આયુર્વેદિક જડી બુટ્ટી ને પાણી માં નાખી ને પીવું એક પ્રાચીન પ્રથા છે. જેનો ઉપયોગ બીમાર ના ઈલાજ માંટે નેચરોથેરાપી માંટે કરવામાં આવતો હતો. આ જડી બુટ્ટી અને મસાલા સરળતાથી મળી શકે છે એટલે તેને ઘરે જ બનાવી શકાય છે. આ જડી બુટ્ટી ને પાણી માં નાખવાનો એ મતલબ છે કે તેનું તેલ પાણી માં આવી જાય છે. જેમા ઘણા પ્રકાર ના ચિકિતસ્ય ગુણો હોય છે. પાણી ને આયુર્વેદ માં એક શક્તિશાળી ચિકિતસ્ય સાધન ગણવામાં આવે છે. આ જડી બુટ્ટી ને પાણી માં નાખવાથી તેના ગુણો વધુ મળે છે. તો ચાલો જાણીએ કોઈ મહત્વ પૂર્ણ ઉપચાર જળ વિશે..
બ્લોટિંગ માંટે મેથી પાણી પીવું
થોડા કડવા અને પીળા કલર ના મેથી ના બીજ જે ભારતીય ઘર માં ખાવા માં વપરાય છે , જે ઔષધીય ગુણો ધરાવે છે. અને ઘણા સ્વાસ્થ્ય સમસ્યા નો ઈલાજ છે. તે એંટિ ઓક્સિડેંટ અને એંટિ ફ્લેમિંગ થી ભરપૂર હોય છે. મેથી રાતભર પાણી માં નાખી ને રાખવાથી પીળો રંગ આપે છે. મેથી નું પાણી શરીર માં પાણી ના પ્રતિધારણ ને રોકવામાં ઉપયોગી છે. તે પેટ ફૂલવા નું રોકે છે. મેથી બીજ માં રહેલ એમીનો એસિડ યોગીક અન્નાશય માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારવા માં મદદ કરે છે. તેનાથી મધુમેહ ના રોગિયો માંટે રક્ત નું સ્તર નિયંત્રિત કરે છે.
વિજયસાર ના પાણી નો ઉપયોગ મધુમેહ માંટે જરુરી
વિજયસાર ને ભારત માં માલાબાર કીનો ના નામ થી ઓળખવા માં આવે છે. વિજયસાર એ મધુમેહ ને નિયંત્રિત રાખવા માંટે ઘણું ઉપયોગી છે. તે આયુર્વેદ માં વ્યાપક રીતે ઉપયોગ માં આવે છે. જેથી વિભિન્ન પ્રકાર ના રોગ જેમ કે, મોટાપા, જાડા, વગેરે નો ઈલાજ થઈ શકે છે. તેમા એપિકટેચીન, માંરસૂપીન અને પટેરોસૂપીન જેવી યોગીક મળી આવે છે. જે મધુ મેહ રોગીઓ માં રક્ત માં રહેલા ગ્લુકોસ ને ઓછું કરવામાં મદદ કરે છે. તે ઇન્સ્યુલિન ને બનાવા માંટે અન્નાશય ની બીટા કોશિકાઓ ને ફરી થી જીવિત કરે છે. સારા પરિણામ માંટે રાત ભર વિજયસાર ને પાણી માં પલાળી રાખો. સવારે ભૂરા રંગના ઔષધીય પાણી ને પી લો.
તુલસી ના પાણી ના ફાયદા દૂર કરે છે જેરિલા પદાર્થ
તુલસી ને આપણે પવિત્ર તો ગણીએ જ છીએ સાથે જ તે ઔષધી માંટે પણ વપરાય છે. પાણી માં પલાળેલી તુલસી ત્વચા માંટે ખૂબ જ સારી ગણાય છે. અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યા નું નિવારણ પણ કરે છે. તુલસી માં એંટિ બાયોટીક, એંટિ ફન્ગલ, અને જીવાનુરોધી ગુણ હોય છે. જે તાવ અને શરદી માં રાહત આપે છે. સાથે જ ત્વચા અને વાળ ને પણ સ્વસ્થ રાખે છે. તુલસી નું પાણી મૂત્રવર્ધક ના રૂપ માં કામ કરે છે. અને ગુરડા માંટે પણ ફાયદાકારક છે. તે રક્ત માં યુરીક એસિડ ના સ્તર ને ઓછું કરવામાં આવે છે. અને ગુરડા ને સાફ રાખે છે.
પથીમુગમ જળ નો ઉપયોગ કોલેસ્ટ્રોલ ને કરે છે ઓછું
કેરળ માં પથીમુગમ એટલે ઇંડિયન રેડ વૂડ ને પાણી માં પલાળવું. જે એક તરસ છુપાવા માંટે નું એક પેય છે. ઔષધીય લાભ લેવા માંટે વૃક્ષ ના છાલ નો ઉપયોગ કરવા માં આવે છે. આ હલકા ગુલાબી રંગ ના પાણી ના ઉપયોગ થી ગુરડા નો વિકાર, ત્વચા નો રોગ,કોલેસ્ટ્રોલ, રક્ત શુદ્ધિ અને મધુ મેહ ના ઈલાજ થાય છે. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે પથીમુગમ ને પાણી મા નાખી ને 2-3 મિનિટ સુધી ઉકાળો. આ પાણી ને ગાળી લો અને તેને ભોજન ની સાથે અથવા દિવસ માં ક્યારે પણ પી શકો છો.
તજ નું પાણી રક્ત શર્કરા ને ઓછી કરે છે.
તજ ભારતીય રસોડા માં વધુ જોવા મળે છે.
પણ આપણે ક્યારેક જ તેના સ્વાસ્થ્ય લાભ વિશે જાણી શકીએ છીએ. તેના નામ ની જેમ તેનો સ્વાદ પણ મીઠો હોય છે. અને તે સુગંધિત પણ હોય છે. તે એક લોકપ્રિય મસાલો છે. જે વૃક્ષ ની અંદર ની છાલ માંથી બનાવા માં આવે છે. તે એંટિ ઓક્સિડેંટ થી ભરપૂર હોય છે. અને ફ્રી રેડિકસલ ના કારણે થનારી ઓક્સિડેટિવ ક્ષતિ થી શરીર ને બચાવે છે. તેના એંટિ ફલમેટ્રી ગુણ અને ઉત્તક ક્ષતિ થી શરીર ની રક્ષા કરે છે. તજ નું પાણી ભોજન પછી પાચન તંત્ર માં કાર્બોહાયડ્રેટ ના તૂટવા ની પ્રક્રિયા ને ધીમું કરે છે અને રક્ત શર્કરા ના સ્તર ને ઓછું કરવામાં મદદ કરે છે. તજ માં આવેલા રોગાનુંરોધી થી દાંત ના ક્ષય અને મોઢાના ગંધ ને દૂર કરે છે.
કોથમીર ના પાણી થી એસિડિટિ થાય છે સારી
વિભિન્ન વ્યંજન માં સ્વાદ વધારવા માંટે કોથમીર નો ઉપયોગ કરવા માં આવે છે.કોથમીર ના બીજ ના છોડ માથી પ્રાપ્ત રાસાયણિક યોગીકતા હોય છે જે એંટિ ઓક્સિડેંટ અને સ્વાસ્થ્ય ને સારું રાખવા માંટે ના ઉચ્ચ ગુણો છે. કોથમીર બીજ નું પાણી ઠડું હોવાને કારણે પાણી ના પ્રતિધારણ ને રોકવા માંટે અને એસિડિટિ ને સારી કરવામાં મદદ કરે છે. કોથમીર ના બીજ માં સિટ્રોલોલ મળી આવે છે. જે એંટિ સેપ્ટિક ના રૂપ માં કામ કરે છે. અને આજ કારણ થી તે મોઢાના અલ્સર ના ઈલાજ માં મદદ કરે છે. એની માંટે તમે ગરમ પાણી માં 10 મિનિટ માંટે કોથમીર ના બીજ ને પલાળી રાખો. પછી તેને ગાળી લો અને પીવો.
ત્રિફલા નું પાણી કબજિયાત માંટે ઘણું સારું
ત્રિફલા પોતાના રેચક ગુણો ના કારણે કબજિયાત ના ઈલાજ માં મદદ કરે છે. સામાન્ય રીતે તે પાવડર ના રૂપ માં બજાર માં મળે છે. ત્રિફલા ને પાણી માં મિક્સ કરી ને મળ ત્યાગ ને નિયંત્રિત કરવા માંટે અને કબજિયાત ને સારી કરવા માંટે ઉપયોગ માં લેવાય છે. જે શરીર ના જેરિલા પદાર્થ ને હટાવા માં મદદ કરે છે. અને ત્વચા ને સ્વાભાવિક રૂપ થી ચમક આપે છે. તેમા રહેલા એંટિ ઓક્સિડેંટ શરદી, ફ્લૂ અને અન્ય બીમારી ની સામે પ્રતિરક્ષા ક્ષમતા વધારવા માં મદદ કરે છે. તમે ગરમ પાણી માં ત્રિફલા પાવડર નાખી ને નિયમીત રૂપ થી પી શકો છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team