એક દિવસની વાત છે. એક સાધુ ગામની બહાર વનમાં આવેલી તેની ઝૂપડી બાજુ જઈ રહ્યા હતા. રસ્તામાં એક બજાર આવતું હતું. બજાર માંથી પસાર થતા સાધુની નજર એક દુકાનમાં રાખેલી ઘણી બધી ટોપલીઓ પર પડી. તેમા ખજૂર રાખેલા હતા.
ખજૂર જોઈને સાધુનું મન લલચાઈ ગયુ. તેના મનમાં ખજૂર ખાવાની ઈચ્છા જાગી ઉઠી. પરંતુ તે સમયે તેની પાસે પૈસા ન હતા. તેણે તેની ઈચ્છા પર નિયંત્રણ રાખ્યું અને ઝુપડી તરફ ચાલ્યા ગયા.
ઝુપડીમાં પહોંચ્યા પછી પણ ખજૂરનો વિચાર સાધુના મનથી નીકળતો નહતો. તે તેના વિષે જ વિચારતા રહ્યા. રાત્રે તે સરખી રીતે સુઈ પણ ન શક્યા. આગળની સવારે જ્યારે તે જાગ્યા, તો ખજૂર ખાવાની તેની ઈચ્છા પૂરી કરવા માટે પૈસાની વ્યવસ્થા કરવા માટે વિચારવા લાગ્યા.
સુકાયેલા લાકડા વેચીને ખજૂર ખરીદવાના પૈસાની વ્યવસ્થા જરૂર થઈ જશે, તે વિચારીને તે જંગલમાં ગયા અને સુકાયેલા લાકડા વીણવા લાગ્યા. ઘણા લાકડા ભેગા કર્યા પછી તેણે તેનો ભારો બનાવ્યો અને તેણે તેના ખંભા પર નાખીને બજાર બાજુ ચાલવા લાગ્યા.
લાકડાનો ભારો ભારે હતો. જેને ઉઠાવીને બજાર સુધી જવું સરળ ન હતું. પરંતુ સાધુ ચાલતા ગયા. થોડા સમયમાં તેના ખંભા દુખવા લાગ્યા. તેથી વિશ્રામ કરવા માટે તે એક સ્થળ પર રોકાઈ ગયા. તેવીજ રીતે રોકાઈ – રોકાઈને કઈ પણ રીતે તે લાકડાના ભારા ની સાથે બજાર પહોંચ્યા.
તેણે બજારમાં બધા લાકડા વેંચી દીધા. હવે તેની પાસે એટલા પૈસા ભેગા થઈ ગયા, જેનાથી તે ખજૂર ખરીદી શકે. તે ખૂબ પ્રસન્ન થયા અને ખજૂરની દુકાને પહોંચ્યા. બધા પૈસાનો તેણે ખજૂર ખરીદી લીધો અને ફરીથી તેની ઝુપડી તરફ ચાલ્યા ગયા.
ઝુપડી બાજુ જતા-જતા તેના મનમાં વિચાર આવ્યો કે આજે મને ખજૂર ખાવાની ઈચ્છા થઈ. બની શકે છે કે કાલે કોઈ બીજી વસ્તુની ઈચ્છા થઈ જાય. ક્યારેક નવા કપડાની ઈચ્છા જાગી જશે, તો ક્યારેક સારા ઘરની. ક્યારેક સ્ત્રી અને બાળકોની, તો ક્યારેક ધનની. હું તો સાધુ વ્યક્તિ છું. આવી રીતે તો હું ઇચ્છાઓનો દાસ બની જઈશ.
તે વિચાર આવતા જ સાધુએ ખજૂર ખાવાનો વિચાર છોડી દીધો. તે સમયે તેની પાસેથી એક ગરીબ પસાર થઈ રહ્યો હતો. સાધુએ તેને બોલાવ્યો અને બધા ખજૂર તેને આપી દીધા. આવી રીતે તેણે પોતાને ઇચ્છાઓનો સેવક બનવાથી બચાવી લીધો.
બોધ: જો આપણે આપણી દરેક ઈચ્છાઓની આગળ હારી જશું, તો હમેશ માટે આપણી ઈચ્છાઓના દાસ બની જશુ. મન ચંચળ હોય છે. તેમા રહી રહીને ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. જે ઉતમ પણ હોઈ શકે છે અને અનુચિત પણ. તેવામાં ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સંપૂર્ણ વિચાર કર્યા પછી જ ઈચ્છાઓના આંકલન ઉપરાંત જ તેની પૂર્તિ માટે આગળ વધવું જોઈએ. ત્યારે જ જીવન માં સફળતા પ્રાપ્ત થશે. આપણે ઈચ્છાઓના દાસ નથી બનવાનું, પરંતુ ઈચ્છાઓને આપણી દાસ બનાવવાની છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
1 thought on “બોધકથા:સાધુ અને ખજૂર.”