પનીર ચીસ બ્રેડ રોલ કેવી રીતે બનાવી શકાય
હવે તમે ઘરે જ બનાવી શકો છો 5 મિનિટ માં જડપ થી બ્રેકફાસ્ટ. અને એ પણ એક દમ ટેસ્ટી. તમારા બાળક ને સ્કૂલ માં લેટ થાય છે તો જલ્દી જ બની જશે પનીર ચીસ બ્રેડ રોલ.. તમે બાળક ને તે લંચ માં કે બ્રેકફાસ્ટ માં પણ આપી શકો છો.
પનીર ચીસ બ્રેડ રોલ પોતાના માં જ એક અનોખી રેસીપી છે. બ્રેડ નો ક્રિસ્પી સ્વાદ અને પનીર ની સોફ્ટનેસ જ તેનો સ્વાદ લાજવાબ બનાવી દે છે. તેમા ચટણી નું ખૂબ મહત્વ હોય છે.
આજ કાલ લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમને ખાવા નો મોકો નથી મળતો. એવા માં તે જલ્દી બની જાય તેવું ઇચ્છતા હોય છે. આ રેસીપી એવા લોકો માંટે છે અને તે જડપ થી બની જાય છે અને ખૂબ જ સરળ છે. તો ચાલો જાણીએ કે તેને કેવી રીતે બનાવી શકાય. અને તેને બનાવા માટે કઈ કઈ વસ્તુ ની જરૂર પડે છે.
સામગ્રી
- બ્રેડ- 6 પીસ
- બટર
- આદું લસણ ની પેસ્ટ
- કાશ્મીરી લાલ મિર્ચ પાવડર
- જીરા પાવડર
- ગરમ મસાલો
- ટોમેટો સોસ
- આમચૂર પાવડર
- કોથમીર
- મીઠું
- લીલી ચટણી
- તેલ
બનાવા ની વિધિ
- સૌથી પહેલા એક વાટકા માં બારીક કાપેલું બટર લો.
- તેમા આદું લસણ ની પેસ્ટ,કાશ્મીરી લાલ મિર્ચ પાવડર,જીરા પાવડર,ગરમ મસાલો ,ટોમેટો સોસ,આમચૂર પાવડર, મીઠું અને કોથમીર નાખો.
- હવે આપણું સ્ટફિંગ તૈયાર છે.
- હવે બ્રેડ લો તેની કિનારીઓ કાપી નાખો.
- પછી તેને લાંબુ અને પાતળું વણી લો.
- પછી તેની પર લીલી ચટણી નાખો.
- હવે પનીર નું મિક્સર તેમા ભરી દો.
- પછી તેનો રોલ વાળી લો.
- હવે ગેસ પર પેન મૂકી તેમ થોડું તેલ નાખો.
- તેને મધ્યમ તાપે થોડી વાર થવા દો.
- પછી તેને ચારેય બાજુ થી શેકી લો.
- તમારા પનીર ચીસ બ્રેડ રોલ તૈયાર છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team