ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી આ પ્રકારના ફાયદા થશે, તેના માટે આ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે

મની પ્લાન્ટને વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ ઘણી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટ નો વેલો જેટલો હરયો ભર્યો તથા ઉપરની તરફ જાય છે, તેટલું જ તે ઉન્નતિ કાર માનવામાં આવે છે.

Image Source

મની પ્લાન્ટને ઘણીવાર તમે ઘર, ઓફિસ કે

દુકાન પર લગાવેલું જોયું હશે. મની પ્લાન્ટનો લીલો રંગ આંખોને આરામ આપે છે. મની પ્લાન્ટને વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ ઘણુ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ પ્લાન્ટને લગાવવાથી ગુડ લક વધે છે અને ઘર પરિવારમાં ધન તેમજ સમૃદ્ધિ આવે છે. ઘણીવાર આ પ્લાન્ટને લગાવ્યા પછી વિપરીત પ્રભાવ વધી જાય છે. ધન ખર્ચ વધવા લાગે છે અને નકારાત્મકતા વધે છે. તેવામાં વાસ્તુનુ મહત્વ વધી જાય છે, મની પ્લાન્ટ વાસ્તુ અનુસાર જ લગાવવુ જોઈએ. ચાલો જાણીએ કે મની પ્લાન્ટથી જોડાયેલી મહત્વપૂર્ણ વાતો વિશે.

Image by Sandeep Handa from Pixabay

અગ્નિ ખૂણામાં મની પ્લાન્ટ લગાવો

તમે મની પ્લાન્ટ લગાવવાનુ વિચારી રહ્યા છો તો તેની સાચી દિશાનું ધ્યાન રાખો. મની પ્લાન્ટને અગ્નિ ખુનો એટલે કે દક્ષિણ પૂર્વમાં જ લગાવો. અગ્નિ ખૂણાના દેવ ગણેશ જી છે, તે બધી જ મુશ્કેલીઓને દૂર કરે છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી સુખ સમૃદ્ધિની સાથે ધનમાં પણ વધારો થાય છે સાથેજ સકારાત્મક શકતીના સંસારની અસર થાય છે.

ઈશાન ખૂણામાં મની પ્લાન્ટ ન લગાવો

મની પ્લાન્ટ ક્યારેય પણ ઈશાન ખૂણામાં એટલે કે ઉતર પૂર્વ દિશામાં ન લગાવવું જોઈએ. આમ કરવાથી તેની વિપરીત અસર થાય છે. લાભના બદલે ધનમાં નુકશાની થાય છે, આમ કરવાથી આર્થિક નુકશાની થઇ શકે છે તથા સબંધોમાં તણાવ આવી શકે છે. તેથી મની પ્લાન્ટ લગાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો.

મની પ્લાન્ટ થી શુક્ર મજબૂત બને છે

અગ્નિ ખૂણામાં મની પ્લાન્ટ લગાવવાથી શુક્ર મજબૂત બને છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને એશ્વર્ય વધે છે. અગ્નિ ખૂણાના પ્રતિનિધિ શુક્ર છે, તેના લીધે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ મની પ્લાન્ટને હંમેશા ઘરની અંદર લગાવવું જોઈએ, ભૂલથી પણ તેને બહાર ન લગાવવું, બહાર લગાવવાથી બીજાની નકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થઈને શુકાઈ શકે છે. એવી માન્યતા છે કે મની પ્લાન્ટ નો વેલો જેટલો હરયો ભર્યો તથા ઉપરની તરફ જાય છે, તેટલું જ ઉન્નતિ કાર માનવામાં આવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

Leave a Comment