ઠંડીની મૌસમ અમુક માણસોને પસંદ નથી અને અમુકને પસંદ છે તો એ થોડી તકલીફમાં રહે છે. જેમ કે પથારી એટલે કે બેડ વધારે પડતો ઠંડો થઇ જાય તો સુવામાં તકલીફ પડે છે અને સાથે અધુરી ઊંઘ થાય છે. તો આ સમસ્યાને કહો બાય…કેમ કે આજના આર્ટિકલમાં છે બેસ્ટ સોલ્યુશન!
પાર્ટનર સાથે સુવાના આનંદને ન વેડફો. પથારીને રાખો આ રીતે ગરમ અને આખી રાત પુરતી ઊંઘ લેવાની મજા માણી શકો છો પણ એ માટે તમારે આજના આર્ટિકલની માહિતી છેલ્લે સુધી વાંચવી જરૂરી છે.
હાથ-પગને ગરમ કરી શકાય, બહુ ઠંડી લાગતી હોય તો ચાદર ઓઢી શકાય પણ પથારીને ગરમ રાખવા માટેનો ઉપાય શું? મોટાભાગના લોકોને આ જાણકારી નથી હોતી અથવા તો ઠંડીની મૌસમમાં અપૂરતી ઊંઘના શિકાર બને છે. તો આજની માહિતી આપના માટે….
બેડને ગરમ રાખવા માટે આ મુજબ કરો ઉપાય :
ફ્લેનલ શીટ :
કોટન, સિલ્ક, લીનન અને અન્ય ઘણા એવા મટીરીયલ્સ છે જેમાંથી બનેલ ચાદર દેખાવવામાં તો બહુ જ સુંદર લાગે છે પણ એ ઠંડીની મૌસમમાં નકામી થઈ જાય છે. ઠંડીમાં આ ચાદર ગરમ થતા બહુ જ સમય લાગે છે. એવામાં ઠંડીની મૌસમમાં બેસ્ટ રહેશે કે ફ્લેનલ શીટની પસંદગી કરો. આ ચાદર બેડને ગરમ રાખશે.
ઇલેક્ટ્રિક બ્લેન્કેટ :
હવે તો સમય આધુનિક થઇ ગયો છે એટલે બ્લેકેન્ટમાં પણ ઇલેક્ટ્રિક બ્લેન્કેટ આવવા લાગ્યા છે. જે ઠંડીની મૌસમ માટે બેસ્ટ ઓપ્શન છે. તમે એવા લોકેશન પર રહેતા હોય જ્યાં ઠંડીનું પ્રમાણ બહુ જ રહેતું હોય તો તમારે ઇલેક્ટ્રિક બેલેન્કેટની ખરીદી જલ્દીથી કરી લેવી જોઈએ. સામાન્ય બ્લેકેન્ટને ગરમ થતા પણ વાર લાગે છે અને સાથે ઠંડી સામે રક્ષણ પણ મળી શકતું નથી એવામાં આ ઓપ્શન ચૂઝ કરો. આ બ્લેન્કેટની રચના એ મુજબ બનાવવામાં આવી હોય છે જેને એકવાર ગરમ કર્યા પછી 10 કલાક સુધી ગરમ રહી શકે છે. ઠંડીમાં આરામથી ઊંઘ પણ લઇ શકવાનો આથી વિશેષ વિકલ્પ એક પણ નથી!!
હિટીંગ પેડ :
જેને જલ્દીથી શરદી લાગી જવાની તકલીફ રહેતી હોય એવા લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે. જો હાથ અને પગને ગરમ રાખવાની જરૂર પડતી હોય તો હિટીંગ પેડ અથવા હિટીંગ વોટર બોટલ સારું કામ આવી શકે છે. આ ઉપાય કરવાથી બેડ પર આરામથી ઊંઘ લઇ શકાય છે. ઠંડીને દૂર રાખી શકાય છે અને એકદમ શાંતિથી આરામ મળી શકે છે.
ચાદરની લેયર :
આ સૌથી આસન ઉપાય છે, જેમાં ગરમ ચાદરને સૌથી નીચે રાખીને અને પછી તેના પર બીજી ચાદર ઓઢીને ચાદરની લેયર બનાવી શકાય છે. એક ચાદર કે બ્લેન્કેટમાં જયારે ઠંડી લાગે ત્યારે ચાદરની લેયર બનાવીને ઠંડીથી બચી શકાય છે. થોડી મિનીટની અંદર શરીરનું તાપમાન સેટ થઇ જશે અને ઠંડી નહીં લાગે.
શું ન કરવું જોઈએ :
- રૂમની અંદર વધારે પડતી ઠંડી વસ્તુ હોય એવું કાંઈ જ ન રાખવું જોઈએ.
- રૂમ હીટરનો ઉપયોગ વધુ ન કરવો જોઈએ. વધારે ગરમ તાપમાનમાં સતત રહેવાથી બહારની ઠંડી અથવા ઠંડા પવનથી શરદી રહેવાની કાયમની સમસ્યા થઇ શકે છે.
- જો ઇલેક્ટ્રિક બેલેન્કેટનો ઉપયોગ કરી રહ્યા હોય તો લાંબા સમય સુધી સોકેટ પાવર સાથે અટેચ ન રાખવો જોઈએ.
- અમુક લોકો ઠંડીની મૌસમમાં બામ કે અન્ય કોઈ પદાર્થનો ઉપયોગ કરતા હોય છે એવામાં વધારે કોઈ વસ્તુના ઉપયોગથી બચવું જોઈએ અને ખાસ ધ્યાન રાખવું કે એવી કોઈ ચીજની આદત ન પડી જાય.
- ઓનલાઈન મળતા ગરમ કપડા ખરીદી કરતા પહેલા જોઈ જાણીને ખરીદી કરવી નહીંતર અમુક પ્રકારના ગરમા કપડાથી શરીરમાં ખંજવાળ આવવાની સમસ્યા પણ રહે છે. જેમ કે, બહુ જ જાડુ એવું ઉનનું સ્વેટર.
આશા છે કે આજનો આર્ટિકલ આપને પસંદ આવ્યો હશે તો આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ અને ‘ફક્ત ફૂડ’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel