝરણું છે. ગંગટોકથી લગભગ ૪ કિલોમીટર દૂર આવેલુ તે ઝરણું મુખ્ય રસ્તા પર જ છે. અહી કેટલીક રોમાંચક રમતોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમકે દોરી પર ચઢવું, રેપીલિંગ વગેરે. યાત્રીઓ સિક્કિમની પારંપરિક વેશભૂષામાં તૈયાર થઈને તેમના ફોટો પણ લઈ શકે છે.
એક પર્વતીય પ્રદેશ હોવાને કારણે, આજુબાજુનો વિસ્તાર ખૂબ જ આકર્ષક લાગે છે. આકાશ શુદ્ધ હોય તે જરૂરી છે. સ્થાનિક ભાષામાં ‘બાક’ નો અર્થ વન અથવા જંગલ અને ‘થંગ’ નો અર્થ ક્ષેત્ર છે. આ ઝરણાના પ્રાકૃતિક જળ સ્ત્રોતની ઉત્પત્તિ આ સ્થાનની ઉપર આવેલા ઘોર જંગલમાં છે. વનવિભાગ આ જંગલ વિસ્તારને સ્મૃતિ બાનના નામથી સાચવે છે. ભંઝકારી ઝરણા તરફ જતી વખતે, તમે અહીં ૧૫-૨૦ મિનિટ રોકાઈ શકો છો અને પ્રકૃતિનો આનંદ માણી શકો છો.
બકથંગ ઝરણાનો વિડિયો :
બકથંગ ઝરણા પર બનેલો આ વીડિયો જરૂર જુઓ. પેહલા જોવા માટે એચ ડી મોડનો ઉપયોગ કરો.
બનઝાકડી ઝરણું :
આ ઝરણાને બનઝાકડી અથવા બન ઝકરી ઝરણું પણ કહે છે. બનઝાકડી ઝરણું ચિરસ્થાયી એટલે બારેમાસ વહેતું ઝરણું છે. ઊંચાઈ પર આવેલ જળસ્ત્રોતથી નીકળી જળધારા વિવિધ સ્થળોએ પથ્થર પર પડતી ઉછળતી અને કૂદતી નીચે આવે છે. આ ઝરણાની ઊંચાઈ લગભગ ૧૦૦ ફૂટ છે. ઝરણાનો પહેલો સીધો ધોધ લગભગ ૪૦ થી ૫૦ ફૂટ ઊંચો છે. તે ઝરણું શહેરથી લગભગ ૭ કિલોમીટરના અંતરે આવેલુ લેન્ડસ્કેપ બગીચામાં છે.
ઝરણાની આજુબાજુ બગીચો છે જે ખૂબ સુંદરતા અને કલાત્મકતાથી બનાવવામાં આવ્યુ છે. અનેક પ્રકારની મૂર્તિઓ અને કલાકૃતિઓ આ બગીચાની શોભા તો વધારી જ રહ્યું છે, સાથેજ ઝકરી સંસ્કૃતિના સુંદર ખ્યાલ પણ રજૂ કરે છે. તે મૂર્તિઓ સિક્કિમની પારંપરિક વિધિઓ, ઉપચારાત્મક સંસ્કાર અને શમન અથવા જીવવાદી ધર્મમાં પવેશ પદ્ધતિની જાણકારી પણ પ્રદાન કરે છે.
બનનો અર્થ છે વન અને ઝાકડી શાબ્દિક અર્થ છે પારંપરિક ચિકિત્સક. બન ઝાકડી એક પૌરાણિક પાત્ર છે જેનું અસ્તિત્વ સિક્કિમના નેપાળી સમુદાયની દંતકથાઓમા જ જોવા મળ્યું છે.
બનઝાકડી ઝરણાનો વિડિયો :
બનઝાકડી ઝરણાનો આ વિડિયો અમે અમારી ત્યાંની યાત્રા સમયે બનાવ્યો હતો. ઝરણાનો પ્રત્યક્ષ આનંદ લેવા માટે તેને જરૂર જુઓ. પેહલા જોવા માટે એચ ડી મોડનો ઉપયોગ કરી યુટ્યુબ ચેનલ પર જુઓ.
હિમાલયી વન્યજીવ ઉદ્યાન:
હિમાલયી પ્રાણી ઉદ્યાન, ગંગટોક શહેરની પાસે આવેલા, હિમાલયી પશુ-પક્ષીઓથી પરિચિત થવાનું ઉત્તમ સ્થળ છે. અહી તમે હિમાલયી ક્ષેત્રમાં જોવા મળતા વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને સ્થાનિક વનિય વૃક્ષો વિશે જાણી શકો છો.
આ પ્રાણી ઉદ્યાન માં હિમાલયી વન્યજીવોને મોટા મોટા વાડમાં રાખવામાં આવ્યા છે. આ વાડને તે રીતે બનાવવામાં આવ્યા છે કે તેઓ આ પ્રાણીઓને લગભગ સ્વાભાવિક પરિવેશ ઉપલબ્ધ કરાવે છે.બીજા દુર્લભ જીવોની સાથે હિમ ચિતો અને લાલ પાંડા અહીંનું મુખ્ય આકર્ષણ છે.
આ વિશાળ, લીલીછમ લીલોતરી અને દુર્લભ હિમાલયની જાતિઓના સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લેવી, તે પણ ઠંડીથી ભરેલા વાતાવરણમા એ તમને પ્રફુલ્લિત કરી દેશે. તેને જોતી વખતે, તમે તમારી ઇચ્છા મુજબ એક થી બે કલાક સરળતાથી વિતાવી શકો છો. બગીચામાં પ્રવેશ ફી પણ નજીવી છે.અમે આ હિમાલયી પ્રાણી ઉદ્યાનના પહાડી ક્ષેત્રમાં સવારી કરીને ભરપૂર આનંદ લીધો. કોઈપણ દિવસે જ્યારે આકાશ ચોખ્ખું હોય ત્યારે તમે અનેક પ્રકારના પક્ષી પણ જોઈ શકો છો. જે દિવસે અમે અહી આવ્યા હતા તે દિવસે વરસાદ પડી રહ્યો હતો. છેલ્લે અમે પક્ષી જોઈ શક્યા નહીં.
રુમટેક બૌદ્ધ મઠ:
વિશાળ અને પ્રાચીન બૌદ્ધ મઠોમાંથી એક, રુમટેક બૌદ્ધ મઠ ગંગટોકથી લગભગ ૨૦ કિલોમીટરના અંતરે આવેલુ છે. રુમટેક ધર્મ ચક્ર કેન્દ્રના પરિસરમાં અનેક પવિત્ર વસ્તુઓ રાખેલી છે. તેમાં સૌથી વધારે વિશેષ અને ભવ્ય ૧૩ ફૂટ ઊંચો સુવર્ણ સ્તૂપ છે. આ મઠના પરિસરમાં વિકસેલ બગીચો પણ ખૂબ જોવાલાયક છે.
ગંગટોકથી એક દિવસની યાત્રાઓ:
ચારધામ નામચી:
પહાડોની ઉપર આવેલુ નામચીનું ચારધામ ભારતના પૂજનીય ચારધામનું પ્રતિરૂપ છે. અહીંના અપ્રતિમ મંદિર અને ભગવાન શિવની વિશાળ મૂર્તિને જોઇને તમે ૨ થી ૩ કલાક આરામથી વિતાવી શકો છો. અહીનું વાતાવરણ ખૂબ જ સુખદ હોય છે. વાદળ અને સુર્યના કિરણો એકબીજા સાથે રમત રમતા આપણને મંત્રમુગ્ધ કરી દે છે.
ટેમી ચાના બગીચા:
ટેમી ચાના બગીચા સિક્કિમના વિશાળ ચાના બગીચા છે. આ બગીચા ગંગટોકથી નામચીની બાજુ આવતા રસ્તા પર છે. વાદળની વચ્ચેથી જોતા ચાના લીલાછમ બગીચાના દશ્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે. તેમની વચ્ચે જતા વળાંક વાળા રસ્તા પર ગાડી દ્વારા જવું તે એક સુખદ અનુભવ છે. તે તમારી યાદશક્તિ અને આંખોને તેની સુંદરતાથી ભીંજવશે.
સંદરુપત્સે પહાડો પર રવંગલા બૌદ્ધ ઉદ્યાન:
સંદરુપત્સે પહાડો પર ૧૨૦ ફૂટ ઊંચી બૌદ્ધ પદ્મસંભવની મૂર્તિ વિશ્વમાં તેની વિશાળ મૂર્તિ છે. બૌદ્ધ તીર્થયાત્રીઓ માટે તે બૌદ્ધ તીર્થયાત્રાધામોમાનું એક છે. ગુરુ રીનપોચે નામથી પ્રખ્યાત પદ્મસંભવ સિક્કિમના સંરક્ષક ગુરુ છે. પાસેજ એક રોક ગાર્ડન એટલે શૈલોદ્યાન પણ છે.
ગંગટોકની પાસે જોવાલાયક સ્થળો- રોમાંચક યાત્રાઓ:
સિક્કિમ હિમાલયની ચોટીઓથી ઘેરાયેલું ક્ષેત્ર છે, તેથી આ યાત્રામાં સાહસનો પણ સમાવેશ હશે જ. તે પણ ગંગટોક નગરીથી વધારે દૂર નથી. આ જુઓ કેટલાક લોકપ્રિય વિકલ્પ :
નાથુલા દરૉ અને સોંગમો અથવા ચાંગુ નદી:
નાથુલા દરૉ ગંગટોકથી લગભગ ૬૦ કિલોમીટર પૂર્વ દિશામાં છે. ત્યાં પહોચવાના રસ્તા સૌથી ઉંચા મોટર યોગ્ય રસ્તામાંથી એક છે. નાથુલા દરૉના દર્શન માટે અનુમતિ પત્ર જરૂરી છે. સાથેજ ગંગટોકથી આયોજિત યાત્રાની સુવિધા પસંદ કરવી પણ જરૂરી છે. તે આયોજિત યાત્રાઓ ઋતુની સ્થિતિ પર જ આધારિત હોય છે. અહી સુધી પહોંચવાના રસ્તામાં સોંગમો અથવા ચાંગુ નદી છે જે શિયાળાની ઋતુમાં જામી જાય છે. ઠંડીથી જામેલી નદી, હિમવર્ષા અને અહીંના દ્ર્શ્ય પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ છે.
સિક્કિમના કેટલાક બીજા આકર્ષિત જોવાલાયક સ્થળો છે જે પૂર્વી સિક્કિમમાં ગુરુ ડોગમાર નદી, કંચન જંઘા જલપ્રપાત અને પશ્ચિમી સિક્કિમના રબડન્ટસે અવશેષો.
તમે જ્યારે પણ સિક્કિમ ની યાત્રા પર જાઓ તો આમાંથી તમારી પસંદ મુજબ જોવાલાયક સ્થળ પસંદ કરી શકો છો.
સિક્કિમ અને ગંગટોક પર મારા દ્વારા પ્રકાશિત આ યાત્રાના સંસ્મરણો પણ જરૂર વાંચો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team