હેલિકોપ્ટર મા, ટાઈગર મા, ડ્રેગન મા…. પેરેન્ટિંગ સ્ટાઇલથી તો મા ના ઘણા પ્રકાર મળી જશે. પરંતુ આહી અમે બતાવી રહ્યા છીએ માઓની આદતો ના આધારે માઓના કેટલાક દિલચસ્પ પ્રકાર. જોકે આ બધા પ્રકારમાં મા દયાળુ છે અને પોતાના બાળકોને તેટલો જ પ્રેમ કરે છે.
સોશિયલી સક્રિય મા:
આ પ્રકારની મા સોશિયલી સક્રિય હોય છે અને પોતાની બધી ઉર્જા તે પોતાના સોશિયલ ગ્રૂપ અને મિત્રો પાસેથી મેળવે છે. તેને ફક્ત કોઈ હોલમાં અજનબીઓની વચ્ચે મૂકી દો, તે બધી મમ્મીઓને મિત્ર બનાવી ને તેમના ફોન નંબર મેળવી લાવશે. એટલું જ નહીં તે બધાને વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડી દેશે. આવી સોશિયલી સક્રિય મમ્મીઓની પાસે બાળકોને હેન્ડલ કરવા માટે સેંકડો ઉપાયો હોય છે, જે તે પોતાની મિત્ર મમ્મીઓને વહેચતી રહે છે અને તેમને પણ બાળકોની સંભાળ માટે ના ઉપાયો પૂછતી રહે છે. આવી માંઓના બીચારા બાળકો પર દુનિયાભરના ઉપાયો અજમાવવામાં આવે છે. હા આ બાળકોને એક ફાયદો જરૂર થાય છે, મા સાથે સોશિયલ ફંક્શનમાં જતાં હોવાથી તેના પણ ઘણા બધા બાળકો સાથે મિત્રતા થઈ જાય છે.
પરફેક્શનિસ્ટ મા:
પરફેક્શનિસ્ટ મમ્મીને દરેક કામમાં સંપૂર્ણતા જોઈએ છે. તેની દિનચર્યા ઘડિયાળના કાંટા ના હિસાબે ચાલે છે અને તેનો સંપૂર્ણ પ્રયત્ન હોય છે કે તેના બાળકો પણ તેના જેવા જ બને. તેથી તે બાળકની આસપાસ રહે છે અને બાળકના દરેક કામની તપાસ કરતી રહે છે. પછી તે હોમવર્ક હોય, સાંજના પાર્ક નો સમય, દૂધ પીવું હોય કે સાંજ નુ ભોજન -તેમના બાળકોના બધા કામ ટાઈમટેબલ ના હિસાબથી થાય છે. પરફેકશનિસ્ટ મમ્મીનો સંપૂર્ણ પ્રયત્ન હોય છે કે બાળકોને વચ્ચે કોઈ વેકેશન ન આવે, ન કોઈ કુટુંબની પ્રતિબદ્ધતા કે ગેટ ટુ ગેધર. તે હંમેશા પોતાના બાળકને ટોચ પર જોવા માંગે છે. તેમનો પ્રયત્ન હોય છે કે તેમનું બાળક શાળાની દરેક પરીક્ષામાં ટોપ સ્કોરર હોય. રહેણીકરણી, કપડા દરેક વાતમાં તે પોતાના બાળકને પણ પોતાની જેમ જ પરફેક્શનિસ્ટ બનાવવાના પ્રયત્નમાં વળગી રહે છે.
હંમેશા બાળકના વખાણ કરનારી મા:
આમ તો દરેક મા ને પોતાનું બાળક દુનિયાનું સૌથી સારુ બાળક જ લાગે છે, પરંતુ આ પ્રકારની મા પોતાના બાળકોને લઈને કઈક વધારે જ સકારાત્મક હોય છે. તેની દરેક વાતચીતનું કેન્દ્ર તેનું બાળક જ રહે છે. તેમનું ચાલે તો, તે પોતાના બાળકની નાનામાં નાની ઉપલબ્ધિ પણ આખું દુનિયાને બતાવી દે. અને તે એવું કરે પણ છે. ભલે ઉદ્યાન હોય, ઓફિસ, ફેમિલી ગેટ ટુ ગેધર કે આડોસી પડોસી, મિત્રો આ બધું જગ્યાએ ફક્ત પોતાના બાળકના જ ગુણગાન કરતી રહે છે. એટલું જ નહિ, તેના બે વર્ષના બાળકનું પણ સોશીયલ મીડીયા પર એકાઉન્ટ હોય છે.
પોતાના માટે જીવવાની આશા રાખનારી મા:
બધા પ્રકારની મીનાની દુનિયા ફક્ત પોતાના બાળકો સુધી પૂરતી નથી રહેતી. આ મમ્મીઓ થોડા સ્વતંત્ર વિચારોને પણ હોય છે અને માને છે કે ઘર પરિવાર ઉપરાંત પણ પોતાનું અંગત જીવન છે, જેને તે પોતાના હિસાબે જીવવા માંગે છે. જો મિત્રો સાથે તેની પાર્ટીનો પ્લાન હોય તો તે પોતાનો પ્લાન કોઈપણ શરતે બદલશે નહીં, ભલે પછીના દિવસે બાળકોની પરીક્ષા કેમ ન હોય. એવું નથી કે આવી મમ્મીઓ જિમ્મેદાર હોતી નથી, બસ તેઓને પોતાની અંગત જગ્યામાં કોઈ રોકટોક ગમતી નથી. તે ઘણીવાર પોતાના મિત્રો સાથે પીકનીક કે ગેટ ટુગેધર નો પ્લાન કરતી રહે છે અને તેમની સાથે ખુશ રહે છે. આવી મમ્મીઓ ના બાળકો જલ્દી આત્મનિર્ભર બની જાય છે અને પોતાનું કામ જાતે કરતા શીખી જાય છે.
અંધવિશ્વાસ મા:
આવી મમ્મી અને હંમેશા એવો ભય રહે છે કે ક્યારેક કોઈ તેમના બાળકને નજર ન લગાવી દે. તેથી તેમનો પ્રયત્ન હોય છે કે તે પોતાના બાળકના વખાણ કોઈની સામે કરે નહીં. ભલે પછી તેમનું બાળક ક્લાસમાં પહેલું કેમ ન આવ્યું હોય. તે પોતાના બાળકની પ્રશંસા કરવાને બદલે તેમની ભૂલો ગણવા લાગશે-અરે આતો મારું સાંભળતું જ નથી, ભોજન નથી કરતો, ખૂબ તોફાની છે અને બીજું પણ શું નથી. અને આ બધા પાછળ તેમનો એ જ ભય રહે છે કે પ્રશંસા કરીશ, તો મારા બાળકને નજર લાગી જશે. નજર ઉતારવી એ તેમને બધી સમસ્યાઓનું સમાધાન લાગે છે અને અઠવાડિયામાં બે દિવસ તો તે પોતાના બાળકની નજર ઉતારે જ છે.
માસ્ટરશેફ મા:
જેમકે શીર્ષક જ સૂચવે છે કે આવી મમ્મીઓને રસોઈ નો ખુબજ શોખ હોય છે. ભલે પાસ્તા પીઝા બનાવવાના હોય, કેક-પેસ્ટ્રી કે કોઈ નાસ્તો – આ બધું ઘરે બનાવી લે છે. આવી મમ્મી કલાકો રસોડામાં વિતાવે છે. આવી મમ્મીઓના બાળકો ખૂબ ભાગ્યશાળી હોય છે. તેમને ટિફિનમાં રોજ નવી વાનગીઓ મળે છે અને તેમના મિત્રોને હંમેશા ટેસ્ટી ટ્રિટ.
હંમેશા ચિંતા કરનારી મા:
ક્યાંક મારું બાળક બીમાર તો નહિ પડી જાય… શાળામાં તેની સાથે કોઈ દાદાગીરી તો નહીં કરતું હોય….. તે ખાનગીમાં ડરતો તો નહીં હોય….. બગીચામાં રમતી વખતે કોઈ તેને ધક્કો ન આપી દે….. કેટલીક મમ્મીઓ દરેક વખતે બાળકની ચિંતામાં જ ડૂબેલી રહે છે અને અમુક વાતો તેમની ચિંતા કારણ વગરની પણ હોય છે. આવી મમ્મીઓ જ્યારે પણ તેમનું બાળક તેનાથી દૂર થાય છે, ખબર નહીં શું શું વિચારીને હેરાન થતી રહે છે. તે એકલા બાળક દ્વારા વિતાવેલી દરેક મિનિટ ની વિગતો જાણવા માંગે છે. જો તે પેરેન્ટ્સ ટીચર મિટિંગમાં જાય છે, તો પોતાના સવાલોથી શિક્ષકને હેરાન કરી મૂકે છે.
ફેશનિસ્ટ મા:
ફેશનિસ્ટ મમ્મી પોતે તો હંમેશા સ્ટાઇલ આઇકોન માં જ જોવા મળે છે, પોતાના બાળકોને પણ ફેશનેબલ જ જોવા માંગે છે. કોઈપણ પાર્ટી ફંકશનમાં જાઓ, આ મમ્મી – બાળકો તમને સ્ટાઈલિશ અંદાજમાં જ જોવા મળશે. આવી મમ્મીઓ હંમેશા હાઈ સ્ટ્રીટ સ્ટોર્સ માંથી જ ખરીદી કરે છે અને પોતાના તેમજ પોતાના બાળકો માટે અનોખી સ્ટાઈલ ક્રિએટ કરે છે. તેમની હેર સ્ટાઈલ થી લઈને કપડા, ફુટવેર, એસેસરીઝ અને મેકઅપ સુધી બધી જ વસ્તુઓ ખાસ હોય છે. એટલે કે તેમના બાળકો પણ ખૂબ ફેશનેબલ અને ક્લાસિ હોય છે.
શોપોહોલિક મા:
આવી મમ્મીઓ ઘરમાં ઓછી અને શોપિંગ મોલમાં વધારે જોવા મળે છે. તેમને બધા જ ઓનલાઇન કિડ્સ સ્ટોર્સ વિશે જાણ હોય છે.કઈ દુકાનમાંથી સારા અને સસ્તા કપડા લઇ શકાય છે. કઈ દુકાન વેસ્ટર્ન વેઅર માટે સારી છે અને કઈ ઈન્ડિયન વેઅર માટે…. એસેસરીઝની ખરીદી ક્યાંથી કરવી સારી હોય છે. બધી જ બાબતોની જાણકારી હોય છે તેમની પાસે અને તેઓ પોતાનો મોટાભાગનો સમય ખરીદીમાં જ વિતાવે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team