ઘણાં માણસોનાં મોઢે સાંભળવા મળે કે ‘કંટાળ્યા’, ‘બધું કરી લીધું..’ પણ વજન ઉતરતો જ નથી. તો પછી એ વ્યક્તિને શું સલાહ આપવી એ વિચારવા જેવું બને. અંતે બાકી હોય તો કસરત અને જીમ સેન્ટરનો ઉપાય પણ નઠારો નીવડ્યો હોય. આપણે શરીરને કેમ સાચવવું એ તો સોનાક્ષી પાસેથી જ શીખવું પડે એમ છે.
Image Instagram
સલમાન સાથેની તેમની જોડીએ ખુબ માણસોનાં મનમાં જગ્યા બનાવી. પછી આ યુવાનીનાં ભરપુર ખીલેલા યૌવનને ચિંતા શા ની!! ફરીથી એક એવી જ ફિલ્મમાં જબરદસ્ત અભિનય આપીને માર્કેટમાં સારી નામના મેળવી અને લોકોની દિવસીય ચર્ચામાં સ્થાન મેળવ્યું.
દબંગ ગર્લ સોનાક્ષી સિંહા ફરી એક વાર ‘વેઈટલોસ’ને લઈને સૂર્ખિઓમાં દેખાઈ રહી છે. બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર પોતાનાં લૂક્સ ચેન્જ કરતાં હોય છે. એમ, આવી જ એક ન્યૂઝ તાજેતરમાં ચર્ચાઈ રહી છે. સલમાન ખાનની દબંગ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી મેળવનારી ‘સોનાક્ષી સિંહા’ આજકાલ દબંગની જ સિક્વન્સ દબંગ-૩ માટે પોતાના લૂક્સમાં ખાસ્સો એવો ચેન્જ કરી રહી છે.
દબંગ ફિલ્મ સુપરહિટ હતી જ અને દબંગ-૨ એ ફિલ્મ પણ સલમાન અને સોનાક્ષીનાં ફેન્સને નિરાશ નહોતા કર્યા. બંને ફિલ્મમાં સોનાક્ષી સિમ્પલ, ઇન્ડિયન ગર્લનાં લૂકમાં હતી અને બધાને તેમનો આ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો હતો.
Image Instagram
બોલિવૂડમાં આવ્યા પહેલાં તેમનું વજન ૯૦ કિલો જેટલું હતું. પણ દબંગ ફિલ્મ માટે તેમણે ૩૫ કિલો વજન ઘટાડ્યું હતું. અને ફરી એક વાર એ જ ફિલ્મના સિક્વલ માટે ટફ જિમ વર્ક આઉટ અને ડાઇટીંગથી સોનાક્ષીએ પોતાના વજન અને બોડી ફિટનેસમાં ખાસ્સો એવો ફેરફાર કર્યો છે.
Image Instagram
થોડા દિવસ પહેલાં જ સોનાક્ષીએ તેમના જિમ વર્ક આઉટની તસ્વીરો સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છે.
Image Instagram
જેમાં તે અગાઉ કરતાં વધારે ફિટ અને અટ્રેક્ટિવ દેખાઈ રહી છે. લોકો તેમનાં આ લૂકને ખૂબ પસંદ કરી રહ્યા છે.
Image Instagram
સોનાક્ષી દરરોજ જિમનેશિયામાં સખત વર્ક આઉટ કરે છે અને એક ખાસ ડાયટ પ્લાનને ફોલો કરે છે. તેઓ બ્રેકફાસ્ટમાં દૂધ અને ઘઉંના ટોસ્ટ લે છે. અને એ પછી ડ્રાયફ્રુટ અને ગ્રીન ટીનું સેવન કરે છે. લંચમાં તે રોટલી, શાક અને સલાડ આરોગે છે. એવું જાણવા મળ્યું છે કે સોનાક્ષીએ કસરત અને ડાઇટીંગ દ્વારા ૩૦ કિલો વજન ઘટાડ્યું છે.
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.