ભારતની 6 ગ્લેમરસ મહિલા રાજનેતા જેની ખૂબસૂરતી અને રાજનીતિ બંને બેમિસાલ છે.

ભારતની મહિલાઓએ પોતાની કાર્યસિદ્ધિ માટે દુનિયાભરમાં સિદ્ધિ હાંસિલ કરી છે. અને એથી આગળ વાત કરતા ગ્લેમર ક્ષેત્રમાં પણ પોતાની પહેચાન બનાવી છે. તમે ઘણીવાર ન્યુઝ પેપર કે સોશિયલ મીડિયામાં મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચૂકેલ મહિલાઓના નામ વાંચ્યા હશે. પણ શું તમે જાણો છો કે આપણા ભારત દેશમાં રાજનીતિ ક્ષેત્રે અમુક મહિલાઓ એવી છે જે આજની મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સને પાછળ રાખી દે છે.

ચાલો, જાણીએ એવી મહિલાઓની માહિતી જે આજે ભારત દેશમાં રાજનીતિ સાથે તો જોડાયેલી જ છે પણ સાથે સાથે તે બ્યુટીના કારણે પણ ફેમસ છે. તો જાણીએ ખૂબસૂરતીની બેમિસાલ અદા છલકાવતી 6 મહિલાઓ વિષેની માહિતી આજના સ્પેશિયલ આર્ટીકલમાં.

1. નુસરત જહાં :

Image Source

નુસરત જહાં, દેખાવે એકદમ ખુબસુરત મહિલા છે અને સાથે તેની મોહક અદા હર કોઈના મનમાં એક સ્પેશ્યલ જગ્યા બનાવવા માટે કાફી છે! આ મહિલાએ બંગાળી સિનેમામાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે અને સાથે તેને અહીંથી પ્રસિદ્ધિ પણ મેળવી છે. તેનો જન્મ 8 જાન્યુઆરી 1990 માં કોલકતામાં થયો હતો.

અભ્યાસનો વાત કરીએ તો નુસરત જહાંએ ભવાનીપૂર એજ્યુકેશન સોસાયટી કોલેજમાંથી તેનું ભણતર પૂરું કર્યું. પણ સાલ 2019 નુસરતે રાજનીતિમાં ડગલું માંડ્યું અને કોંગ્રેસ પાર્ટી જોઈન કરી, બશીરહાટથી ચૂંટણી લડી. ત્યાર બાદ વાત કરીએ વર્ષ 2011માં રાજ ચક્રવર્તીનું ફિલ્મ શોત્રુ માટે તેને ડેબ્યુ કર્યું હતું. તેની એ પછીની ફિલ્મ ખોકા 420 હતી. 2019માં નીખીલ જૈન સાથે એ લગ્ન ગ્રંથીથી નવા જીવનની શરૂઆત કરી.

2. દિવ્યા સ્પંદના :

Image Source

એકદમ ખુબસુરત એવી દિવ્યા સ્પંદનાને ફિલ્મી દુનિયામાં ‘રામ્યા’ના નામથી ઓળખવામાં આવે છે. આ દક્ષિણ ભારતની પ્રસિદ્ધ અભિનેત્રી છે, જેને કન્નડ ફિલ્મોની સાથે સાથે તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ કામ કરેલ છે. દિવ્યાનો જન્મ 29 નવેમ્બર, 1982માં બેંગલુરુમાં થયો હતો. તેની પહેલી ફિલ્મ કન્નડ ભાષામાં હતી, જેનું નામ ‘Mussanjemaatu’ હતું અને સાલ 2008માં આ ફિલ્મ રીલીઝ થઇ હતી. ફિલ્મ બોક્સ ઓફીસ પર બહુ જ હીટ રહી. રામ્યાએ 2013માં રાજનીતિ શરૂ કરી અને કર્ણાટકનાના માંડ્યા નીર્વાચીન ક્ષેત્રમાં ઉપચુનાવ જીતીને રાજનીતિને આગળ વધારી. આ મહિલાએ પણ ભારતદેશની મહિલાને સંદેશો આપ્યો છે કે ખૂબસુરતી પણ એક આગળ વધાવનું કારણ બની શકે છે.

