આ વિકેન્ડ માં બાળકો માટે ઘરે જ બનાવો તંદૂરી પાસ્તા પિઝા

બાળકો ને  પિઝા અને પાસ્તા બંને ખૂબ જ ભાવતા હોય છે, પરંતુ આ વિકેન્ડ માં તમે બાળકો  માટે ઘરે તંદૂરી પાસ્તા પીઝા બનાવી શકો છો-

Image Source

પિઝા ખાવાનું  કોને પસંદ નથી હોતું? બાળકો ને પિઝા અને પાસ્તા બંને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, કેમ કે તે ખૂબ ક્રીમી હોય છે. કોરોનાને લીધે બહાર નું ખાવાનું સલામત નથી, તેથી તમે બજારની જેમ ઘરે તંદૂરી પાસ્તા પિઝા બનાવી શકો છો. પીઝા બેઝ બનાવવા માટે તમારે વધુ વસ્તુ ની જરૂર નહીં પડે  અને તમે ઘરે સોફ્ટ પિઝા બનાવી શકો છો. જો આપણે તંદૂરી પાસ્તા વિશે વાત કરીએ, તો તેને બનાવવું ખૂબ જ સરળ છે, કારણ કે ઉકળ્યાં પછી તેને ફક્ત મેરીનેટ જ  કરવું પડે છે. એક સાથે પીઝા અને પાસ્તાનો સ્વાદ લેવા માટે તૈયાર થઈ જાવ, કેમ કે અમે તમને અહીં  સૌથી સરળ રેસીપી જણાવીશું.

વિધિ

તંદૂરી પિઝા પાસ્તા બનાવવા માટે, તમારે પહેલા મેદા નો લોટ તૈયાર કરવો પડશે. જેના માટે મોટા વાસણમાં હુંફાળું પાણી લો અને તેમાં યીસ્ટ, ખાંડ અને મીઠું નાખો. 2 મિનિટ પછી તેમાં લોટ ઉમેરો અને 1 ચમચી તેલ ઉમેરો અને લોટ બાંધવાનું શરૂ કરો.

હવે લોટ ને થોડા સમય માંટે ઢાંકી ને રાખો, ત્યાં સુધી તમે પાસ્તા તૈયાર કરો. એક કડાઈમાં પાણી ગરમ કરો, તેમાં પાસ્તા અને થોડું મીઠું ઉમેરો. ઉકળી ગયા પછી તેને ગાળી લો . પાસ્તાને થોડા સમય માટે ઠંડુ થવા દો.

પાસ્તા પિઝા  રેસીપી

Image Source

હવે પાસ્તામાં થોડુ દહીં નાખીને બરાબર મિક્ષ કરી લો. પાસ્તામાં લસણ-આદુની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, હળદર પાવડર, ગરમ મસાલા અને લીંબુનો રસ નાખી બરાબર મિક્ષ કરી લો. છેલ્લે મોઝેરેલા ચીસ  ઉમેરો તે તમારા પાસ્તાને યોગ્ય રીતે મેરીનેટ કરશે.

હવે તમે લોટ થી બેસ બનાવવાનું શરૂ કરો, આ માટે તમે તમારા હાથમાં થોડું તેલ લગાડો અને તેને તમારા હાથથી ગોળ ગોળ ફેરવવાનું શરૂ કરો. તેને વેલણ થી રોલ ન કરવુ. નહીં તો બેસ બગડી જશે.

હવે પિઝા સોસ ને પીઝા બેઝ પર સારી રીતે લગાવો અને તેને મેરીનેટેડ પાસ્તા થી ટૉપિન્ગ કરો. આજુબાજુ પાસ્તા રાખો અને ત્યારબાદ તેની પર મોજરેલા ચીસ નાખો. અંતે, ઉપરથી સ્વીટ કોર્ન, કેપ્સિકમ અને પનીર મૂકો.

ઓવન ને પ્રિહીટ કરો  અને 15 મિનિટ માંટે પીત્ઝા રાખો અને તમારો પીત્ઝા તૈયાર થઈ જશે. જો તમારી પાસે ઓવન ના હોય તો તમે નોન સ્ટીક પણ પર પીત્ઝા સ્ટેન્ડ મૂકીને પીત્ઝા બનાવી શકો છો.

તંદૂરી પાસ્તા પિઝા રેસીપી

સામગ્રી

  • પાસ્તા
  • 3 ચમચી દહીં
  • અડધો ચમચી ગરમ મસાલા
  • સ્વાદ માટે મીઠું
  • અડધો ચમચી લીંબુ
  • અડધી ચમચી હળદર
  • થોડું લાલ મરચું
  • 1 ચમચી લસણ-આદુની પેસ્ટ
  • 150 ગ્રામ મેદો
  • એક ચમચી ખાંડ
  • 1 ચમચી યીસ્ટ

વિધિ

સ્ટેપ 1

  • પિઝા ના લોટ માટે મોટા વાસણમાં હુંફાળું પાણી લો અને તેમાં યીસ્ટ , ખાંડ અને મીઠું નાખો.

સ્ટેપ 2

  • 2 મિનિટ પછી યીસ્ટ માં મેદો નાખો અને 1 ચમચી તેલ ઉમેરો, ાને બરાબર મિક્સ કરો.

સ્ટેપ 3

  • એક કડાઈમાં પાણી ગરમ કરો, તેમાં પાસ્તા અને થોડું મીઠું ઉમેરો. જ્યારે તેઓ ઉકળે છે, તેમને ગાળી દો.

સ્ટેપ 4

  • હવે પાસ્તામાં થોડુ  દહીં, લસણ-આદુની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, હળદર પાવડર, ગરમ મસાલા અને લીંબુનો રસ નાખી બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ 5

  • પાસ્તાને વધુ ક્રીમી બનાવવા માટે, મેરીનેટ કર્યા પછી તેમા મોઝેરેલા ચીસ ઉમેરવું.

સ્ટેપ 6

  • બેસ બનાવવા માટે તમારા હાથમાં થોડું તેલ લગાડો અને તેને તમારા હાથથી ફેરવો.

સ્ટેપ 7

  • પીઝા બેઝને સારી રીતે સોસ લગાવો અને તેને મેરીનેટેડ પાસ્તા ને તેની મૂકો.

સ્ટેપ 8

  • છેલ્લે તેની પર ઘણું બધુ મોજરેલા ચીસ અને સ્વીટ કોર્ન, કેપ્સિકમ અને પનીર ટોપિંગ નું બનાવો.

સ્ટેપ 9

  • ઓવન ને ગરમ કરો અને 15 મિનિટ પીત્ઝા રાખો અને તમારો પીત્ઝા તૈયાર થઈ જશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment