એક દિવસ જિંદગી જીવવા જેવી લાગે છે તો બીજે દિવસે જિંદગી ઝેર જેવી કડવી. અને આ બધા મનમાં આવતા વિચારો વચ્ચે જીવન ક્યાં અટવાય જાય એ ખબર નથી પડતી. સફળતા મેળવવા માટે મથતા રહીએ ત્યાં કોઈ મુસીબત આવીને ઉભી રહી ગઈ હોય. આ બધા વચ્ચે પ્રસન્નતાથી જિંદગી જીવવી મુશ્કેલ બને છે.
જ્યારે આવી સ્થિતિ કોઈ મહિલાની હોય ત્યારે જિંદગી કંટાળાજનક બની જતી હોય છે અને એવામાં જરૂર પડે છે આત્મવિશ્વાસની. આત્મવિશ્વાસ પૈદાયશી ન હોય તેને ખુદની અંદર ન હોય તો લાવવો પડે છે. દુનિયાના દરેક માણસની અંદર અલગ અલગ સ્તર પર આત્મવિશ્વાસ રહેલ હોય છે. પણ આ આત્મવિશ્વાસને વધારવો ખુબ જરૂરી છે એટલે કે ખુદની અંદર આત્માનો વિશ્વાસ. જે આત્મવિશ્વાસથી જીવવાનું શરૂ કરે એ જિંદગીમાં બહુ આગળ સુધી જઈ શકે છે.
આ આર્ટિકલમાં સ્પેશ્યલ મહિલાઓને એવી ટીપ્સ જણાવવામાં આવી છે જેનાથી ખુદની અંદર રહેલા આત્મવિશ્વાસને વધારી શકાય. તો ભારતની દરેક મહિલાને વિનંતી છે કે આ આર્ટિકલને છેલ્લે સુધી વાંચવાનું ભૂલશો નહીં.
1. આત્મવિશ્વાસની ખોજ :
ઘણીવાર એવી સ્થિતિ બને છે કે આપણે ખુદ જ આત્મવિશ્વાસ ખોઈ બેસીએ છીએ અને કોઇપણ વાતમાં વિશ્વાસ કરી શકતા નથી, અને ખુદથી જ શિકાયત થવા લાગે છે. અને છેલ્લે આત્મવિશ્વાસની કમી થતા લોકો ઉપયોગ કરવાનો ચાલુ કરે છે. આવા સમયે ખાસ યાદ રાખો કે, “આપણે જેવા છીએ એવા જ બેસ્ટ છીએ..” જે કાર્યમાં તમને ડર લાગે છે અથવા તો કોઈ તકલીફ પડે છે ત્યારે ખુદ પર ભરોષો રાખીને આગળ વધો. સિવાય કે બીજાની સાથે આપણી ખુદની જ સરખામણી કરીએ! તો આવું ન કરવું અને જે પણ નિર્ણય સારો લાગતો હોય એ પર અડગ રહીને આગળ વધવું, ખુદના નિર્ણય પર આત્મવિશ્વાસ રાખવો.
2.આજે જ જીવવાનો પ્રયાસ કરો, કાલે નહીં! :
મનમાં કોઈ ખચકાટ રાખીને જીવવું એ કરતા સો ગણું બહેતર છે કે મનને ગમે એ રીતે જીવીએ. જે કામ કરવામાં ખુશી મળતી હોય અથવા તો જે કામ કરીને મનને સંતોષ મળતો હોય એ કામ કરવું જોઈએ જેનાથી મનને હંમેશા આનંદમાં રાખી શકાય. ખુશ રહેવાનો આ એક સચોટ માર્ગ છે. ભવિષ્યની વધારે ચિંતા કરીને વર્તમાનને ખરાબ ન કરો. હાલની જે સ્થિતિ હોય તેમાં ખુશ રહેવાનો પ્રયત્ન એક દિવસ ભરપૂર ખુશી આપે છે. એટલે ટૂંકમાં આજે જ જીવવાનો પ્રયાસ કરો, કાલે નહીં!
3. હતોત્સાહી ન બનો :
કોઈના કહેવા પર ન ચાલો, ખુદનું વિચારો – ખુદનું ભલું કરો. કોઈના કહેવાથી કૈ નહીં થવાનું એટલે કોઈ વાત પર અથવા કોઈ ન બોલવાનું બોલે તો એ સાંભળીને હતોત્સાહી ન બનો. દરેક વાતને ગંભીરતાથી ન લો, કારણ કે આવું કરવાથી મનને ઠેસ પહોંચે છે અને અન્ય વ્યક્તિઓ સાથે મનથી અંતર! તમે ખુદ તમને જેટલા જાણો છો એટલા કોઈ તમને ન જાણી શકે એટલે કોઈની વાતને અવગણતા શીખો.
4. વ્યાયામ :
વ્યાયામને રોજની જિંદગીનો એક પાર્ટ બનાવો. અને આં પ્રોસેસને નિયમિત ફોલો કરો જેનાથી મનને અને તનને પ્રસન્ન રાખી શકાય. દરરોજ કસરત કરવાથી માનસિક તણાવને હળવું કરી શકાય છે. કહેવાય છે કે રોજ 15 મિનીટનો વ્યાયામ ડિપ્રેશનના જોખમને ઘટાડે છે.
5.ડરનો સામનો કરતા શીખો :
દરેક માણસને કોઈ કોઈ રીતે ડર રહેતો હોય છે એટલે બધા આ દુનિયામાં એક સમાન જ છે! અસફળ થવાનો ડર તો મનમાંથી સાવ દૂર જ કરી દેવો જોઈએ. લાંબા વિચારોને અને ગુઢ વિચારોને છોડો અને ખુલ્લેથી જિંદગી જીવો. ડરને કારણે માણસને માનસિક તણાવ આવે છે અને આત્મવિશ્વાસ ઘટી શકે છે એટલે દરેક મહિલાએ ડરનો સામનો કરતા શીખી જવું જોઈએ.
6. શીખતા રહો :
અમુક મહિલા અકળામણની જિંદગી જીવવા લાગે છે કારણ કે તેનામાં નવું શીખવાની ધગસ હોતી નથી. એ કરતા ભૂલ હોય તો તેને સ્વીકારો અને હંમેશા નવું શીખવાનું ઈચ્છા મનમાં રાખો, તો જિંદગીને આરામથી જીવી શકાય એ પણ આનંદ કે હાસ્ય સાથે….
7. દરરોજની એક કલાક :
તમે ઘર કે ઓફીસ/બીઝનેસમાં કેટલા પણ બીઝી કેમ ન હોવ, પણ દરરોજની એક કલાક તમારા માટે જ રાખો. આ નક્કી કરી લો અને એમાં કોઈ વાત ચલાવી લેવાની નહીં. દરરોજની એક કલાક કોઈ માટે નહીં પણ સ્વયં માટે જીવો. તમારી પસંદગી મુજબ એક કલાક વ્યતીત કરો, ગમે તે કાર્ય કરો અને ગમે તે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો પણ ખાસ કે આ સમયમાં કોઈ બીજું કામ નહીં. બસ, દરરોજની એક કલાક એવી હોવી જોઈએ, જે સ્પેશ્યલ સ્વયં માટે જ હોવી જોઈએ…
તો આ બધી એવી ટીપ્સ છે જેનાથી મહિલાને ગમે ત્યારે અને ગમે ત્યાં કામ આવી શકે છે. તો ખાસ આ આર્ટિકલની માહિતી દરેક મહિલાને કાયમ માટે યાદ રાખવા જેવી છે. આત્મવિશ્વાસ વધશે …વધશે અને વધશે જ.. જો અહીં જણાવેલ ટીપ્સને જીવનમાં મંત્ર તરીકે સ્વીકારવામાં આવશે તો….!
આશા છે કે આજની માહિતી આપને પસંદ આવી હશે તો આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel