હું આખી દુનિયાથી થાકી ગયો પણ બે સસલાઓએ મને જીવન જીવતા શીખવી દીધું, ભરોષો તૂટ્યા પછી વાંચવા જેવી સત્ય કહાની…

Image by Thanks for your Like • donations welcome from Pixabay

એક જંગલમાં બે સસલા રહેતા હતા. એકનું નામ માણસના નામની જેમ ‘પીપુ’ રાખવામાં આવ્યું અને બીજાનું નામ ‘બિલ્લુ’ રાખવામાં આવ્યું. તમને આજનો આર્ટિકલ વાંચીને એવું થતું હશે કે બાળકો જેવા ઉદાહરણ આપીને શું થશે પણ સત્ય વાત એ છે કે ક્યારેય આવા ઉદાહરણ જ સાચી આંખ ખોલી શકે છે. અને આપણને સાચું સમજાવી શકે છે.

આજના આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં કારણ કે, આ આર્ટિકલનું ઉદાહરણ જીવન સુધરી શકે છે અને સત્ય માર્ગ બતાવી શકે છે. મિત્રો સાથે પણ આ કહાનીને શેયર કરવાનું ભૂલતા નહીં.

Image by Rebekka D from Pixabay

પીપુ અને બિલ્લુ બંને સસલાભાઈઓએ મળીને એક મજબુત ઘર બનાવ્યું હતું. એક દિવસ જયારે બહાર શિયાળાની ઠંડી બહુ હતી ત્યારે બંને સસલાભાઈઓ આગ પ્રગટાવીને તાપણું કરી રહ્યા હતા. અને પોતાના ઘરમાં શાંતિથી બેઠા હતા. અચાનક કોઈએ સસલાભાઈના ઘરનો દરવાજો ખખડાવ્યો.

Image by Onkel Ramirez from Pixabay

પીપુએ બારીમાંથી બહાર જોયું. બહાર એક મોટું કાળું વરુ આવીને ઉભું હતું. “અરે, સસલાભાઈ હું બહાર ઠંડીથી મરી જઈશ…મારા પર દયા કરો. તમે થોડો દરવાજો ખોલો તો હું મારું પૂછડી સહેજ ગરમ કરી લઉં, મને બહુ ઠંડી લાગી રહી છે. મારાથી ડરો નહીં; મારે મદદની જરૂર છે…”

Image by Gail Botha from Pixabay

પીપુ અને બિલ્લુએ વરુ પર દયા દાખવી. અને બંનેએ નક્કી કર્યું કે વરુને મદદ કરશે. એટલા માટે તેને દરવાજો થોડો ખોલ્યો અને વરુએ તેની પૂંછડી અંદર કરી. દસ મિનીટ સુધી વરુએ પોતાની પૂંછડી સેકી. પછી વરુ બોલ્યો, “અરે સસલાભાઈ દરવાજો થોડો વધારે ખોલો તો હું મારા પાછળના પગ પણ ગરમ કરી લેત. તમે ચિંતા ન કરો બાકી કાંઈ જ…”

Image by Annette Meyer from Pixabay

પીપુ અને બિલ્લુએ એકબીજાની સામે જોયું… પછી પીપુએ થોડો દરવાજો ખોલ્યો અને બિલ્લીએ આગ પર એક પાણીનું તપેલું મૂકી દીધું.

એવી જ રીતે દસ મિનીટ જેવો સમય થયો ત્યાં વરુ ફરી બોલ્યું, “તમે બેય કેટલા સારા છો, કેટલા દયાળુ છો. જો તમે સહેજ વધારે દરવાજો ખોલો તો મને ઠંડીમાં થોડું રક્ષણ મળી શકે અને મારા આગળના બે પગ સેકી લઉં. તમે બીજી કોઈ ચિંતા ન કરો…હું સસલાને હાથ પણ નથી અડાડતો…”

Image by Petra Roth from Pixabay

બંને સસલાએ પાણીના તપેલાની સામે જોયું. પાણી ગરમ થઇ રહ્યું હતું. તેને દરવાજો થોડો વધારે ખોલ્યો અને વરુને થોડો અંદર આવવા દીધો. હવે માત્ર વરુનું મોઢું જ બહાર હતું.

પાંચ મિનીટ પછી વરુ બોલ્યું, “ઓહ! કેટલો આરામ મળે છે. બસ મને મોઢા પર બહુ ઠંડી લાગે છે. મિત્રો, તમે દરવાજો થોડો વધારે ખોલો તો હું નાક ગરમ કરી લઉં. તમે બેય ગભરાશો નહીં.”

