આ મીઠાના પાણીમાં તમારા પગ ડૂબાડવા થી થાક પણ ઉતરશે અને આ ખાસ ફાયદા પણ મળશે.

Image source

હિમાલય મીઠાના પાણીમાં પગ પલાળીને રાખવાથી જ તમારા ઘણા પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો. તેમાં દુખાવાની સમસ્યાથી લઈને તણાવની સમસ્યા દૂર થાય છે.

સિંધવ મીઠું, જેનો ઉપયોગ ભારતીય ઘરોમાં વર્ષોથી થતો આવ્યો છે.આ મીઠાનો ઉપયોગ સામાન્ય રીતે વ્રત અને તહેવારો દરમિયાન કરવામાં આવે છે, કેમકે તેને સફેદ મીઠું એટલે કે સમુદ્રી મીઠાની સરખામણીમાં પવિત્ર માનવામાં આવે છે. આજકાલ આજ સિંધવ મીઠું તેની ખૂબીઓને લીધે ચર્ચામાં છે. આ મીઠાની ખૂબીઓથી દરેક લોકો હેરાન છે, કેમકે તે ફક્ત સ્વાદમાં જ અલગ નથી પરંતુ ઘણા રોગોને દૂર કરવામાં પણ રામબાણ ઈલાજ છે. સિંધવ મીઠાને હિમાલય મીઠા ના નામથી પણ ઓળખવામાં આવે છે. આછા ગુલાબી રંગના મીઠામાં એવા ઘણા ગુણો મળી આવે છે, જે સામાન્ય મીઠાની સરખામણીમાં વધારે ફાયદાકારક છે.હિમાલય મીઠાના પાણીમાં પગ પલાળીને રાખવાથી જ તમારા ઘણા પ્રકારની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો. તેમાં દુખાવાની સમસ્યાથી લઈને તણાવની સમસ્યા દૂર થાય છે.

સિંધવ મીઠું એટલે કે હિમાલયન મીઠાનો ઉપયોગ તમે રસોઈથી લઈને નહાવા સુધી કરી શકો છો. કેમકે તેમાં કુદરતી પેઈન કિલર હોય છે. આ કારણે જ કેટલાક લોકો નહાવાના પાણીમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરે છે. જોકે દરરોજ તેનો ઉપયોગ નુકસાન પહોંચાડી શકે છે, તેથી તમે જો એવું કરવાનું વિચારી રહ્યા છો તો અઠવાડિયામાં બેથી ત્રણ વખત જ આ પ્રક્રિયાને અજમાવો. દિવસ દરમિયાન ની ભાગદોડ પછી ફક્ત અડધો કલાક માટે હિમાલયન મીઠાના પાણીમાં પગ પલાળીને રાખો અને પછી જુઓ કમાલ. થાકથી લઈને દુઃખાવા અને તણાવ બધા જ પ્રકારની સમસ્યાથી તમે છુટકારો મેળવી શકશો.

૧. હિમાલયન મીઠું ક્યાંથી આવે છે?

Image source

ભારતમાં સામાન્ય રીતે હિમાલયન મીઠું પાકિસ્તાનથી આવે છે. જોકે ભારતમાં વર્ષોથી તેનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ આ પાકિસ્તાનમાં હિમાલયની તળેટીમાં થી આવે છે, જે ખેવડા નામની ખાણમાંથી આવે છે. જણાવી દઈએ કે હિમાલયન મીઠું પોટેશિયમથી લઈને મેગ્નેશિયમ જેવા ખનીજ નો ભંડાર છે. આ કારણે જ તેની માગમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હિમાલયન મીઠાના ઘણા ફાયદા છે, જે શરીરને ઘણી ગંભીર બિમારીઓથી દૂર રાખે છે અને દુખાવો અને તણાવ જેવી સમસ્યાઓથી દૂર રાખે છે. તો જો તમે પણ સિંધવ મીઠાના સ્વાસ્થ્ય લાભોનો લાભ લેવા માંગો છો તો ફક્ત સિંધવ મીઠાના પાણીમાં અમુક કલાકો માટે તમારા પગને પલાળીને બેસી જાઓ.

૨. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે:

Image source

હિમાલયન મીઠામાં રહેલા ખનીજો સ્નાયુઓના દુખાવાને દૂર કરે છે અને લોહીના પરિભ્રમણને સરખું કરે છે. જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે. ભોજનમાં તેનો ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર પર ઓછું થાય છે, તેનાથી હૃદય સંબંધિત રોગો દૂર થાય છે.

૩. તણાવથી મુક્તિ મળે છે:

Image source

જો તમે તણાવ સામે લડી રહ્યા છો અને પોતાને સંતુલિત રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો સિંધવ મીઠું તેમાં તમારી ઘણી મદદ કરી શકે છે. તેમાં રહેલું મેલાટોનિન અને સેરોટોનિન હોર્મોન્સ ને કાબૂમાં રાખે છે અને મગજમાં થનારી ઉથલ પાથલને નિયંત્રિત કરે છે, જેનાથી તણાવની સમસ્યાથી રાહત મળે છે.

૪. ત્વચાની નમણાશ ને જાળવી રાખે છે:

Image source

જો તમે હિમાલયન મીઠાની ખૂબીઓથી તમારા પગ અને ત્વચાની સુંદરતા જાળવવા માંગો છો, તો તમારા પગને પંદરથી વીસ મિનિટ માટે સિંધવ મીઠાના પાણીમાં પલાળીને રાખો. તેના માટે અડધી ડોલ થોડું ગરમ પાણી લો, તેમાં એક ચમચી સિંધવ મીઠું નાખો અને તેમાં પગ ડુબાડીને બેસી જાઓ. તેનાથી પગની મૃત ત્વચા ચોરી થઇ જશે અને ફાટેલી એડીઓ, સૂકી ત્વચા થી છુટકારો મળશે. સાથે જ ત્વચામાં નમણાશ પણ જળવાઈ રહેશે.

૫. દુખાવાથી છુટકારો અપાવશે:

Image source

જો તમને પગના સ્નાયુઓ માં દુખાવાની સમસ્યા છે કે પછી ઘુટણ અને એડીઓની આજુબાજુ દુખાવો છે તોપણ સિંધવ મીઠાના પાણીમાં પગ પલાળીને રાખવાથી તમારા માટે ઘણું ફાયદાકારક થઈ શકે છે અને તમને દરરોજ થતાં દુખાવાથી રાહત મળી શકે છે.

૬. હાડકા મજબુત બનાવે છે:

Image source

સિંધવ મીઠું હાડકાને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે. સિંધવ મીઠા માં રહેલું મેગ્નેશિયમ અને કેલ્શિયમ તમારા હાડકાને મજબૂત બનાવે છે. હાડકાની નબળાઈને લીધે જ સામાન્ય રીતે સાંધાના દુખાવાની સમસ્યા થાય છે. અને સિંધવ મીઠાના પાણીમાં થોડા સમય માટે પગ પલાળીને રાખવાથી હાડકામાં મજબૂતાઈ આવે છે અને પગના સોજાથી પણ આ પ્રક્રિયા દ્વારા રાહત મળી શકે છે.

૭. અનિદ્રાને દૂર કરે છે:

Image source

અનિંદ્રા ની સમસ્યામાં પણ સિંધવ મીઠું ખુબજ અસરકારક છે. સિંધવ મીઠાના પાણીમાં પલાળીને રાખવાથી તણાવ અને દુખાવાની સમસ્યા દૂર થાય છે. જેનાથી ઊંઘ પણ સારી આવે છે.

૮. મેટાબોલિઝમને સરખું રાખવામાં મદદ કરે છે:

Image source

સિંધવ મીઠાના પાણીમાં પગ પલાળીને રાખવાથી ત્વચાની સંભાળ ની સાથે સાથે મેટાબોલીઝમ પણ સરખું રહે છે. કેમકે આ પ્રક્રિયાથી શરીર અને મગજ બંનેને આરામ મળે છે જેનો મેટાબોલિઝમ પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment