રાજસ્થાન અને ગુજરાત બંને બાજુ બાજુના રાજ્યો છે પણ બંનેમાં થોડી વિભિન્નતા જોવા મળે છે. ગુજરાતને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર મળે છે એવી રીતે રાજસ્થાનને જોધપુર મળેલ છે. જોધપુર રાજસ્થાનનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે. આ શહેરને બળ્યું સીટી તરીકે ઓળખવામાં આવે છે. જૂના સમયની રિયાસત એટલે જોધપુરને માનવામાં આવે છે, જે રાજસ્થાનના ઈતિહાસની ગવાહી આપે છે. એટલે તો જોધપુર રાજસ્થાનમાં આવેલું માનીતું પર્યટન સ્થળ ગણાય છે. અહીં, લોકપ્રિય કિલ્લો, ઝીલ, ઈતિહાસના તત્વો, સાંસ્કૃતિક મહેલ તેમજ સ્મારકો જોવાલાયક સ્થળોની યાદીમાં છે.
જ્યારે પણ ટ્રીપ પ્લાન કરો ત્યારે જોધપુરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અહીં એક નહીં અનેક એવા સ્થળો જે ફરવાના આનંદને બમણો કરે છે. એટલે જ સૌ નું સ્પેશીયલ છે રાજ્સ્થાનનું બ્લ્યુ સીટી જોધપુર…
તમે પણ આ આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં કારણ કે આજની માહિતી તમને જોધપુર વિષેની માહિતી આપતા જોધપુરની સફર કરાવશે. તો રેડ્ડી…
જોધપુરમાં ફરવાલાયક જગ્યાઓ :
A : મહેરાનગઢ કિલ્લો :
રાવ જોધા દ્વારા આ કિલ્લાને બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો ભારત દેશમાં આવેલા કિલ્લા સૌથી મોટા કિલ્લામાંથી એક છે. આ આશરે ૪૧૦ ફૂટની ઉંચી પહાડી પર આવેલ છે. જોધપુર સીટીના મધ્ય વિસ્તારથી આ કિલ્લો લગભગ ૫ કિમીના અંતરે આવેલ છે. આ કિલ્લાની ઉંચાઈ જોઇને તમને પણ એક સેલ્ફી લેવાનું મન થશે!
ફરવા માટેનો યોગ્ય સમય :
ઠંડીની મૌસમમાં આ કિલ્લાને નિહાળવાની મજા કૈંક અલગ જ છે. ઓકટોબર થી માર્ચ વચ્ચે ઠંડીની મૌસમ બરાબર હોય છે. એ સમય આ કિલ્લાને નિહાળવા માટેનો યોગ્ય સમય રહે છે.
B : ઉમેદ ભવન પેલેસ :
ભારતમાં જેટલા પણ પેલેસ બન્યા એમાંથી સૌથી છેલ્લું નિર્માણ આ પેલેસની કરવામાં આવ્યું હતું. આ પેલેસ એ સમયની અદ્દભુત કલાકારી અને કારીગરીનું બેનમુન ઉદાહરણ છે. જોધપુર ફરવા આવતા પર્યટકો માટે આ પેલેસ મુખ્ય આકર્ષણ રહે છે. ઉમેદ ભવન પેલેસની રચના એવી રીતે બનાવવામાં આવી છે કે જેને વર્લ્ડ હેરીટેજ હોટેલનું સ્થાન મળ્યું છે. આજે પણ જોધપુરના આ પેલેસને શાહી પરિવાર માટે ૧૯૪૩ની યાદી માનવામાં આવે છે.
ફરવા માટેનો યોગ્ય સમય :
ઓકટોબર-માર્ચનો સમય આ પેલેસની યાત્રા માટે બેસ્ટ ગણાય છે. અહીં આમ તો બારેમાસ પ્રવાસીઓ આવતા હોય છે પણ ફરવાની મજા અહીં જણાવેલ મુજબના સમયમાં વધુ આવે છે.
C : ઘંટાઘર :
આ એક શાનદાર કલોક ટાવર છે. લગભગ 140 થી 150 વર્ષ પહેલા મહારાજા સરદારસિંહએ આ ટાવરની નિર્માણ કામ કરાવ્યું હતું. આ ટાવર એ લોકો માટે સારી એવી યાત્રા ગણાય છે જેને જોધપુરની વર્ષો પુરાણી સંસ્કૃતિ જોવાનો આનંદ હોય. કલોક ટાવર આમ તો બજારથી ભરાયેલ છે, અહીં તમે પ્રસિદ્ધ સરદાર માર્કેટ જોવાનો પણ આનંદ લઇ શકો છો.
ફરવા માટેનો યોગ્ય સમય :
ઓકટોબર થી ફેબ્રુઆરી સુધીનો સમય આ સ્થળ ફરવા માટેનો બેસ્ટ સમય ગણાય છે. ઓકટોબર મહિનાની આસપાસ અહીંનું વાતાવરણ’ સુખદ રહે છે. એટલે આ સ્થળની મજા માણવાની મજામાં વધારો થાય છે.
D : મંડોર ગાર્ડન :
જોધપુર શહેરને આ સ્થળ બેસ્ટ બનાવે છે. આ સ્થળને નિહાળવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે અને આ સ્થળની લોકચાહનાને જાહેર કરે છે. આપ પણ જોધપુર શહેરની ટ્રીપ પ્લાન કરો ત્યારે આ ગાર્ડનની વિઝીટ કરવાનું ભૂલતા નહીં. આ બગીચામાં એક સરકારી સંગ્રહાલય છે, જે કલાકૃતિ અને જૂના સમયના અવશેષથી ભરેલ છે. ફરવાની મજા સાથે રોમાંચનો અનુભવ કરાવે એવું સ્થળ છે મંડોર ગાર્ડન..
ફરવા માટેનો યોગ્ય સમય :
આ સ્થળ રણ વિસ્તારથી એકદમ નજીક છે એટલે અહીં ગરમીના દિવસોમાં ફરવાની મજા આવતી નથી પણ ઓકટોબર થી માર્ચ સુધી રહેતી ઠંડીની સીઝન અહીં ફરવા માટેની બેસ્ટ મૌસમ છે.
E : જસવંત થાડા :
આ એક વિશાળ અને શાનદાર સ્મારક છે, જે રાજસ્થાનની પશ્ચિમમાં આવેલ ખુબસુરત શહેર જોધપુરમાં આવેલ છે. સ્મારક ૧૮૯૯ના કેલેન્ડરને યાદ કરાવે છે. મહારાજા સરદારસિંહ દ્વારા મહારાજા જસવંતસિંહના બીજા સમ્માનની યાદી માટે અહીં એક શિલાલેખ રાખવામાં આવ્યો છે. આજ સુધી આ સ્મારકને મારવાડના શાહી પરિવાર માટે સ્મશાન ધાટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અહીં દુનિયાભરના પ્રવાસીઓ આ સ્થળને નિહાળવા માટે આવે છે. આ સ્થળને મારવાડનો તાજમહેલ પણ કહેવામાં આવે છે.
ફરવા માટેનો યોગ્ય સમય :
ગરમીની સીઝનમાં આમ તો રાજસ્થાનને ફરવાલાયક ન કહી શકાય પણ અહીં ઠંડીની મૌસમમાં ફરવાની મજા અલગ જ છે.
F : બાલસમંદ ઝીલ :
આ એક કુત્રિમ ઝીલ છે, જે મધ્ય શહેર જોધપુરથી આશરે ૫ કિમીની દૂરી પર આવેલ છે. ૧૧૫૯ની સાલમાં ઈર્શ્વીમાં ગુર્જર – પ્રતિહાર શાસકો દ્વારા બનાવવામાં આવી હતી. મહારાજા સુરસિંહ આ ઝીલના નિર્માતા હતા. અહીં વિવિધ ઝાડ અને ફૂલ દ્વારા સુશીલ વાતાવરણ બનાવવામાં આવ્યું છે. આ ઝીલના કિનારે બેસીને સુર્યાસ્તના દ્રશ્યને આરામથી નિહાળી શકાય છે. આ ઝીલ પહેલા મંડોરના ગ્રામીણ વિસ્તાર માટે જળાશય હતું પછીથી તેને કુત્રિમ ઝીલમાં તબદીલ કરવામાં આવી.
ફરવા માટેનો યોગ્ય સમય :
ઓકટોબર થી ફેબ્રુઆરી સુધીના સમયને બેસ્ટ માનવામાં આવે છે. અહીં સાંજના સમયે ફરવાની વધારે મજા છે કારણ કે એ સમયમાં આથમતા સૂર્યને નિહાળવાની અને ફોટોગ્રાફ્સ લેવાની બહુ મજા આવે છે.
G : ખેજરલા કિલ્લો :
આ કિલ્લાને શાહી રાજા અને રાણીના શાનદાર મહેલ તરીકે ઓળખવામાં આવે છે. મૂળરૂપથી મહારાજ દ્વારા ૧૭મી સદીમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ વર્ષો પુરાણી આ કિલ્લાને લક્ઝરી હોટેલમાં તબદીલ કરી દેવામાં આવ્યો છે. જોધપુરની વિરાસત માટે આ કિલ્લાને બહુમાન આપવામાં આવે છે. ગ્રેનાઈટના પથ્થર અને લાલ બેલાથી બનેલ આ કિલ્લાને વાસ્તુ મુજબ બનાવવામાં આવ્યો છે.
ફરવા માટેનો યોગ્ય સમય :
અહીં ઓગસ્ટ, સપ્ટેમ્બર, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની ઓફ-સીઝનમાં ફરવા માટે આવવું જોઈએ. કારણ કે બાકીના સમયમાં અહીં ભીડ થવાની સંભાવના થઇ શકે છે. અહીં ગરમીની સીઝનમાં તાપમાન અસહ્ય હોય છે.
H : રાવજોધા ડેઝર્ટ રોક પાર્ક :
આ પાર્ક ને ૨૦૦૬માં પ્રસિદ્ધ મહેરાનગઢ કિલ્લાના કિનારે બનાવવામાં આવ્યું હતું. આ પાર્કને બનાવવાનું કારણ એ હતી કે અહીંની પ્રાકૃતિક પરિસ્થિતિ લોકોને જાણવા મળે પછીથી આજના સમયમાં જોધપુર શહેર માટે આ પાર્ક ફરવા માટેનું બેસ્ટ પ્લેસ બની ગયું. અહીં આશરે ૨૦૦ થી વધારે ઝાડની જાતિ રાખવામાં આવી છે, જેમાં રણ વિસ્તાર અને ઝીલ વિસ્તાર જેવા જુદા જુદા વિસ્તારમાંથી ઝાડ-છોડને લાવીને ઉગાડવામાં આવ્યા છે. અહીં પાર્કની જાણકારી મેળવવા માટે એક પર્યટક કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. શહેરના આકર્ષણને જીવિત રાખવા માટે જોધપુરમાં આ મિલકત બનાવવામાં આવી છે.
ફરવા માટેનો યોગ્ય સમય :
અહીં સાલભરમાં ગમે ત્યારે ફરવા માટે આવી શકાય પણ મૌસમ મુજબ ઓકટોબર થી માર્ચ સુધીના સમયને બેસ્ટ ગણવામાં આવે છે. એ સમયમાં પાર્ક સવારે ૮ વાગ્યા થી સાંજે ૫:૩૦ સુધી ખુલ્લું રાખવામાં આવે છે. અને એપ્રિલ થી સપ્ટેમ્બર સુધીના સમાયમાં સવારના ૭ થી સાંજના ૬:૩૦ સુધી આ મહેલને પર્યટક માટે ખુલ્લું રાખવામાં આવે છે.
I : મસુરિયા હિલ ગાર્ડન :
જોધપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ચારેબાજુ સુંદર અને આકર્ષણ પમાડે એવું ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જેને મસુરિયા હિલ ગાર્ડન કહેવામાં આવે છે. નાના ફેમેલી માટે આ પાર્ક પીકનીક સ્થળ છે અને સાંજની યાત્રા માટે આ સ્થળને શાનદાર જગ્યા ગણવામાં આવે છે. જે લોકોને પ્રકૃતિ સાથે વધારે લગાવ હોય એવા વ્યક્તિઓને આ જગ્યા વધારે પસંદ આવે છે.
ફરવા માટેનો યોગ્ય સમય :
અહીં ઠંડીની મૌસમમાં ગમે ત્યારે ફરવા માટે આવી શકાય છે. આ ગાર્ડનની મુલાકાત સાથે જોધપુર શહેરના અન્ય પ્રસિદ્ધ સ્થળની મુલાકાત લેવામાં પણ મજા આવશે.
J : રાયકા બાગ પેલેસ :
આ પેલેસ જોધપુર શહેરમાં લોકોની પસંદગીની જગ્યા છે. આ જગ્યા પ્રાચીન આકર્ષણ માટેની સૌથી સારી જગ્યા છે. આ પેલેસનું નિર્માણ ૧૬૬૩માં શાહી રાણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને આજ સુધી આ પેલેસ જોધપુરની શાન બનીને રહ્યું છે. અહીં વાસ્તુકલા, સંગેમરમરથી બનેલા ઓરડાઓ વગેરે નિહાળવા જેવી વસ્તુઓ છે. આ પેલેસ જોધપુરની જૂના સમયની આર્થિક સ્થિતિને પણ જાહેર કરે છે. જોધપુર શહેર શાહી પરિવાર માટે પહેલેથી સમૃદ્ધ રહ્યું છે, જે વાતની પૂર્તિ આ રાયકા બાગ પેલેસ કરે છે.
ફરવા માટેનો યોગ્ય સમય :
આપ અહીં ફોટોગ્રાફ્સ લઇ શકો છો એટલે અહીં થોડા તડકાવાળા વાતાવરણમાં ફરવાની મજા આવશે. બાકી આ પેલેસ ફરવાની મજા ઓકટોબર થી માર્ચના સમયમાં વધારે છે.
K : કેમલ સફારી :
બચપણમાં ઊંટ વિષેની વાર્તાઓ ઘણી સાંભળી હોય છે પણ ઊંટ ઉપર બેસીને સફર કરવાની મજા કદાચ અધુરી હોય એવું બની શકે! તો એ માટે કેમેલ સફારી છે આપના માટે…રાજસ્થાનના રણ વિસ્તારમાં જઈને કેમલ ઉપર બેસીને થોડા અંતરની મજા માણી શકાય છે. અહીં તમે ૭૦ કિમી સુધીની કેમલ સફારીની મજા લઇ શકો છો. વિશેષરૂપથી યાત્રાની મજા માણવા માટે તમે જોધપુર થી જેસલમેર સુધીની સફર આ રીતે કરી શકો છો.
L : માચિયા જૈવિક ઉદ્યાન :
પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ માટે આ ઉદ્યાન બેસ્ટ ફરવા અને અવનવું જોવા માટેનું સ્થળ છે. જોધપુર શહેર વિસ્તારથી લગભગ ૮.૫ કિમીના અંતરે માચિયા જૈવિક ઉદ્યાન આવેલ છે. અહીં વનસ્પતિ અને વન્યજીવોની અલગ અલગ જાતિ-પ્રજાતિઓ જોવા મળે છે. અહીં હાથીની સવારીનો પણ લાભ લઇ શકાય છે. અહીં જાનવરોને નિહાળવા માટેનો પણ વિકલ્પ મળી રહે છે એ માટે અહીં એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જ્યાં પૂછપરછ કરીને વધારે માહિતી મેળવી શકાય છે.
ફરવા માટેનો યોગ્ય સમય :
ઠંડીની મૌસમ અહીં ફરવા માટેની બેસ્ટ મૌસમ છે. આ સીઝનમાં અહીંનું વાતાવરણ બહુ જ આહલાદક હોય છે અને અહીંની ખુબસુરતીને નજીકથી નિહાળી શકાય છે.
તો આ બધા સ્થળો મળીને બને છે રાજસ્થાનનું બ્લ્યુ સીટી જોધપુર… તમે પણ ઠંડીની મૌસમમાં ફરવા માટેનું વિચારી રહ્યાં હોય તો પ્લાન કરો બ્લ્યુ સીટી ઓફ જોધપુર… હેપ્પી જર્ની…
આવી જ અન્ય માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાઈ શકો છો. અમે અહીં દરરોજ નવી નવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
#Author : Ravi Gohel
#TopTouristPlaceOfRajasthanJodhpur #Jodhpur #Rajasthan #JodhpurInGujarati