3. અલ્કા લાંબા :

Image Source

અલ્કા લાંબા પોતાની તેજધારી પર્સનાલિટી માટે ભારતમાં ફેમસ છે. અને ખાસ કરીને તે પોતાની ખૂબસુરતી માટે વધુ ફેમસ થઇ છે. લગભગ  19 વર્ષની ઉંમરમાં તેને કોંગ્રેસ પાર્ટી સાથે કામ કરવાનું શરૂ કર્યું. અને NSUI જોઈન કરી લીધું. યુવાઓને સશકત બનાવવાના ઉદેશ્યથી એ ભારતમાં રાજનીતિ ક્ષેત્રે આગળ વધવા લાગી અને 20 વર્ષથી વધારેના સમય સુધી એ રાજનીતિ સાથે જોડાયેલ રહી. એ પછી એ આમ આદમી પાર્ટીમાં શામિલ થઇ અને 2015ની સાલમાં તેને દિલ્હી વિધાનસભા માટે ચુનાવની તૈયારી કરી.

4. અંગુરલતા ડેકા :

Image Source

અંગુરલતા ડેકા મોડેલ અને એક્ટ્રેસ હોવાની સાથે ભારતીય જનતા પાર્ટીની સભ્ય પણ છે. એ પોતાની ખુબસુરતીને કારણે મોડેલીંગ ફિલ્ડમાં આગળ વધી અને પછી તેને રાજનીતિ ક્ષેત્રે પણ કામ કર્યું. વધારામાં તેને ફિલ્મનું નિર્દેશન કરવાનું કામ પસંદ હોવાથી એ પણ બખૂબી કર્યું. અંગુરલતા, 2016 થી આસામના નીર્વાચીન ક્ષેત્રમમાં ભારતીય જનતા પાર્ટીની સભ્ય છે.

5. ડિમ્પલ યાદવ :

Image Source

સાડીની શોખીન એવી આ ભારતીય મહિલાએ દેશભરમાં પોતાનું નામ રોશન કર્યું છે. એકદમ સૌમ્ય દેખાતી ડિમ્પલ ગ્લેમરસ રાજનીતિ કરતી એક મહિલા પણ છે. આ કનૌજથી બે વાર સમાજવાદી પાર્ટીની સંસદ રહી ચુકી છે. ડિમ્પલ, રાજનીતિક પરિવારથી આવે છે એટલે તેના લોહીના ગુણમાં રાજનીતિ આવેલ છે. તેના પતિ અખિલેશ યાદવ અને સસરા મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી રહી ચૂકેલ છે.

6. ગુલ પનાગ :

Image Source

તમે આ મહિલાને ઘણી ટીવી સિરિયલોમાં જોઈ હશે પણ એથી વિશેષ આ મહિલા રાજનીતિમાં પણ આગળ છે. બ્યુટી ક્વીન રહી ચૂકેલ ગુલ પનાગ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલ છે. અને સાલ 2003માં એ ‘ધૂપ’ ફિલ્મમાં જોવા મળી હતી અને અહીંથી જ તેની ફિલ્મી કરિયર શરૂ થઇ હતી. ફિલ્મ અને સીરીયલમાં કામ કરવાની સાથે તેને 2014માં લોકસભામાં ચંડીગઢની આમ આદમીની ઉમેદવારથી ચૂંટણી લડી હતી.

તો આ છે ભારતની એવી 6 મહિલાઓ જે ખૂબસુરત હોવાને સાથે રાજનીતિ સાથે પણ જોડાયેલ છે અને પોતાની મોહક અદાઓથી લોકો વચ્ચે પ્રસિદ્ધ છે. તમને પણ અન્ય કોઈ મહિલાના નામ યાદ હોય તો જણાવો, જેને રાજનીતિ ક્ષેત્ર અને ટેલીવીઝન બંનેમાં મોટું નામ કર્યું હોય.

આપ સૌ ને આજની માહિતી પસંદ આવી હશે આવી આશા સાથે તમે આ આર્ટિકલને લાઈક કરજો અને આપનું મંતવ્ય કમેન્ટ બોક્ષમાં જણાવવાનું ભૂલશો નહીં. વધારે આવી જ રસપ્રદ માહિતી જાણવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Comment