“ઠીક છે…” પીપુએ કીધું “તમે નાક પણ સેકી લો..” તેને થોડો દરવાજો વધુ ખોલ્યો અને બિલ્લુએ ગરમ ઉકળતું પાણીનું તપેલું ઉપાડ્યું…

વરુ હવે આખો જ ઘરમાં ધુસી ગયો હતો. પાછળ વળ્યો અને સસલા પર આક્રમણ કર્યું. પણ સસલાએ જલ્દીથી ગરમ પાણીને વરુ તરફ ફેંક્યું.

“ઓ…ઓ…ઉઈઈ…!” વરુ ભસીને બહાર ભાગી ગયું. જતા જતા વરુ બોલ્યું, “હું ફરી પાછો આવીશ! અને હું બંનેને ફાડીને ખાઈ જઈશ…”

પીપુ અને બિલ્લુ પોતાના ઘર ઉપર ચડીને છુપાઈ ગયા. થોડીવાર વાંછી વરુ અને એક અન્ય માદા વરુએ આવીને ઘરનો દરવાજો તોડી નાખ્યો અને ઘરમાં ઘુસી ગયા. ઘર એકદમ ખાલી હતું.

Image by Petra Roth from Pixabay

“એ રહ્યા સસલાઓ…” એક વરુએ બહાર નીકળીને છતની બાજુ ઈશારો કરીને કહ્યું. “ચાલો, સીડી બનાવીને તેને પકડીએ…” ત્યાર સુધીમાં અન્ય વરુઓ પણ સસલાભાઈના ઘર પાસે ભેગા થઇ ગયા હતા. એ બધા વરુઓ સીડી બનાવીને છત પર ચડવાનો કોશિશ કરવા લાગ્યા. ગરમ પાણીથી દાઝેલ વરુ સૌથી નીચે હતું.

વરુ સીધી બનાવીને ચ છત સુધી પહોંચ્યા કે પીપુ સસલું બોલ્યું, “જીવ બચાવી લેજો, વધારે ગરમ પાણી આવી રહ્યું છે…”

ત્યાં તો ડરને કારણે દાઝેલા વરુનો જીવ નીકળી ગયો. અને એ મોટે મોટેથી કહેવા લાગ્યો, “નહીં…નહીં….ગરમ પાણી ફેંકશો નહીં…!!!” એમ બોલતો બોલતો તે ભાગવા લાગ્યો અને સીડી વરુએ એક ની ઉપર એકની જે સીડી બનાવી હતી એ તૂટી પડી.

Image by Helga Kattinger from Pixabay

બધા વરુઓ ડરીને ત્યાંથી ભાગ્ય અને પીપુ અને બિલ્લુ સસલાભાઈઓ નીચે આવીને શાંતિથી સુઈ ગયા. બીજે દિવસે તેને દરવાજાનું સમારકામ કરાવી લીધું અને હવે તે એ જ ઘરમાં રહે છે. હવે તો વરુ આ ઘરનું સરનામું પણ ભુલી ગયા…!!

તમને આ નાની એવી કહાનીનો સર સમજાવીએ તો : પરિવારમાં એકસાથે રહેવાથી ફાયદો થાય છે અને જીવનની હર એક તકલીફને દૂર કરી શકાય છે. તેમજ સાથે રહેતા લોકોને કોઈ ડગમગાવી શકે નહીં. ઉપરાંત સાચા સમયે સાચી બુદ્ધિનો ઉપયોગ તમને જીવનમાં હંમેશા જીત અપાવે છે. આપણા ઘરમાં કોઈ આપણો જ શિકાર કરવા આવે અર્થાત્ નુકસાન પહોંચાડવા આવે ત્યારે આપણે હોશિયાર રહીને કામ દેખાડવું જોઈએ.

Image by Myriams-Fotos from Pixabay

ઘણા લોકો માત્ર બોલીને ચાલ્યા જતા હોય છે પણ ખરેખર એ કોઈ કામ કરી શકે એવા સક્ષમ હોતા નથી! તો આ માણસોથી ડરવું ન જોઈએ અને આપણે જીવનને રક્ષણ માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ. ખુદની અંદર જો હિંમત હોય તો આ જીવનની દરેક સમસ્યાને આસાનીથી પાર કરી શકાય. યાદ રાખવું કે, “ખુદ સિવાય કોઈ માણસ આપણું ક્યારેય ભલું કરી શકે નહીં!!”

આવી જ અન્ય કહાનીઓ આપના સુધી અમે પહોંચાડા રહીશું. આપ એ માટે એક કામ કરો, અમારા ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

1 thought on “હું આખી દુનિયાથી થાકી ગયો પણ બે સસલાઓએ મને જીવન જીવતા શીખવી દીધું, ભરોષો તૂટ્યા પછી વાંચવા જેવી સત્ય કહાની…”

Leave a Comment