ઘર ના તકીયા સાફ કરવાની 5 આસન રીત, જેનાથી તેની બધી જ ગંદગી સરળતાથી દૂર થઈ જશે

બેડશીટની સાફ-સફાઈની સાથે સાથે તકિયાઓનુ સાફ હોવું પણ જરૂરી છે. ચાલો જાણીએ કે તકિયાઓને ઘરે કેવી રીતે સાફ કરી શકાય છે.

Image Source

બેડ સાથે ઘણી વસ્તુઓ જોડાયેલી હોય છે, જેની સાફ-સફાઈનું આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ. પરંતુ શું તમને યાદ છે કે અંતે તમે તમારો તકિયો ક્યારે ધોયો હતો.જો તમે ગંદો તકિયો છેલ્લા છ મહિનાથી ઉપયોગ કરી રહ્યા છો, તો તમે બીમારીને આમંત્રણ આપી રહ્યા છો. બેડશીટ અને તકિયાના કવર ની સાથે સાથે તકિયો પણ ધોવો ખૂબ જરૂરી છે. ઘણા લોકો એક તકિયાનો છ મહિના સુધી ઉપયોગ કરે છે. ગંદો થાય એટલે તેને ફેંકી દે છે. તેમજ કેટલાક લોકોને એવું લાગે છે કે તકિયા પર કવર લગાવી દેવાથી તેને ગંદકીથી બચાવી શકાય છે, જ્યારે એવું હોતું નથી.

સમયની સાથે-સાથે તકિયાના કવર જ નહિ પરંતુ તકિયાને પણ ધોવો જરૂરી છે. જો તમે વિચારી રહ્યા છો કે તકિયાને કેવી રીતે ધોઈ શકાય છે તો અમે અહીં કેટલીક એવી રીતે બતાવીશું જેની મદદથી તમે ઘરે જ તકિયાને સાફ કરી શકો છો. તકિયાને સાફ રાખવાથી તમે તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં તકિયાને તમે મશીનમાં પણ સરળતાથી સાફ કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે?

પેહલી રીત:

Image Source

સૌથી પહેલા તકિયાના કવર તપાસી લો કે શું તેના પર કોઈ ડાઘ કે પછી નિશાન તો નથી ને. જો હોય તો તેને ધોતા પહેલા તેના પર ડિટર્જન્ટ સ્પ્રે કરો અને ૧૫ મિનિટ માટે રહેવા દો. હવે વોશિંગ મશીનના ડ્રમ માં તકીયો નાખો. તમને જણાવી દઈએ કે વોશિંગ મશીનમા તકિયો ધોવો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એક વખતમાં ફક્ત બે જ તકિયા અંદર નાખો, તેનાથી તેઓ એકબીજા સાથે ભટકાશે નહીં અને સરખી રીતે ધોવાય પણ જશે.

બીજી રીત:

હવે તકિયા ને જોવા માટે ઉચિત એટલે કે વધારે પણ નહીં અને ઓછું પણ નહીં એટલો ડિટર્જન્ટ ડિસ્પેંસર મા નાખો. જો તમે વિચારી રહ્યા છો કે વધારે ડિટર્જન્ટ નાખવાથી તકિયો સરખી રીતે ધોવાઈ જશે તો તમે ખોટા છો. તેનાથી પણ વધારે થશે અને પછી તકિયા માંથી કાઢવામાં મુશ્કેલી થશે.

ત્રીજી રીત:

Image Source

તકિયાને ગરમ પાણીથી સાફ કરો અને તેને વોશિંગ મશીનમાં નાખીને બે વાર રિસાયકલ ચલાવો. ધ્યાન રાખવું કે વધારાનો ડિટર્જન્ટ તકિયા માંથી સરખી રીતે નીકળી જાય. વોશિંગ મશીનમાં બે વાર રીસાયકલ ચલાવ્યા પછી તકિયા ને ડ્રાયર માં નાખો. ડ્રાયરમાં તેને નાખ્યા પછી સેટિંગ્સ ને એડજસ્ટ કરો. ધ્યાન રાખવું કે જો તમારો તકિયો પીછાનો હોય તો તમારા ડ્રાયરને એર-ફ્લુફ-નો હીટ મોડમાં રાખો. અને જો સિંથેટિક તકિયા હોય તો ડ્રાયરને ઓછા તાપમાને સેટ કરી દો.

ચોથી રીત:

હવે તેને સરખી રીતે સૂકવવા માટે ટેનિસ બોલ નો ઉપયોગ કરી શકો છો. જણાવી દઈએ કે બે ટેનિસ બોલ લો અને તેને સ્વચ્છ મોજમાં રાખો. ત્યારબાદ તેને તમારા ડ્રાયર માં તકિયાની સાથે નાખો, આમ કરવાથી તમે તેને ઝડપથી સુકવી શકો છો. હવે તમારું ડ્રાયર શરૂ કરી દો તેનાથી તકિયો પાછો ફૂલેલો જોવા મળશે અને સરખી રીતે સુકાઈ પણ જશે.

પાંચમી રીત:

Image Source

ફાઈબરફીલ માટે ઓછા થી મધ્યમ તાપે લગભગ એક કલાક સુધી તકિયાને સૂકવો અને પછી ડાઉન ફીલ માટે એક્સ્ટ્રા લો કે નો હીટ કરો. ડ્રાયર નું કામ થઈ જાય પછી એક વાર તકિયો તપાસી લો કે કોઈ જગ્યાએ રહી તો નથી ગયું કે પછી હજુ પણ ભીનો છે. તપાસ કર્યા પછી તમે તેને ૩૦ કલાક સુધી સુકાવા માટે રાખી દો. તકિયાને નવા રાખવા માટે કવર નો ઉપયોગ જરૂર કરવો. તેમજ તેને સુકાવા માટે બહાર કોઈ એવા ખુલ્લા સ્થાન પર ન રાખવું, જેનાથી ગંદકી વધારે ચોંટી જાય.

જરૂરી વાતો:

તકિયાને હંમેશા વર્ષમાં ત્રણથી ચાર વાર જરૂર ધોવા જોઈએ, કેમકે વાળમાં લગાવેલું તેલ, ખોડો, પરસેવો એવું ઘણીવાર તકિયા સાથે ચોંટી જાય છે. બે થી ત્રણ મહિનાની અંદર તકિયા માંથી ગંધ આવવાની શરૂ થઈ જાય છે. એવામાં પ્રયત્ન કરવો કે તેને સમયાંતરે ધોવા જોઈએ. તેવામાં જો તમને લાગે કે તકિયો ધોવાઈ તેમ નથી તો તેને બદલી નાખો.

જો તમને આ વાર્તા પસંદ આવી હોય, તો તેને ફેસબુક પર શેર કરો અને આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment