આધુનિક સમય માં મોટાપો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ બીમારી થી દર ત્રીજું વ્યક્તિ હેરાન છે. તેના ઘણા કારણ છે તેમા મુખ્ય કારણ છે ખાનપાન વ્યવસ્થિત ન હોવું. જો ખાનપાન અને દિનચર્યા માં કોઈ પણ પ્રકાર નો બદલાવ આવે છે તો પણ મોટાપા નો શિકાર થઈ જવાય છે. અને તેની સીધી અસર માનસિક અને શારીરિક સ્વસ્થતા પર થાય છે. વિશેષજ્ઞ નું માનીએ તો ખાવું, સુવાનું અને અને બીજા બધા જ કામો જો સમયસર થાય તો તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. જો તમે લાપરવાહી રાખો છો તો તમારા શરીર માં બીજી ઘણી બીમારી પેદા થાય છે. તેમા મુખ્ય છે મોટાપો. એક વખત વજન વધી જાય તો તેને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. એવા માં તમારે તમારા ડાયટ માં એવી જ વસ્તુ ઓ નો સમાવેશ કરવો કે જેથી તમારું વજન ન વધે. ખાસ કરી ને શિયાળા ની ઋતુ માં લોકો ફૂડી થઈ જાય છે. જેનાથી વજન વધવાનો ખતરો વધી જાય છે. એટલે જરુરી છે કે શિયાળ માં તમે ઓછી કેલેરી વાળુ જ ખાવ. તો ચાલો જાણીએ શિયાળા માં કઈ વસ્તુ થી પોતાને દૂર રાખવું.
ગાજર નો હલવો
શિયાળા માં લોકો ગાજર નો હલવો ખૂબ જ ખાય છે. ગાજર સ્વાસ્થ્ય માંટે સારું હોય છે. ખાસ કરી ને તે આંખો માંટે ઘણું સારું છે. તેમાં ફાઇબર પ્રચુર માત્રા માં હોય છે. જે વજન ઘટાડવા માં સહાયક છે. પણ ગાજર નો હલવો વજન ઘટાડવા માં મદદગાર નથી. વિશેષજ્ઞ ની માનો તો ગાજર ના હલવાના એક કપ માં આશરે 275 કેલેરી હોય છે. એટલે જ શિયાળા માં ગાજર ના હલવા થી બને તો દૂર જ રહેવું.
તલ ના લાડુ
શિયાળા માં તલ ના લાડુ વધુ ખાવા માં આવે છે. તલની તાસીર ગરમ હોય છે. સાથે જ ગોળ મિશ્રિત તલ ના લાડુ ખાવા થી શરીર માં ગરમી પેદા થાય છે. જો કે મોટાપા ના શિકાર થયેલા લોકો કે તલ ના લાડુ ન ખાઈ તો વધુ સારું. જો તમે વજન ઘટાડવાનું વિચારો છો તો તલ ના લાડુ ખાવાનું બને તો ટાળો.કારણકે તેમા વધુ કેલેરી હોય છે. એક તલ ના લાડુમાં આશરે 110 કેલેરી હોય છે. તેનાથી મોટાપો વધી શકે છે.
ચિક્કી
શિયાળા માં ચિક્કી પણ ખાવા માં આવે છે. લોનવલા ની ચિક્કી આખી દુનિયા માં પ્રસિદ્ધ છે. તે સીંગદાણા અને ગોળ થી બને છે. એટલે તેમા કેલેરી પણ વધુ હોય છે. જો તમે 2 ચિક્કી નું સેવન કરો છો તો તમે 150 કેલેરી મેળવો છો. એટલે જ વજન ઓછું કરવા માંટે ચિક્કી થી દૂર રહેવું સારું. જ્યારે વજન ઘટાડવા માંટે ડોક્ટર ઓછી કેલેરી વાળો ખોરાક જ ખાવાની સલાહ આપે છે.
ઉપરોક્ત સૂચનો સામાન્ય માહિતી માટે છે. તેમને કોઈપણ ડ ડોક્ટર અથવા તબીબી વ્યાવસાયિકની સલાહ તરીકે ન લો. માંદગી અથવા ચેપના લક્ષણોના કિસ્સામાં, ડોક્ટરની સલાહ આવશ્યક લો. અને ઉપરોક્ત વસ્તુ ના ખાવાનું અમે નથી કઈ રહ્યા અમે કહી રહ્યા છે ક બને તો દૂર રહો આવા ખોરાક થી. બાકી ઉપરોક્ત બધા આહાર ના ઘણા ગુણ પણ છે જ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team