ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે મધ, જાણો તેના 7 અદભુત ફાયદાઓ

તમારી ત્વચા માટે મધ એક અમૂલ્ય વરદાન છે. તો ચાલો જાણીએ મધના સાત આશ્ચર્યજનક ફાયદાઓ વિશે:

૧. સ્કિન મોઈશ્ચરાઈઝર:

મધ એક ઉતમ સ્કિન મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે. કંડીશનર રૂપે તે ત્વચાને અંદરથી કોમળ બનાવવામાં મદદ કરે છે. મધને તમે એક મોઈશ્ચરાઈઝર માસ્ક રૂપે ઉપયોગ કરી શકો છે. તેના માટે થોડી માત્રામા મધ લઈને હળવા હાથથી ચેહરા પર મસાજ કરો અને ૧૫-૨૦ મિનીટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

૨. કલીન્જરની જેમ ઉપયોગી:

મધ એક ઉતમ સ્કિન કલીન્જરનું કામ કરે છે. મધમાં જોવા મળતા એન્ટી ઓક્સિડન્ટ, એન્ટિ સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ તમારી ત્વચાને કરચલીઓથી છુટકારો મેળવવા મદદ કરે છે. તે ત્વચાના છિદ્રોમાંથી ગંદકી દૂર કરવાનું પણ કામ કરે છે. સાથેજ તેનો પ્રયોગ કરવાથી ત્વચા હાઈ ડ્રેટેડ રહે છે અને તમે તમારી ત્વચાને કડક કરી શકો છો.

૩. બળતરા અને સનબર્નમાં ઉપયોગી:

બળતરાની સારવાર માટે મધને સૌથી સારા ઘરેલુ ઉપચરોમાથી એક માનવામાં આવે છે. મધમાં રહેલ એન્ટી ઈફ્લેમેટરી ગુણના કારણે તે કોઈ પણ પ્રકારના સોજાને ઓછો કરીને હીલિંગ પાવર વધારે છે. જો તમે સનબર્ન જેવી સમસ્યાઓથી પરેશાન છો તો ચેહરા પર મધ લગાવવાથી તમને ફાયદો મળશે. તેના માટે એક ભાગ કાચા મધમાં બે ભાગ શુદ્ધ એલોવેરા જેલ ઉમેરો અને સૂર્યથી બળેલી ત્વચા પર લગાવો. તમને ફાયદો જોવા મળશે.

૪.કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ:

ચેહરા પર મધ લગાવીને તમે કરચલીઓ ની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો. તેમાં જોવા મળતું એન્ટી ઓક્સિડન્ટ ચેહરા પરની કરચલીઓ અને ફાઈન લાઈન ને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. ચેહરા પર મધનો ઉપયોગ હોમ મેડ હની માસ્ક રૂપે કરવાથી તમારી ત્વચા યુવાન, કરચલી મુક્ત અને ચમકદાર બનાવે છે.

૫. કુદરતી ચમક વધારે છે:

સ્કિન અને ચેહરા પર મધ લગાવવાથી ત્વચામાં વૃદ્ધિ થાય છે સાથેજ કુદરતી ચમક પણ વધે છે. ત્વચાની ચમક વધારવા માટે તમે સીધા કાચા મધને તમારી તચા પર લગાવી શકો છો. અને જો તમે વધુ સારું પરિણામ મેળવવા ઈચ્છો છો તો તમે મધને દૂધ અથવા દહીંની સાથે મિક્સ કરીને લગાવો.

૬.ખીલ અને ફોલ્લિઓથી છુટકારો મેળવો:

જો તમે ખીલ અને ફોલ્લિઓ ની સમસ્યાથી પરેશાન છો તો તમે ચેહરા પર મધ લગાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. મધના એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ત્વચાના સ્તરથી વધુ તેલને દૂર કરવામાં મદદ કરે છે. ખીલ અને ફોલ્લિઓથી છુટકારો મેળવવા માટે ચેહરા પર મધ લગાવીને ૧૦-૧૫ મિનીટ રાખો અને ત્યારબાદ પાણીથી ધોઈ લો.

૭.ડાઘ ધબ્બા દૂર કરવામાં મદદરૂપ:

મધમાં રહેલ પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક ગુણને લીધે તેનો ઉપયોગ ત્વચાના ડાઘ ધબ્બા દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. મધ તમારી ત્વચાને નરમ અને સ્વસ્થ રાખવાની સાથે ત્વચા પરથી ડાઘ ધબ્બા દૂર કરવામાં મદદરૂપ હોય છે. મધના એન્ટી ઓક્સિડન્ટ ગુણ ક્ષતિગ્રસ્ત ત્વચાને ઝડપથી સુધારવાની સાથેજ સોજાને ઓછા કરે છે અને ત્વચાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. તેના માટે એક ચમચી મધમાં એક ચમચી નારિયેળનું તેલ ઉમેરીને અસરગ્રસ્ત સ્થળે મસાજ કરો.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો તમારી પોતાની વેબસાઈટ ફકત ગુજરાતી સાથે.

તમને આ લેખ કેવો લાગ્યો? અમને ફેસબુક પર કમેન્ટ કરીને જરૂર બતાવો. આવી બીજી જાણકારી મેળવવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

#Author : FaktGujarati Team

Leave a Comment