પાસ્તા, નુડલ્સ વગેરે કોઈ હેલ્થી ફૂડ નથી,પણ કેટલીક ખાસ ટ્રિક અપનાવી ને તમે તેને હેલ્થી બનાવી શકો છો.
બાળકો ને જંક ફૂડ થી દૂર રાખવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. અને એવા માં બાળકો ને ન્યુટ્રીશન થી ભરપૂર ખાવાનું આપવું એ ખૂબ મહત્વ પૂર્ણ બની જાય છે. જ્યાં સુધી જંક ફૂડ નો સવાલ છે તો તેમા ફક્ત મેદો જ આવે છે. જો તમે તેને ઘઉ ના લોટ ના નુડલ્સ કે પાસ્તા સાથે સ્વિચ કરી દો તો તે એક સારો ઓપ્શન છે પણ આટલું જ પૂરતુ નથી.
જો આપણે જંક ફૂડ ને હેલ્થી બનાવા છે તો કેટલીક ટિપ્સ પણ અપનાવી શકો છો. Food Safety and Standards Authority of India (FSSAI) એ પોતાના ટ્વિટર અકાઉંટ પર એવી ટિપ્સ શેર કરી છે કે જેમા તેમણે જણાવ્યું છે કે કેવી રીતે પાસ્તા, નુડલ્સ, અને સ્મૂધી ને તમે હેલ્થી બનાવી શકો છો.
નુડલ્સ ને બનાવો જુડલ્સ
શાકભાજી ના નામ પર હમેશા કોબીજ, ગાજર જ નાખવામાં આવે છે. પણ જો તેમા જશૂની અને કોળા ને જો મિક્સ કરવામાં આવે તો તેનો સ્વાદ પણ વધી જાય છે. તે વધુ પૌષ્ટિક પણ થઈ જશે. જો તમે થોડો એક્સપેરિમેંટ કરવા માંગો તો તેમા રીંગણ પણ નાખી શકો છો. સ્વાદ ની સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. નુડલ્સ માં તમે નુડલ્સ ના શેપ ની શાકભાજી કાપી ને નાખી શકો છો.
સ્મૂધી ને બનાવો ગ્રીન
લીલા શાકભાજી ખાવા ના ફાયદા તો આપણે બધા જાણીએ જ છીએ. પણ બાળકો હમેશા શાકભાજી ને નકારી દે છે. આવા માં બાળકો ને પાલક,મેથી, જેવી શાકભાજી ખવડાવાનો બેસ્ટ ઓપ્શન છે. ફ્રૂટ સ્મૂધી માં સ્ટ્રોબેરી,કેળું,અનાનાસ, કેરી વગેરે માં થોડી થોડી માત્રા માં શાકભાજી મિક્સ કરી ને પીવડાવો તો તે સારું રહેશે.
ફળ ના સ્વાદ ના લીધે બાળકો તેને જલ્દી જ પી લેશે અને તેમને લીલી શાકભાજી નુ પોષણ પણ મળી રહેશે.
પાસ્તા ને બનાવા માંટે ની રીત
પાસ્તા બાળકો ને ખૂબ જ પસંદ હોય છે. પણ તે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ પણ ખરાબ હોય છે. આમ તો પાસ્તા માં મેદો જ આવે છે . પણ જો તમે પાસ્તા બનાવતા હોવ તો તેના સોસ માં બ્રોકલી,જશુની, પાલક, કોળું, ગાજર વગેરે જેવી શાકભાજી ને વાટી ને તેમા મિક્સ કરો આમ કરવાથી સોસ નો સ્વાદ પણ નહીં બદલાય.
ફક્ત શાકભાજી ને વધુ પ્રમાણ ન નાખો. પણ તમે થોડી થોડી માત્રા નાખો જેથી તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ બનશે.
5 આદતો જે સારું રાખશે સ્વાસ્થ્ય
FSSAI ના કહ્યા પ્રમાણે એમને એવી 5 આદતો જણાવી છે કે જેનાથી બાળકો ને કોઈ નુકશાન ન થાય. તે બધી જ ઉમર ના બાળકો માંટે લાભદાયી છે.
1. સંતુલિત આહાર લો
એક જ પ્રકાર નું ખાવાનું સારું નહીં. તમારા ખાવા માં અલગ અલગ પ્રકાર ની વસ્તુ ઓ હોવી જોઈએ. જેનાથી ખાવાનું બેલેન્સ જળવાઈ રહે છે.
2. પાણી ભરપૂર પીવો.
કોઈ પણ ઋતુ હોય પાણી ભરપૂર પીવું જોઈએ. ઠંડી માં પણ પાણી ભરપૂર પીવું જોઈએ. આવા માં તમે ઓછું પાણી પીશો તો તે નહીં ચાલે.
3. વધુ ગળ્યું અને વધુ મીઠા વાળી વસ્તુ ન ખાવી.
તમારે ખાવાનું એવું ખાવું જોઈએ જેમા સ્વાદ પૂરતું જ મીઠું હોય. જો તમે વધુ મીઠું કે ગળ્યું ખાધું તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે.
4. જ્યુસ નહીં ફળ ખાવ
એ વાત સાચી છે કે ફળો નું જ્યુસ ખૂબ જ સારું હોય છે. પણ જ્યુસ કરતાં તમે આખું જ ફળ ખાવ તો તે વધુ ફાયદાકારક છે.
5. તળેલું ન ખાતા બેક કરી ને ખાવ
જો તમને બાફેલું ખાવાનું પસંદ નથી તો તમે તેને તળ્યા વગર બેક કરી ને ખાવ. ફ્રાઇડ ફૂડ સ્વાસ્થ્ય માંટે સારું નથી.
આ બધી જ ટિપ્સ ને અપનાવો અને હેલ્થી જીવન જીવો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team