કોઇપણ વાનગીની ખુબસુરતી કોણ વધારે? અફકોર્ષ : કોથમીર!! કોથમીરને દાળ-શાકમાં ઉપયોગ કરવામાં આવે છે એ સાથે તેની ચટણી પણ બનાવવામાં આવે છે. સલાડ બનાવો કે પછી ટેસ્ટી પંજાબી શાક કોથમીર વગર એ વાનગી અધુરી જ લાગે. કોથમીર વાનગીને સ્વાદ પણ આપે અને ખુબસુરતી પણ…તો આજના આર્ટિકલમાં રસપ્રદ માહિતી કોથમીર વિષે.
કોથમીરમાં ડાયટ્રી ફાઈબર અને ઔષધીય ગુણ હોય છે. અને કોથમીરની તાસીર ઠંડી હોય છે. પાચનતંત્ર સંબંધિત સમસ્યાને દૂર કરવામાં જબરું કામ કરે છે કોથમીરનું સેવન. અને એથી વિશેષ…..
કોથમીરને વાનગીમાં ઉપયોગ કરવામાં આવે જ છે પણ એ સાથે કોથમીરને એક અલગ રીતે પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, કોથમીરના પાણીનું સેવન. જી હા, કોથમીરનું પાણી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે અને ખાસ કરીને થાઈરોઈડ કે વજન ઓછું કરવામાં તો રામબાણ ઈલાજ ગણાય છે. સવારે ઉઠતાની સાથે જ કોથમીરના પાણીનું સેવન આપી શકે છે બહુ જ ફાયદા. તો કોથમીરનું પાણી કેવી રીતે બનાવવું અને તેના ફાયદા વિષેની વધારાની માહિતી જાણવા માટે આ આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.
કોથમીરનું પાણી બનાવવા જોઈતી વસ્તુઓ :
– થોડી માત્રામાં કોથમીરની ડાળખીઓ
– એક ગ્લાસ પાણી
– લીંબુનો રસ
કોથમીર પાણી બનાવવાની વિધિ :
– એક વાસણમાં પાણી ઉમેરો અને તેમાં કોથમીરની ડાળખીઓને પલાળી દો.
– આખી રાત કોથમીરને પલાળવા દો. બીજા દિવસે સવારે પાણીને ગાળી લો.
– હવે આ પાણીમાં લીંબુનો રસ થોડી માત્રામાં ભેળવો અને એ જ પાણીનું સેવન ભૂખ્યા પેટે કરો.
કોથમીર પાણી પીવાના ફાયદા :
કોથમીર પાણી પીવાથી એક નહીં બલકે અનેક ફાયદાઓ થાય છે પણ અહીં આપની જાણકારી માટે અગત્યના ફાયદાઓ વિષે જણાવીએ તો :
બોડી વેટ :
કોથમીરમાં મેટાબોલિઝમની પ્રક્રિયા તેજ કરવાની તાકાત હોય છે. શરીરમાં જમા થયેલ ફેટને બર્ન કરવા માટે કોથમીરનું પાણી સારું રહે છે. સાથે શરીરમાં મૌજુદ કોલેસ્ટ્રોલના ઊંચા લેવલને આ પાણીથી ઓકે કરી શકાય છે. આ પણ વધારે વજનને ઉતારવા ઇચ્છતા હોય તો આજથી અહીં જણાવ્યા મુજબ કોથમીરના પાણીનું સેવન શરૂ કરો.
પાચનની તકલીફ :
પાચનની સમસ્યા ઘણા વ્યક્તિઓને હોય છે અથવા થોડું જમતાની સાથે જ પેટ એકદમ ભરાય ગયાનો અહેસાસ થવા લાગે છે. આ સમસ્યાના નિવારણ માટે કોથમીરનું પાણી મદદ કરી શકે છે. કોથમીરના પાણીમાં વિટામીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્નની માત્રા હોય છે, જે પાચનની સમસ્યાને દૂર કરવા માટે મદદરૂપ થાય છે.
ડીટોક્સ વોટર :
કોથમીરનું પાણી બહુ જ ફાયદાકારક છે સાથે બેસ્ટ ડીટોક્સ વોટર માનવામાં આવે છે. એનું કારણ એ છે કે કોથમીર શરીરમાં રહેલા ઝેરી પધાર્થોને દૂર કરી શકે છે તેમજ શરીરને અંદરથી ડીટોક્સ કરી શકે છે. લીવરને સાફ કરવામાં કોથમીર પાણી બેસ્ટ રહે છે. અમુક પ્રકારના બેક્ટેરિયા અને ફંગલ સંક્રમણને દૂર કરવામાં પણ કોથમીરનું પાણી કામ કરે છે.
થાઈરોઈડ ટ્રીટમેન્ટ :
જો શરીરમાં થાઈરોઇડની કમી છે અથવા તો થાઈરોઈડની અધિક માત્રા છે તો એ બીમારીના નિવારણમાં કોથમીરનું પાણી બહુ જ ઉપયોગી થાય છે. કોથમીર ફોલેટ, એન્ટીઓક્સીડેન્ટ, વિટામીન સી, બીટા-કેરોટીન સહીત ઘણા પ્રકારના ખનીજ અને વિટામીન્સથી ભરપુર હોય છે. થાઈરોઈડ હોર્મોનને નિયમિત કરવા માટે કોથમીરનું પાણી ખુબ જ મદદ કરે છે.
હેલ્ધ ઓફ હાર્ટ :
કોથમીરનું પાણી મુત્રવર્ધક હોય છે અને યુરીનને બોડીમાંથી ઇઝી પાસ કરવામાં મદદ કરે છે. યુરીન દ્વારા શરીરમાં જમા થયેલ વધારાના સોડીયમને બહાર કાઢવા માટે તેમજ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે કોથમીરનું પાણી અકસીર ઈલાજ છે. આવી રીતે શરીરની કેયર થાય તો સ્વાભાવિક છે કે હદય રોગના જોખમને ઓછું કરી શકાય છે.
તો દરરોજ સવારે આપ પણ સ્વાસ્થ્યને સુધારવા – શરીરને તંદુરસ્ત રાખવા કોથમીર પાણીનું સેવન કરવાનું શરૂ કરી શકો છો. આ જ છે મોટાભાગમાં દર્દને દૂર કરવાની સચોટ દવા…
આવી જ રસપ્રદ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અમારા ફેસબુક પેજનું નામ છે ‘ફક્ત ગુજરાતી…’
#Author : Ravi Gohel