તમારું ઘી, અસલી છે કે નકલી? તમે આ પદ્ધતિ દ્વારા ઘરે ઓળખી શકો છો

Image source

ભારતીય ઘરમાં ઘીનો ઉપયોગ સામાન્ય છે. આયુર્વેદ મુજબ, તે સારા સ્વાસ્થ્ય ને વધારો આપે છે. આ ઉપરાંત, તે આખા શરીરને ડિટોકસીફાઇ કરે છે અને પોષણ પણ આપે છે. આજકાલ બજારમાં ઘી ખરીદતી વખતે મનમાં તે શંકા રહે છે કે ખરીદેલું ઘી શુદ્ધ છે કે પછી તેમાં કોઈ પ્રકારની ભેળસેળ થયેલી છે.

ભેળસેળ વાળુ ઘી ખરીદવાથી પૈસાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. બજારમાં જે કંપનીનું ઘી મળે છે, તે નક્કી કરે છે કે તેમના પ્રોડક્ટ ૧૦૦ ટકા શુદ્ધ છે, પરંતુ તેવું હોતું નથી. તેમાં ઘણા પ્રકારની ભેળસેળ કરવામાં આવે છે. તેવા ઘીના ઉપયોગથી ઘણા પ્રકારની બીમારીઓ થવાનો ડર રહે છે. તમે ઈચ્છો તો ઘીમાં ભેળસેળ ની જાણ કેટલીક સરળ રીતોથી કરી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક તેવા જ સરળ ઉપાયો.

૧. પહેલી રીત :

Image source

ઘીમાં ભેળસેળ થઈ છે કે નહીં તે જાણવા માટે એક વાસણમાં એક ચમચી ઘી ગરમ કરી લો. જો ઘી તરત પીગળી જાય છે અને ઘાટા ભૂરા રંગમાં બદલાઈ જાય છે, તો તે શુદ્ધ છે અને જો પીગળવા માં સમય લાગે છે અને હળવા પીળા રંગમાં બદલાઈ જાય છે, તો તે ભેળસેળ વાળુ છે.

૨. બીજી રીત :

Image source

ભેળસેળ છે કે નહીં તે જાણવા માટે નારિયેળ ના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. ડબલ બોઈલર પદ્ધતિનો ઉપયોગ કરીને એક બરણીમાં થોડું ઘી ઓગાળો અને બીજી બરણીમાં નાખો અને બરણીને ફ્રીજમાં રાખી દો. જો ઘી અને નારિયેળનું તેલ જુદા જુદા વાસણમાં જામી જશે, તો ઘી ભેળસેળ વાળુ છે અને જે ધી તમે ઉપયોગ કરી રહ્યા છો તે શુદ્ધ છે.

૩. ત્રીજી રીત :

Image source

ટેસ્ટ ટ્યુબ માં એક મોટી ચમચી ઘી ગરમ કરો અને એક ચમચી ખાંડ સાથે બરાબર માત્રામા એચસીઆઈ ઉમેરો. બધાને ઉમેરવા માટે સારી રીતે હલાવી લો. જો નીચેના પડમાં ગુલાબી કે લાલ રંગ દેખાય છે તો તેને વનસ્પતિ ઘી જેવા કઠોર ઘી સાથે ઉમેરવામાં આવે છે.

૪. ચોથી રીત :

Image source

તમારી હથેળીમાં એક ચમચી ઘી નાખો, જો તે જાતેજ પીગળવાનું શરૂ કરી દે, તો સમજવું કે તે શુદ્ધ છે અને જો ઘીને હથેળીમાં ઘસતા જ તે જામી જાય અને તેમાં સુગંધ આવવાની બંધ થઈ જાય, તો તે બનાવટી છે.

૫. પાંચમી અને છેલ્લી રીત :

Image source

એક બીજી રીત જેનાથી ઘીમાં ભેળસેળ છે કે નહીં તે સરળતાથી જાણી શકાય છે. જો ઘી મા થોડું આયોડિન સોલ્યુશન ઉમેરવામાં આવે, જે ભૂરા રંગનું છે અને તે રીંગણી રંગ માં બદલાઈ જાય છે, તો ઘીમાં સ્ટાર્ચની ભેળસેળ હોય છે.

ઉપર જણાવેલ સરળ રીતથી ઓળખી શકાય છે કે તમે જે ઘી ઉપયોગ કરી રહ્યા છો, તે શુદ્ધ છે. અને તેનાથી સ્વાસ્થ્યને પણ કોઈ નુકશાન થશે નહિ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment