ખરતા વાળ અને સફેદ વાળ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લગભગ એક દશક પહેલા સફેદ વાળ ફક્ત મોટી ઉમર ના વ્યક્તિ માં જ જોવા મળતા હતા. પણ હવે ટીનએજ માં આવતા જ બાળકો ના વાળ સફેદ થવા લાગ્યા છે.
વાળ ખરવાની સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે. જેનાથી દરેક ઉમર ના લોકો ગ્રસ્ત છે. જડપ થી ખરતા વાળ ને લઈ ને યુવા વધુ ચિંતિત થવા લાગ્યા છે. જેના કારણે વાળ વધુ ખરે છે. જો તમારા પણ વાળ ખરે છે તો તમે અહી બતાવેલ ઉપાય અજમાવી શકો છો.
કેમ લગાવી ચણા ની દાળ ની પેસ્ટ
ચણા ની દાળ માં આયરન ભરપૂર માત્રા માં હોય છે. સાથે જ તેમા પ્રોટીન અને કેલ્સિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે. ચણા ની દાળ માં સ્નિગ્ધતા હોય છે. એટલે તે વાળ ના મૂળ માં ડ્રાયનેસ નથી થવા દેતી.
પ્રોટીન તમારા વાળ ને મજબૂત રાખે છે. કેલ્સિયમ અને આયરન થી તમારા વાળ ને પોષણ મળે છે. આયરન તમારા ત્વચા માં રક્ત નો પ્રવાહ વધારે છે અને વાળ ને અંદર થી પોષણ આપે છે. ચણા ની દાળ માં મેંગેનિસ હોય છે. જે તમારા વાળ ને સમય પહેલા સફેદ થતાં રોકે છે.
આ રીતે બનાવો હેર માસ્ક
ચણા ની દાળ નો હેર માસ્ક બનાવા માંટે તમે રાતે ચણા ની દાળ ની દૂધ માં પલાળી લો. તમારા વાળ ની લંબાઈ પ્રમાણે દાળ ને પલાળો. જો તમારે તેને દૂધ માં ન પલાળવી હોય તો તમે ગુલાબ જળ માં પણ પલાળી શકો છો.
ગુલાબ જળ થી વાળ ની થિકનેસ વધે છે. રાતે પલાળેલી દાળ ને સવારે પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ માં 1-2 ચમચી મધ નાખો. વાળ ના મૂળ થી લઈ ને આખા વાળ માં આ પેસ્ટ લગાવો.
વાળ માં મધ લગાવાનો ફાયદો
મધ ફક્ત ચહેરા માંટે જ નહીં પણ વાળ ના ગ્રોથ અને પોષણ માંટે જરુરી છે. આયુર્વેદ માં મધ ને સંપૂર્ણ ભોજન નો દરજ્જો આપવામાં આવ્યો છે.
મધ ને વાળ માં લગાવાથી વાળ ના મૂળ માં નમી રહે છે જેથી ડેન્ડ્રફ ન થાય. વાળ પર મધ લગાવાથી તડકો, માટી કે પોલ્યુશન ની અસર નથી થતી. એટલે કે મધ તમને વાળ ડેમેજ થતાં બચાવે છે.
આટલા સમય સુધી લગાવી રાખવો હેર માસ્ક
વાળ પર ચણા ની દાળ ની પેસ્ટ 30-40 મિનિટ સુધી લગાવી ને રાખી મૂકવી. ત્યારબાદ તાજા પાણી થી અને માઇલ્ડ શેમ્પૂ થી વાળ ધોઈ નાખવા. માઇલ્ડ શેમ્પૂ એટલે સલ્ફેટ ફ્રી શેમ્પૂ. જો તમે આ પેસ્ટ ને અઠવાડિયા માં એક વાર લગાવો છો તો મહિના માં તમને તેનો ફરક દેખાશે.
આ માસ્ક થી તમારા વાળ ખરતા બંધ થશે અને નવા વાળ પણ જલ્દી જ ઊગશે. તેની સાથે જ તમારા વાળ માં પણ સુધારો તમારા જાતે જ કરી શકશો. તમારા વાળ ની પ્રાકૃતિક ચમક વધશે. વાળ માંથી ડ્રાયનેસ દૂર થશે. વાળ માંથી રફનેસ દૂર થશે. બે મોઢા વાળા વાળ થી છુટકારો મળશે.
ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને ચેતવણી આપવામાં આવી છે કે કંઇપણ સેવન અથવા ઉપયોગ કરતા પહેલા, તમારા ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ આવશ્યક છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team