આપણે બધા એ ચેહરા પર મુલ્તાની માટી લગાવાના ફાયદા વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ વિશ્વાસ કરો મુલ્તાની માટી જ એક એવી માટી નથી, જેને તમે ચહેરા પર લગાવી શકો છો. ચહેરા પર લગાવા માટે ફેસપેક તરીકે ઘણા પ્રકાર ની માટી નો ઉપયોગ કરી શકો છો.
આ માટીથી ફક્ત ત્વચા ચમક જ નથી વધતી પરંતુ સ્વસ્થ પણ દેખાય છે. આ માટી પોતાના ગુણો થકી દેશભરમાં ખુબ પ્રખ્યાત થઇ ગઇ છે. જો તમે ચહેરા પર માત્ર મુલ્તાની માટીનો ઉપયોગ કરો છો , તો એક વાર આ પણ અજમાવો. આજે અમે તમને આવી જ વિવિધ પ્રકારની માટી વિશે જણાવીશું , જેનો ઉપયોગ તમે ચહેરા પર કરી શકો છો.
1. મુલ્તાની માટી
મુલ્તાની માટી અંગ્રેજીમાં ફુલસઁ તરીકે પણ જાણીતી છે. જો તમારી ત્વચા તૈલીય છે તો તે તેલ શોષી લેવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ હળવા બ્લીચ તરીકે કરી શકાય છે. તે શુષ્ક ત્વચા વાળા લોકો માટે સારી માનવામા નથી આવતી , કારણ કે તે ત્વચા ને શુષ્ક બનાવે છે.
2.બેન્ટોનાઇટ માટી
હાલના દિવસો માં બેન્ટોનાઇટ માટી ખુબ પ્રખ્યાત થઇ રહી છે.જો તમારા ચહેરા પર સોજો છે, તો તેનો ઉપયોગ કરીને ઘણી હદ સુધી સોજો ઓછો થઈ શકે છે કારણ કે તે પાણીને શોષી લે છે. આ લગાવાથી બ્લેકહેડ્સ દુર થાય છે અને ચહેરા પર ચુસ્તતા આવે છે.
3.ફ્રેન્ચ લીલી માટી
તે લીલા રંગની દરીયાની માટી છે, જેમાંથી આયરન ઑક્સાઈડ અને વિઘટીત પ્લાનંટ મૈટર હોય છે. તે ત્વચા માંથી ઝેર અને અશુદ્ધિઓ શોષવામાં મદદ કરે છે અને રક્ત પરિભ્રમણ વધારે છે, જેનાથી ત્વચા ચમકે છે.
4. કાઓલિન માટી
આ માટી અલગ અલગ કલરમાં આવે છે જેમ કે સફેદ, પીળો, ગુલાબી વગેરે. જેની ત્વચા સંવેદનશીલ હોય છે તેના માટે સફેદ રંગની માટી સારી માનવામાં આવે છે, જયારે પીળો રંગ સ્ક્રબ માટે સારો ગણાય છે. લાલ રંગ અશુદ્ધિઓના શોષણ માટે ઉપયોગ કરવામાં આવે છે. ગુલાબી માટી સફેદ અને લાલ રંગ નુ સાધારણ મિશ્રણ છે.
5. ગુલાબ ની માટી
આ માટી ખુબ સારી છે, જે શુષ્ક ત્વચા માટે સારી માનવામાં આવે છે. ગુલાબ ની માટી નો ઉપયોગ મોટે ભાગે સાબુ અને બીબી ક્રીમ બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ ચહેરા પરના દાગ છુપાવવા માટે પણ થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team